રસ્તા પર બેસીને ખાવાનું ખાઈ રહેલો આ અંગ્રેજ નથી કોઈ મામુલી વ્યક્તિ, જાણો શું છે આની હકીકત….

0

હમણાં થોડા સમયમાં તમે પણ આ અંગ્રેજ જેવા દેખાતા આ વ્યક્તિને રસ્તા પર નીચે બેસીને ખાવાનું ખાતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં જોયા હશે તો તમને જણાવી દઈએ કે દેખાવે સામાન્ય લાગતો આ ફોટો જેમાં અમુક લોકો એ રસ્તા પર બેસીને ખાવાનું ખાઈ રહ્યા છે પણ આ ફોટોમાં ખાવાનું ખાઈ રહ્યો એક વ્યક્તિ એ સામાન્ય નથી. દેખાવે અંગ્રેજ જેવો લાગતો આ વ્યક્તિ એ નાનાથી લઈને મોટી જગ્યાઓએ જોવા મળેલ છે.

આ વ્યક્તિનું નામ જ્યા દ્રેજ છે. યુપીએના શાસનકાળ દરમિયાન આ વ્યક્તિ એ એડવાઇઝર કમિટીનો સભ્ય રહેલ છે. કોંગ્રેસ સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના ડ્રોફટીંગ એ આ વ્યક્તિએ જ કરી હતી. આપણા દેશની આજ સુધીની મહત્વપૂર્ણ કાનુનમાંથી એક આરટીઆઈને લાગુ કરાવવામાં આ વ્યક્તિની મુખ્ય ભૂમિકા રહી છે. જ્યા દ્રેજ એ દેશ અને દુનિયાના સારા અર્થશાસ્ત્રીઓમાંથી એક ગણાય છે. અત્યારે તેઓ રાંચી યુનીવર્સીટીમાં ભણાવી રહ્યા છે અને દિલ્હી યુનિવર્સીટીમાં તેઓ વીઝીટીંગ પ્રોફેસરની પણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ ફોટો એ દીપક યાત્રી નામના યુવકે ૧૪ સપ્ટેમ્બરના રોજ દિલ્હીના જંતરમંતર પર પાડેલ છે. દીપક એ સ્વતંત્ર પત્રકાર અને ફોટોગ્રાફર છે. દીપકના કહેવા પ્રમાણે જંતરમંતર પર મનરેગા વાળા લોકોનું અંદોલન ચાલતું હતું. આ દરમિયાન દીપક અને તેમના સાથી ઈશ્વર એ પણ ત્યાં હાજર હતા. આંદોલન એ ૧૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલવાનું હતું અને આના લીધે છત્તીસગઢથી ઘણા લોકો આવેલા હતા. આંદોલન દરમિયાન લોકોએ પોતાની માંગણીઓના કારણે પ્રદર્શન કરી રહ્યા હતા.

૧૪ સપ્ટેમ્બરના દિવસે કોઈ ગુરુદ્વારામાંથી આ બધા લોકો માટે ભોજન એક ગાડીમાં આવ્યું હતું. લોકો પણ ત્યાં જ ખાવા બેસી ગયા હતા. અચાનક જ આ અંગ્રેજ જેવો દેખાતો વ્યક્તિએ કોઈની પાસે એક વાટકો માંગે છે અને ત્યાં જ બધાની સાથે ખાવા બેસી જાય છે. દીપક જેવા કેટલાક લોકો એ તેમને ઓળખી ગયા હતા અને તેઓ આ વ્યક્તિને ભરપેટ ખાવાનું ખવડાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમણે જણાવ્યું કે અહિયાં જે પણ લોકો અંદોલન કરી રહ્યા છે તેમના માટે ફક્ત બે જ રોટલી આવી છે તો હું પણ ફક્ત બે જ રોટલી ખાઇશ. દીપકે આ જ સમયે પોતાના મિત્ર સાથી પાસેથી કેમેરો માંગ્યો અને અને ૩ ફોટો પડ્યા અને એ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ જઈ રહી છે.

જ્યા દ્રેજ ૧૯૫૯માં બેલ્જીયમમાં જન્મ્યા હતા. તેમના પિતા એ અર્થશાસ્ત્રી હતા. જ્યા એ ૨૦ વર્ષના હતા ત્યારે જ આપણા દેશમાં આવી ગયા હતા. ૧૯૭૯માં તેઓ ભારતમાં રહેતા હતા. ૨૦૦૨માં તેમને ભારતની નાગરિકતા મળી હતી. જ્યા દ્રેજએ ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હીથી પીએચડી પૂર્ણ કરેલ છે. તેઓ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ, દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસ સાથે દુનિયા અને દેશની ઘણી યુનિવર્સીટીમાં છેલ્લા ૩૦ વર્ષથી વીજીટીંગ લેકચરર છે, અર્થશાસ્ત્ર પર અત્યાર સુધી તેમણે ૧૨ બુકો છપાઈ ગઈ છે. અર્થશાસ્ત્ર માટે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત અમર્ત્ય સેન સાથે મળીને ઘણી બુક લખેલ છે.જે પણ મિત્રોને અર્થશાસ્ત્રમાં રસ હોય તેઓએ જ્યા દ્રેજ દ્વારા લખવામાં આવેલા એકેડેમિક પેપર્સ, રીવ્યુ અને અર્થશાસ્ત્રના લેખો વાંચવા જોઈએ. તેઓ અત્યારે આપણા દેશમાં ભૂખ્યા લોકો, મહિલાઓના મુદ્દે, બાળકોના સ્વાસ્થ્ય માટે, શીક્ષણ પર મહિલા અને પુરુષના સમાન હક વગેરે જેવી બાબતો પર કામ કરે છે. જ્યા દ્રેજ પર અવારનવાર નક્સલને સમર્થન કરવાના આરોપ લાગે છે. છત્તીસગઢના બસ્તરની સામાજિક કાર્યકર બેલા ભાટિયા એ તેમના પત્ની છે. બેલા ભાટિયા પર ઘણી વાર નક્સલીઓની મદદ કરવા માટેના આરોપ લાગેલા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here