ધોડા પર સવાર થઈને નહી, પણ પોતાનાં ખાસ અંદાજથી સી – પ્લેનમાં સવારી કરી જાન લઈને જશે રણવીર..રસપ્રદ લેખ વાંચો

0

દીપવીરના લગ્ન સાથે જોડાયેલી એક એક ખબર માટે ફેન્સ ખુબ એક્સિસાઇટેડ છે. તાજેતરમાં લેક કોમોમાં થઈ રહેલ દિપીકા અને રણવીરની લગ્નની તૈયારીની પહેલી તસવીર વાયરલ થઈ હતી . હવે લગ્નમાં દુલ્લા રાજા રણવીર સિંહની એન્ટ્રીથી લઈને તાજા અપડેટ થઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર અલગ અલગ અંદાજ માટે જાણીતા રણવીરકપૂર તેની બારાત લઈને ઘોડી પર સવાર થઈને નહી જાય પણ જશે કઈક અલગ અંદાજમાં.
અતરંગી કપડાં સિવાયના રણવીર સિંહની કંઇક અલગ કરનારી ઇચ્છાઓ ફિલ્મોમાં જ નહી પણ તેની અસલ જીવનમાં પણ જોવા મળે છે. એની આ જ હરકતને પૂર્ણ કરવા માટે રણવીરએ પોતાની બારાતની એન્ટ્રીની પણ ખાસ ગોઠવણ કરી છે.

પિંકવિલાની અહેવાલ મુજબ, રણવીર ઘોડી પર નહિ, પણ પાણીના માર્ગોથી દિપીકા સાથે લગ્ન કરવા આવશે.માહિતી અનુસાર, આ લગ્નમાં કલર કોમ્બિનેશનનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

લગ્નની તૈયારી વચ્ચેની દિપીકા અને રણવીરની રીસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાર્ડ મુજબ, દિપીકા અને રણવીર 28 નવેમ્બરે મુંબઇના ગ્રેડ હયાત હોટેલમાં રીસેપ્શન પાર્ટી રાખશે. આ કાર્ડ પર દિપીકાના માતાપિતા ઉપરાંત, રણવીરનાં માતા-પિતાનું નામ પણ લખ્યું છે. એટલે કે આ કાર્ડ બંને બાજુના પરિવાર તરફથી છે.
અહેવાલ મુજબ, રણવીર સિંહ દુલ્હા બનીને સી-પ્લેનથી બારાત લઈને આવશે. સૂત્રો અનુસાર, આ પ્લેન માં 14 લોકોને બેસવાની વ્યવસ્થા છે. એવામાં માં રણવીરના પરિવાર ઉપરાંત, નજીકના લોકો આ પ્લેન માં બેઠા હશે અને લગ્નની વેન્યુ સુધીના પ્રવાસ પણ નક્કી કરાશે. ત્યાં બાકીના મહેમાનો લાગ્જરી યૉટમાં બેસીને આવશે, કહેવાય છે કે લગ્નમાં જોડાનારાઓ માટે 2 યાટ બુકિંગ થયેલ છે.

તમને જણાવી દઈએ કે , રણવીર બે રીતી રિવાજોથી લગ્ન કરી રહ્યાં છે. એક કોંકણી અને બીજું સિંધી. આ બંને રીત રિવાજના લગ્ન 14 અને 15 નવેમ્બર છે. લગ્નની જેમ બે રીસેપ્શનને પણ આ કપલ હોસ્ટ કરશે. આ લગ્નમાં કેટલાક નજીકનાં મિત્રો અને પરિવારના લોકોનો સમાવેશ થાય છે. એવું સાંભળવા મળી રહ્યું છે કે આ બંને તેમનાં લગ્નમાં સબ્યાસાચીના ડિઝાઇન કરેલા કપડાં પહેરશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here