રસ્તા પર પેન વેચી રહ્યાં હતા આ ભાઈ, દીકરી સાથેના Photoએ બદલી Life – જાણો શું છે મામલો? વાંચો આર્ટીકલ

સીરિયામાં ચાલી રહેલા યુદ્ધને લીધે કેટલાય લોકોના જીવન તબાહ થઈ ગયા છે. એમાના ઘમાં લોકોએ તો બીજા દેશમાં શરણ લઇ લીધી છે. હલીમ પણ આવા જ એક રેફ્યુજી છે જે બીજા દેશમાં સ્થાયી થયા છે. એ પોતાની દીકરીને લઈને લેબનાનના બેરૂતમાં આવી ગયા છે અને રસ્તા પર ફરીને પેન વેચતો હતો. પરંતુ એના એક ફોટોએ એનું નસીબ જ બદલી નાંખ્યું.

દીકરીને તેડીને વેચતો હતો પેન
ધગધગતા તાપમાં અબ્દુલ પોતાની દીકરીને ખભા પર તેડીને રસ્તા પર લોકોને પેન ખરીદવા વિનવી રહ્યો હતો. એ જ વખતે કોઈએ એનો ફોટો પાડીને સોશિયલ સાઈટ પર પોસ્ટ કરી દીધો. ત્યાંથી એ વાયરલ થયો અને લોકોના મનમાં હમદર્દી જગાવવામાં સફળ થયો. એ પછી નોર્વેગિયન વેબ ડેવલપર ગિસ્સુર સિમોનારસોએ અબ્દુલની મદદ માટે ક્રાઉડ ફન્ડિંગ કર્યું. એમાં લગભગ 1 કરોડ 29 સલાખ રૂપિયા ભેગા થઈ ગયા.

પૈસાથી શરૂ કર્યો બિઝનેસ
અબ્દુલે ડોનેશનમાં મળેલા પૈસાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. અબ્દુલે બીજા રેફ્યુઝીઓને મદદ કરવાનું નક્કી કર્યું. આ માટે એણે પોતાના બિઝનેસમાં 16 રેફ્યુજીઓને શામેલ કર્યા. ઉલ્લેખનીય છે કે લેબનાનમાં આશરે 12 લાખ રેફ્યુજી રહે છે. અબ્દુલનો પ્રયત્ન છે કે એ એમની મદદ કરી શકે.

રસ્તા પર પેન વેચનાર બની ગયો બિઝનેસમેન
એક ફોટોને લીધે અબ્દુલે દુનિયાનું દિલ જીતી લીધું. લોકોની મદદ મળતા એ આજે બિઝનેસમેન બની હોય છે. આજે એની પાસે પોતાનું બે બેડરૂમનો એપાર્ટમેન્ટ છે. હાલ તો અબ્દુલ લેબનાનમાં પોતાની દીકરી રીમ અને દિકરા અબ્દુલ્લાહની સાથે રહે છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!