રાત્રે 1 વાગે ટેક્સી ડ્રાઈવર સુમસામ રાત્રે છોકરીને છોડવા ગયો હતો, ટેક્સી ડ્રાઈવર એ એવું કામ કર્યું કે ચારે બાજુ દેશમાં એના વખાણ થઇ રહ્યા છે

0

આજે દરેક લોકો એ સ્ત્રીઓને માન સન્માન અને તેમની સલામતીની વાતો કરે છે. તમે પણ હમણાં હમણાં નોટીસ કર્યું જ હશે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો #metoo કેમ્પેન અંતર્ગત અનેક પોસ્ટ, જોક્સ, અને વિગતવાર માહિતી મુકતા હશે. આજે એવી ઘણી નામી વ્યક્તિઓ પણ કોઈને કોઈ કારણથી આ કેમ્પેન’માં જોડાઈ રહ્યા છે. આ બધી આવી વાતો ની વચ્ચે આજે અમે તમારી માટે લાવ્યા છે એક એવો કિસ્સો કે તમને પણ લાગશે કે ના બધા પુરુષો એકસરખા નથી હોતા.

વાત એમ છે કે તમે ઉબેર ટેક્સી સર્વિસનું નામ તો સાંભળ્યું જ હશે. હા તો આજે વાત એજ ટેક્સીના એક ડ્રાઈવરની જેણે કરી બતાવ્યું અદ્ભુત અને ગર્વ લેવા જેવું કામ. એક રાત્રે એક વાગે તે ટેક્સીનો ડ્રાઇવર એ એક મહિલા પેસેન્જરને તેના સ્થાને મુકવા ગયો હતો અને તે સુરક્ષિત પોતાના ઘરે પહોચી જાય તેના માટે તે ડ્રાઈવર દોઢ કલાક માટે તે મહિલા સાથે ઉભો રહ્યો હતો. વાત એમ બની હતી કે એ યુવતી જયારે પોતાના સોસાયટીના ગેટ પાસે પહોચી તો તેણે જોયું કે ગેટ બંધ છે અને ડ્રાઈવરે પણ આ વાત નોટીસ કરી હતી. ત્યારે તેણે નક્કી કર્યું અને જ્યાં સુધી ગેટ ખુલ્યો નહિ ત્યાં સુધી તે ડ્રાઈવર તેમની સાથે ઉભો રહ્યો હતો.

આ વાત બહાર ત્યારે આવી જયારે તે યુવતીએ સોશિયલ મીડિયામાં આ ઉબેર ટેક્સી ડ્રાઈવરના વખાણ કરતી એક પોસ્ટ મૂકી હતી. ઉબેર કંપનીએ આ યુવતીની પોસ્ટનો જવાબ પણ આપ્યો હતો. એ રાત્રે એ યુવતી અને તેની માતા બંનેને એ ટેક્સી ડ્રાઈવર એ તેમના ઘરે મુકવા ગયો હતો. પણ ત્યાં પહોચતા જ જોયું તો સોસાયટીનો ગેટ બંધ હતો અને કોઈ ત્યાં હતું નહિ તો જ્યાં સુધી કોઈએ આવીને ગેટ ખોલ્યો નહિ ત્યાં સુધી એ ઉબેર ટેક્સી ડ્રાઈવર એ તે બંને માતા અને દીકરી સાથે દોઢ કલાક સુધી ઉભો રહ્યો હતો. એટલું જ નહિ એ ડ્રાઈવરે એટલા સમય માટેના બધા બુકિંગ કેન્સલ પણ કરી દીધા હતા. ખરેખર જ્યાં સુધી આવા લોકો આપણા દેશમાં હશે ત્યાં સુધી કોઈપણ મહિલા કે યુવતીને ડરવાની જરૂરત નથી. આવો સલામ કરીએ આ વ્યક્તિને કોમેન્ટમાં તમે પણ બે શબ્દો લખી શકો તો બીજાને પણ પ્રેરણા મળશે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here