બળાત્કાર ના સીન પર ભડકી હતી શક્તિ કપૂર ની માં, થિએટર છોડીને આવી બહાર, પિતા પણ ખીજાયા અને …..

0

હિન્દી સિનેમાજગત માં સૌથી મોટા વિલેનની લિસ્ટ માં શક્તિ કપૂર પણ શામિલ છે. તેણે પોતાના કેરિયર માં 700 થી  વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 80 થી 81 ની વચ્ચે શક્તિ ની માત્ર બે ફિલ્મો રિલીઝ થઇ હતી જેણે બોલીવુડના સૌથી મોટા ખલનાયક બનાવી દીધા હતા. જો કે શક્તિ કપૂરે અમુક ફિલ્મોમાં સકારાત્મક ભૂમિકા પણ નિભાવી છે. આજે અમે તમને શક્તિ કપૂરના જીવન સાથે જોડાયેલી અમુક રોચક વાતો જણાવીશું.
શક્તિ કપૂર નું સાચું નામ ‘સુનિલ સિકંદરલાલ કપૂર છે’. શક્તિ ને પોતાનું આ નામ બિલકુલ પણ પસંદ ન હતું જેને લીધે ફિલ્મોમાં આવતા જ તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. શક્તિ પંજાબી ફેમિલીમાં જન્મેલા છે, તેમણે દિલ્લી યુનિવર્સીટી ના કરોડીમીલ યુનિવર્સીટી થી પોતાનો અભ્યાસ કર્યો હતો.
શક્તિ એ કાદરખાન સાથે 100 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેમણે નકારાત્મક ભૂમિકા નિભાવી હતી. શક્તિ એ શિવાંગી સાથે લવ મેરેજ કરેલા છે. કહેવામાં આવે છે કે શક્તિ ની શિવાંગી સાથે મુલાકત ફિલ્મ ‘કિસ્મત’ ના શૂટિંગ દરમિયાન થઇ હતી. પહેલી જ મુલાકાત માં તે શિવાંગી ને પ્રેમ કરવા લાગ્યા હતા.તેના પછી શક્તિ શિવાંગી ને પોતાની કાર માં ફરવા માટે લઇ જાતા હતા અને ધીમે શિમે શિવાંગી ને પણ શક્તિ સાથે પ્રેમ થઇ ગયો. પછી બંને એ લગ્ન કરી લીધા. શિવાંગી ફેમસ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી ની બહેન છે.કહેવામાં આવે છે કે શક્તિ કપૂર એકવાર પોતાના પેરેન્ટ્સ ને ફિલ્મ ‘ઇન્સાનિયત કે દુશ્મન’ જોવા માટે લઇ ગયા હતા. ફિલ્મમાં તેના રેપ સીનને જોઈને તેની માં ખુબ જ નારાજ થઇ ગઈ હતી. આ સિવાય તે ચાલુ ફિલ્મમાં સિનેમા હોલની બહાર નીકળી ગઈ હતી. આ સિવાય પિતા એ પણ શક્તિ ને ઘણી ખરી-ખોટી સંભળાવી હતી.શક્તિ એ ફિલ્મ ‘મેરે આગોશ મેં’ માં સૌથી વધુ કોન્ટ્રોવર્શિયલ સીન આપ્યા હતા. આ સીન એટલો વિવાદિત હતો કે ઘણા મહિનાઓ સુધી સેન્સર બોર્ડે આ ફિલ્મને રિલીઝ કરવા માટે પાસ કરી ન હતી. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here