જીવનમાં પૈસા કમાવાની ઈચ્છા રાખનારાઓ માટે રતન ટાટા ના 10 લાઈફ Changing 100% કામની ટિપ્સ…લાખો લોકોને ફાયદો થયો

0

ટાટા સમૂહ ને દુનિયા માં નવી ઓળખ દેનારા રતન ટાટા એ સફળતા નો જે ઇતિહાસ લખ્યો છે, તેને રિપીટ કરવો મુશ્કિલ જ નહિ પણ અશક્ય છે. આજે દુનિયાનો દરેક વ્યક્તિ રતન ટાટા દ્વારા આપવામાં આવેલા સફળતા મંત્ર ને પોતાના જીવનમાં ઉતારીને કામિયાબ થવા માગે છે.આજે અમે તમને રાતન ટાટા દ્વારા આપવામાં આવેલા આ મંત્રો ને જણાવીશું તેનું અનુકરણ કરીને તમે પણ કમાયાબી ના શિખર સુધી પહોંચી શકો છો.

1. રતન ટાટા નું માનવું છે કે વ્યક્તિ ને પોતાની યોગ્યતા અને પરિસ્થિતિ ના અનુસાર અવસર અને ચુનૌતીઓ ની ઓળખ કરવી જોઈએ. તેને તમારાથી વિશેષ કોઈ જ સમજી ના શકે, માટે પોતાની વર્તમાન સ્થિતિ અને યોગ્યતા ને ધ્યાનમાં રાખીને અવસર નો યોગ્ય રીતે લાભ ઉઠાવો.

2. રતન ટાટા નું માનવું છે કે તમે જેવા પણ છો તેને સ્વીકાર કરવાની પોતાની અંદર ક્ષમતા ઉત્પન્ન કરો. વાસ્તવિકતા માં જીવવાની ભરપૂર કોશિશ કરો અને જ્યાં સુધી તમે પોતાના પર ભરોસો નહિ રાખો, જીવનની રાહ ક્યારેય પણ આગળ વધી શકશે નહિ.

3. રતન ટાટા નું માનવું છે કે તમારે અસફળતા થી ડરીને દૂર ભાગવાને બદલે વારંવાર તેને હાસિલ કરવાનો પ્રયાસ કરો, જ્યાં સુધી તે તમારું ના થઇ જાય.

4. રતન ટાટા આજે એટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વિનમ્રતા સ્વભાવના વ્યક્તિ છે અને તેનું માનવું છે કે વીનમ્રતા મનુષ્ય ના વ્યક્તિત્વ નું આભુષણ છે. તે આપણા વ્યક્તિત્વમાં નિખાર લાવવાની સાથે-સાથે ઘણીવાર આપણી સફળતા નું કારણ પણ બને છે.

5. રતન ટાટા નું માનવું છે કે કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું માટે કોઈપણ કામ કરતા પહેલા મનમાં એ સંકોચ ક્યારેય પણ રાખવો ન જોઈએ. કેમ કે તેમણે પોતે જે પહેલું કામ કર્યું તે સ્ટીલ માં બ્લાસ્ટ ફર્નેસ માં કોયલ અને ચૂનો પથ્થરને ઝોંકવાનું કામ કર્યું હતું. તેમણે આ કામ ને પુરી દ્રઢતા ની સાથે કર્યું અને આજે અહીં પહોંચ્યા.

6. રતન ટાટા નું માનવું છે કે વ્યક્તિ એ દરેક સમયે સકારાત્મક વિચારવું જોઈએ અને સકારાત્મકે જ વાંચવું જોઈએ. જેથી મન હંમેશા પોઝિટિવ ઉર્જા નું પ્રવાહ કરી શકે.

7. રતન ટાટા નું માનવું છે કે દરેક વ્યક્તિ એ હંમેશા ઊંચી માનસિકતા રાખવી જોઈએ, નહીંતર જીવનનો રસ્તો પાછળ છૂટી જાશે. જેવી રીતે લોખંડ ને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતું પણ તેનો જ કાટ તેને નષ્ટ કરી નાખે છે, ઠીક તેવી જ રીતે કોઈ વ્યક્તિ ને અન્ય કોઈ નષ્ટ નથી કરી શકતું, માત્ર તેની પોતાની માનસિકતા જ.

8. રતન ટાટા નું માનવું છે કે દરેક દિવસ આપણે કઈક ને કઈક કરતું રહેવું જોઈએ, જેથી પછી અફસોસ નો સામનો કરવો ના પડે.

9.  રતન ટાટા નું માનવું છે કે આપણે આસપાસ ના લોકોની સાથે સારા સંબંધ બનાવી રાખવા જોઈએ. જો તમે એક વ્યવસાયી છો તો સૌથી પહેલા પોતાના ગ્રાહક ને વિશ્વાશ માં લો. વિશ્વાસ દુનિયાની સૌથી કિંમતી ચીજ છે અને મનુષ્ય ને સફળ થવામાં વિશ્વાશ એક ખાસ છે.

10. રતન ટાટા એ પોતાના જીવનમાં હંમેશા નવું કર્યું અને હંમેશા માન્યું છે કે આપણે કોઈની પાછળ ક્યારેય પણ ભાગવું ન જોઈએ, તેના સિવાય તેઓથી અલગ કરવાની કોશિશ કરવી જોઈએ ત્યારે જ તો આપણે ભીડ માંથી અલગ તરવાશું. દરેક વ્યક્તિ માં અમુક વિશેષ ગુણ અને પ્રતિભા હોય છે માટે પ્રત્યેક વ્યક્તિ ને પોતાની અંદર રહેલા ગુણો અને પ્રતિભા ની ઓળખ કરવાની કોશિશ કરતા રહેવી જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here