ટ્રાય કરો કઈંક નવું, આજે જ બનાવો ખીચુના ઢોકળા, સૌને ભાવશે, નોંધી લો રેસિપી

0

જેને જમવાનું બનાવવાનો શોખ હોય અને જેને રોજ નવું-નવું ખાવાનો શોખ હોય એના માટે કશું નવું નથી. તેઓ તો રોજે રોજ કઈંકને કઈંક નવું ટ્રાય કરશે જ, પણ કદાચ એ લોકોએ આ વાનગી ક્યારેય ટ્રાય અહીં કરી હોય જેની રેસિપી આજે આપણે જોઈશું. એ વાનગીનું નામ છે, ખીચુના ઢોકળા…

ખીચુંના ઢોકળા બનાવવા માટે આપડે જોઈશે

સામગ્રી:

  • ચોખા નો લોટ 1 કપ
  • ઝીરું 1/2 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • લીલા મરચાની પેસ્ટ 1 ચમચી
  • પાપડી ખારો અથવા બેકિંગ સોડા 1 ચમચી
  • ગરમ પાણી 2 કપ
  • અથાણાં સંભાર 1 ચમચી
  • તેલ 1 ચમચી

રીત: સૌપ્રથમ એક બૉઉલમાં ચોખાનો લોટ એડ કરી એમાં મરચાની પેસ્ટ ઝીરું અજમો એડ કરી એમાં ખારો એડ કરો અને મીઠુ એડ કરો.પછી બરોબર મિક્સ કરી લો પછી એમાં ધીરે ધીરે ગરમ પાણી એડ કરો અને હલાવતા જાવ.બરોબર મિક્સ થાય જાય એટલે એક ધાતુને પ્લેટ લઇ લો એને ગ્રીસ કરી લો.પછી એ ખીરું જે તૈયાર છે એને પ્લેટ માં પાથરી દો અને પછી એના ઉપર લાલ મરચું છાંટી દો અને એને સ્ટીમ કરી લો.

5 મિનિટ માટે સ્ટીમ થાય જાય એટલે એને ઢોકળાના સેપ માં કટ કરી લો.પછી એક પ્લેટ માં કાડી ને એના ઉપર અથાણાં નો સંભાર ભભરાવી એના ઉપર તેલ એડ કરી સર્વ કરો.તો તૈયાર છે ખીચુંના ઢોકળા જરૂરથી બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો.

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here