રસ્તા ની બાજુમાં લાગેલા આ પથ્થરો ના અલગ અલગ રંગો વિશે જાણો છો તમે? વાંચો ખાસ માહિતી

0

જયારે પણ તમેં રસ્તા પરથી પસાર થાવ છો તો તમે સાઈડમાં કિલોમીટર બતાવતા પથ્થરો ને જોયા હશે જેને મિલ ના પથ્થર પણ કહેવામાં આવે છે. આ પથ્થર રસ્તા પર એટલા માટે લગાવામાં આવે છે જેથી રસ્તા પર જનારા યાત્રીઓ એક શહેર થી બીજા શહેરની વચ્ચેનું અંતર જાણી શકે. આ પથ્થરો પર રસ્તા પર આવતા મુખ્ય શહેરો ના નામ લખેલા હોય છે અને અંતર પણ લખેલું હોય છે જે દિશામાં લોકો સફર કરી રહ્યા હોય.
પણ શું તમે એક વાત ક્યારેય ધ્યાનમાં લીધી છે કે આ પથ્થરોના રંગ અલગ અલગ કેમ હોય છે. આ પથ્થરોમાં એક સફેદ રંગ જે નીચેની તરફ હોય છે જયારે તેના ઉપરના હિસ્સા માં અલગ અલગ રંગો હોય છે, પણ શું તમે આ અલગ અલગ રંગો નો અર્થ જાણો છો?

1. સફેદ અને પીળા રંગનો પથ્થર:જયારે કિલોમીટર બતાવનારા પથ્થર નો રંગ પીળો હોય તો તમે સમજી જાવ કે તમે નેશનલ હાઈ-વે પર છો. આ રંગો નો ઉપીયોગ માત્ર નેશનલ હાઇવે વાળા પથ્થરો પર જ કરવામાં આવે છે.

2. સફેદ અને લીલા રંગ નો પથ્થર:જો તમને રસ્તા પર સફેદ અને લીલા રંગના પથ્થરો જોવા મળે તો સમજી જાવ કે તમે સ્ટેટ હાઇવે પરથી સફર કરી રહ્યા છો. આ રસ્તો જો ખરાબ થઇ જાય તો તેના માટે રાજ્ય સરકાર ને જવાબદાર ગણવામાં આવે છે.

3. સફેદ અને બ્લુ રંગનો પથ્થર:જો તમને રસ્તા પર સફેદ અને બ્લુ રંગનો પથ્થર જોવા મળે તો સમજી જાવ કે તમે કોઈ મોટા શહેરની નજીક છો.

4. કેસરી અને સફેદ રંગ નો પથ્થર:જો કેસરી અને સફેદ રંગનો પથ્થર તમને રસ્તા પર જોવા મળે તો સમજી જાવ કે આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના ના ચાલતા બનેલો છે, તેનાથી એ જાણ થઇ શકે છે કે તમે કોઈ ગામની તરફ જઈ રહ્યા છો.

આ પથ્થરો ની બીજી એક ખાસ વાત એ છે કે જો તમને રસ્તા પર કોઈ સમસ્યા આવે છે તો તમે ક્યાં વિભાગને સૂચિત કરો જેથી તેઓ જલ્દી કાર્યવાહી કરી શકે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!