રણવીર-દીપિકા ના લગ્નની ડેટ થઇ ફાઇનલ, અત્યાર સુધીના બોલીવુડના સૌથી મોંઘા લગ્ન થશે આ જગ્યાએ, તસ્વીરો આવી સામે….

0

અનુષ્કા અને વિરાટ ના લગ્ન પછી હવે ફેન્સ ને લાંબા સમયથી દીપિકા અને રણવીર ના લગ્નની રાહ હતી. હવે ફેન્સની આ રાહ ખતમ થઇ ગઈ છે કેમ કે દીપિકા અને રણવીરના લગ્નની ડેટ ફાઇનલ થઇ ગઈ છે. સાથે જ ગેસ્ટ લિસ્ટ પણ સામે આવી ગઈ છે.જાણકારી અનુસાર દીપિકા-રણવીરના લગ્ન 20 નવેમ્બર ના રોજ ફિક્સ થયા છે. તેની પહેલા પણ એ ખબર સામે આવી હતી કે અનુષ્કા વિરાટની જેમ દીપિકા-રણવીરે પણ પોતાના લગ્ન ઇટલીમાં કરવાનું વિચાર્યું છે. ઇટલીના લેક કોમો નામની જગ્યા પર દીપ-વીર સાત ફેરા લેવાના છે.
મહેમાનોની વાત કરીયે તો દીપિકા અને રણવીરના લગ્નમાં માત્ર 30 લોકોને બોલાવાનો જ નિર્ણય કર્યો છે. તેમાં માત્ર નજીકના કુટુંબીજનો અને મિત્રો શામિલ થશે. હજી સુધી કોઈ બૉલીવુડ સેલિબ્રિટીને લગ્નમાં શામિલ થવાની જાણકારી મળી નથી.વેન્યુ ની વાત કરીયે તો રણવીર-દીપિકા એ લેક કોમો નામની જગ્યા ને પસંદ કર્યું છે જે ઇટલી માં લોમ્બાર્ડી માં છે. આ લેકની પાસે ખુબ જ સુંદર વિલા છે. અહીં પર જ લગ્નના દરેક રીત રિવાજોને પુરા કરવામાં આવશે.આ વિલાની તસવીરો જોશો તો તમને જન્નત જોવા મળશે. જાણકારી હતી કે અનુષ્કા-વિરાટે પોતાના લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા પણ દીપિકા અને રણવીર નો ખર્ચો 100 કરોડ કરતા પણ ઉપર જાવાનો છે. તેનો અંદાજો તમેં ડેસ્ટિનેશનની તસવીરો જોઈને જ લગાવી શકો છો.લગ્ન પછી ભારતમાં બે રીસેપ્શન યોજવામાં આવશે. જેમાં એક મુંબઈ માં અને બીજું દીપિકાના હોમટાઉન બેંગ્લોરમાં. ‘સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર’ ના એક્ટર કબીર બેદીએ 13 ઓગસ્ટના રોજ રણવીર અને દીપિકા ના લગ્નની ડેટ ફિક્સ થવાની શુભકામનાઓ આપી હતી.તેમણે પોતાના ટ્વીટાર એકાઉન્ટ પર લખ્યું કે, ”Great couple! Great locale in Italy! Great event! Wishing @RanveerOfficial and @deepikapadukone a wonderful wedding, and a lifetime of happiness.’Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here