ખુબ જ રસપ્રદ છે “બ્રા” નો ઇતિહાસ, વાંચો આર્ટિકલમાં કઈ રીતે બ્રા પહેરવાની થઇ શરૂઆત

મહિલાઓના આંતર:વસ્ત્ર નો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે. ભારત સહીત ઘણા દેશોમાં આજે પણ “બ્રા” ના શબ્દને મહિલાઓએ સામાજિક બંધનમાં બાંધી રાખ્યા છે. બોલીવુડની ફિલ્મોમાં મોટા ભાગે કોઈ બોલ્ડ દ્રશ્ય દર્શાવતી વખતે અભિનેત્રીઓને બ્રા માં દેખાડવામાં આવે છે

લગભગ આ જ કારણે સમાજમાં બ્રા ને ભડકાઉ અને સેક્ચ્યુલ વસ્તુ તરીકે જોવામાં આવે છે જેના લીધે પુરુષો બ્રા પર નજર રાખતા હોય છે. 14 વર્ષની ઉંમરે છોકરીનોના સ્તનનો વિકાસ થઇ જતો હોય છે પછી એને બ્રા પહેરવાની સલાહ આપવામાં આવતી હોય છે

જોકે સમાજમાં બ્રા શબ્દને એક સેંકચ્યુઅલ ઓબ્જેક્ટ તરીકે પેશ કરવામાં આવે છે જેથી કિશોરાવસ્થામાં પગ રાખતા જ છોકરીઓ આ બાબતે ગૂંચવણમાં રહે છે કે એને બ્રા પહેરવાની શરૂઆત કઈ ઉમર અને કેવી રીતે કરવી જોય છે

થોડાક સમય પહેલા બ્રા ની બાબતે એક એવો મામલો સામે આવ્યો જે ચર્ચામાં આવી ગયો. દિલ્હીની એક પ્રખ્યાત સ્કૂલમાં નવમું ભણતી વિધાર્થીનીઓ એ સ્કિન કલરની બ્રા ની સાથે સાથે સમીજ પણ પહેરવાનો આદેશ આપ્યો હતો, સાથે સાથે એમને એ પણ સૂચના આપી હતી કે બ્રા પર કોઈ નજર ન નાખે

આવા મામલો વાંચીને તમને પણ કદાચ મનમાં બ્રા નો ઇતિહાસ જાણવામાં માં રસ જાગશે

બ્રા પહેરવાની શરૂઆત ને લઈને કોઈ પાક્કો જવાબ એવો તો અઘરો છે પણ હાલમાં જ એક છાપામાં લેખ માં ઉલ્લેખ કરેલો કે બ્રા નો આવિષ્કાર 1869 માં ફ્રાન્સમાં થયેલો, જ્યાં હર્મીની કેડોલ નામની એક મહિલાએ “જેકેટનુંમાં” કપડા ના 2 કટકા કરીને અન્ડરગારમેન્ટ બનાવ્યા હતા. અને પછી ઉપરના હિસ્સામાં બ્રાની જેમ પહેરવા અને વહેંચવા લાગ્યું.

આધુનિક બ્રા ની શરૂઆત ફ્રાન્સમાં થઇ હતી. કહેવામાં આવે છે કે આ સમયે લંડન નું વિજ્ઞાન સંગ્રહાલય માં જે પુશઅપ બ્રા ની શરૂઆત થઇ ચુકી હતી, જે 19મી સદીમાં બનાવામાં આવી હતી

એક રિપોર્ટ મુજબ અમેરિકા ની સાથે સાથે બીજા પણ દેશોમાં બ્રા પહેરવાની શરૂઆત 1907 માં ત્યારે થઇ જયારે એક ફેશન પત્રિકા “વોગ” માં સૌથી પહેલા બ્રા પહેરેલી યુવતી ને બતાવવામાં આવી. પછી 60 ના દર્શકો માં મહિલાઓએ બ્રા ની વિરુદ્ધમાં આંદોલન શરુ કર્યું અને કહ્યું કે બ્રા થી મહિલાઓ એક સેક્સ ઓબ્જેક્ટ ની જેમ પેશ કરવામાં આવે છે. આ સમય દરમિયાન બ્રા પહેરવાના ખતરા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

એ વાતને સમજવી ખુબ જ જરૂરી છે કે આંત્ર:વસ્ત્ર ને એ હિસાબે જ લેવામાં આવા જોઈએ ના કે કોઈ સેક્સ ઓબ્જેક્ટની જેમ જોવું….

Author: Gujjurocks team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!