રણવીર સિંહ ની પાસે છે 3 કરોડ ની ગાડી તો દીપિકા પણ ફરે છે 1.50 કરોડની ગાડી માં….રસપ્રદ લેખ વાંચો

0

બૉલીવુડ ના બેસ્ટ કલાકારોમાંના એક રણવીર સિંહ પોતાની પ્રેમિકા દીપિકા સાથે જલ્દી જ સાત ફેરા લેવાના છે. બન્ને એ પોત પોતાના સોશિયલ  મીડિયા એકાઉન્ટ પર પણ પોતાના લગ્ન ની તારીખ અને લગ્ન નું શેયર કર્યું હતું. રણવીર પોતાની ફિલ્મો સિવાય પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ અને આલીશાન લાઈફસ્ટાઇલ ને લીધે પણ જાણવામાં આવે છે. લોકોએ તેની એક્ટિંગ ની સાથે સાથે તેનું ડ્રેસઅપ કરવાનું પણ ખુબ સારું લાગે છે.રણવીર ની વર્ષ ની નેટવર્થ 136 કરોડ રૂપિયા છે. જયારે તેની વર્ષ ની ઇન્કમ લગભગ 32 કરોડ રૂપિયા છે. તેની સાથે જ રણવીરે મુંબઈ ના બાંદ્રા માં એક નવું ઘર પણ ખરીદ્યું છે. આ ઘરની કિંમત 8 થી 10 કરોડ રૂપિયા છે. આ ઘર શ્રી એપાર્ટમેન્ટ માં છે. આ સિવાય ગોવા માં પણ રણવીર નો 9 કરોડ નો બંગલો છે, આ સિવાય રણવીર ને લગ્ઝરી કાર્સ નો પણ ખુબ જ શોખ છે.
તેની પાસે મર્સીડીઝ બેન્ઝ GL-Class SUV કાર છે જેની કિંમત 2 થી 3 કરોડ રૂપિયા છે. તેના સિવાય 1 કરોડ રૂપિયા ની કિંમત ની જગુઆર એક્સએજલ કારના પણ માલિક છે. રણવીર ની પાસે બ્લેક કલર ની Toyota Land Cruiser Prado કાર પણ છે, જેની કિંમત 93 લાખ રૂપિયા છે.જયારે દીપિકા ની લાઈફ સ્ટાઇલ ની વાત કરીયે તો તેની નેટ વર્થ વર્ષના 102 કરોડ રૂપિયા છે, અને વર્ષ ની ઇન્કમ 21 કરોડ રૂપિયા છે. ફિલ્મ પદ્માવત માટે દીપિકા એ સૌથી વધુ 11 કરોડ રૂપિયા ફી લીધી હતી. દીપિકાના કાર કલેક્શન ની વાત કરીયે તો તેની પાસે BMW 5 સિરીઝ ની ઘણી ગાડીઓ છે. જેની કિંમત 64 લાખ જણાવામાં આવી રહી છે. દીપિકાની પાસે ઓડી-8 પણ છે જેની કિંમત 1.56 કરોડ રૂપીયા છે. તેની પાસે ઓડી-Q7 પણ છે જેની કિંમત 93.35 લાખ છે.
રણવીર-દીપિકા ઘણા મોંઘા એક્સરસિરીઝ ના શોખીન છે. રણવીર સિંહ ને શૂઝ નો પણ ખુબ જ શોખ છે. તેની પાસે લગભગ એક હજાર શૂઝ નું કલેક્શન છે. જેઓની કિંમત 68 લાખ રૂપિયા છે, દીપિકા પણ બૉલીવુડ માં ફેશનેબલ કપડા અને બેમિસાલ સ્ટાઇલ માટે જાણવામાં આવે છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here