કોણ છે હીરા વ્યાપારી રસેલ મેહતા? જેની દીકરી આજે બનવા જઈ રહી છે અંબાણી પરિવારની વહુ… રસપ્રદ લેખ

0

મુકેશ-નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી હવે અમુક જ સમયમાં લગ્નનના બંધનમાં બંધાવાના છે.હીરા વ્યાપારી રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતા સાથે આકાશ અંબાણી સાત ફેરા લેવાના છે. લગ્નના અઠવાડિયા પહેલા જ અંબાણી પરિવારમાં જશ્ન શરૂ થઇ ચૂક્યું હતું. લગ્ન મુંબઈ સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં થાશે. આ મૌકા પર માત્ર જીઓ વર્લ્ડ ને જ નહિ પણ અંબાણી હાઉસ આલીશાન એંન્ટલિયાને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.એવામાં દરેક કોઈ જાણવા માગતું હશે કે આખરે અંબાણી પરિવારની થનારી ભાવિ વહુ શ્લોકા મેહતા કોણ છે? કોણ છે તેના પિતા રસેલ મેહતા? ખાસ વાત એ પણ છે કે લગ્ન થતા જ અંબાણી પરિવારની ધન-દૌલત પણ બે ગણી વધી જાશે.
શ્લોકાનાં પિતા રસેલ મેહતાજી દુનિયાની નંબર વન ડાઈમંડ કંપની ‘રોજી બ્લુ’ના માલિક છે. આ સિવાય તે નીરવ મોદીના સંબંધી પણ છે. ડાઈમંડ રિંગ રસેલ મેહતા અને તેની પત્ની મોના મેહતાના ત્રણ બાળકો છે જેમાં શ્લોકા સૌથી નાની અને ત્રીજા નંબરની સંતાન છે. વર્ષ 2009 માં શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેના પછી તે પ્રિન્સ્ટન યુનિવર્સીટી અભ્યાસ માટે ચાલી ગઈ હતી. ત્યાંથી તેમણે માનવ શાસ્ત્ર(एंथ्रोपॉलिजी)નો અભ્યાસ કર્યો હતો.
શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાઇન્સથી લો માં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી છે. જેના પછીથી વર્ષ 2014 થી શ્લોકા રોજી બ્લુ ફાઉન્ડેશનના ડાયરેક્ટરનું પદ સંભાળી રહી છે. તેના સિવાય શ્લોકા ‘કનેક્ટફોર’ નામની સંસ્થા માં સહ-સંસ્થાપક પણ છે અને તેની દરેક જવાબદારીઓ ઉઠાવી રહી છે. શ્લોકાની કનેક્ટફોર સંસ્થા ટીમમાં એનજીઓની મદદ માટે કામ કરે છે.
25 વર્ષના આકાશ અંબાણી રિલાયન્સ જીઓનો પૂરો કાર્યભાર સંભાળી રહ્યા છે.રિપોર્ટ અનુસાર શ્લોકાની નેટ વર્થ 180 લાખ અમેરિકી ડોલર એટલે કે 120 કરોડ રૂપિયા છે. આ સિવાય શ્લોકાને લગ્ઝરી ગાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેની પાસે મીની કૂપર, મર્સીડીઝ બેન્ઝ અને બેન્ટલે જેવી ગાડીઓ છે તેની વર્ષની આવક 7 કરોડ રૂપીયા છે.Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here