રણજીત સિંહ : ભારતનો એવો પહેલી ક્રિકેટર જેણે પોતાની પહેલી જ મેચમાં રચ્યો ઇતિહાસ …વાંચો લેખ

0

રણજીત સિંહને ભારતનો પહેલો ક્રિકેટર કહેવામાં આવે છે. તેમનો જન્મ નવાનગર ગુજરાતમાં થયો હતો. રણજીત સિંહને બાળપણમાં ક્રિકેટ પ્રત્યે કોઈ રુચી ન હતી. કારણ કે તેમને તેઓ ટેનિસ રમવાનું વધારે પસંદ કરતા હતા. ઇંગ્લેન્ડમાં તેમના અભ્યાસ દરમિયાન, તેઓએ જોયું કે લોકોને ક્રિકેટમાં વધારે રસ છે. બસ, ત્યારથી એમણે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું.

તે સમયે ઈંગ્લેન્ડમાં Susex Cricket Club ખૂબ પ્રસિદ્ધ ક્લબ હતી. સ્નાતક થયા પછી રણજિત સિંહે આ ક્લબ માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તે સમયે કોને ખ્યાલ હતો કે આ ભારતમાં જ્ન્મ લેનાર આ ક્રિકેટર આગળ જતાં ભારત દેશનું નામ રોશન કરશે.

વિદેશી ક્રિકેટ ક્લબમાં પહેલો ભારતીય કેપ્ટન :

રણજિત સિંહે Susex માટે ચાર વર્ષ સુધી કેપ્ટનશીપ સંભાળી. તેમનો રેકોર્ડ પહેલી શ્રેણીનાં ક્રિકેટમાં ખૂબ સારો હતો. તેમણે પ્રથમ શ્રેણીની 307 મેચમાં સરેરાશ 56 સદી અને 109 અર્ધ સદીઓ સાથે 24,692 રન કર્યા.

ઇંગ્લેન્ડની ટીમમાં પ્રથમ ભારતીય તરીકેની પસંદગી

રણજીત સિંહ ઈંગ્લેન્ડની ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર ભારતનો પ્રથમ ક્રિકેટર હતો. જ્યારે 1896માં રણજીત સિંહની પસંદગી ઈંગ્લેન્ડની ટીમમાં થઈ હતી, ત્યારે પણ તેમના પર ઘણો વિવાદ હતો. ઇંગ્લેન્ડના ક્રિકેટર લાર્ડ હારીસે કહ્યું હતું કે, રણજિત સિંહનો જન્મ ઇંગ્લેન્ડમાં નથી થયો, તેથી તે ઇંગ્લેન્ડની ટીમમાં તેમની પસંદગી ન થવી જોઈએ.

આમ છતાં, રણજિતને ઓસ્ટ્રેલિયા સામે પસંદ કરવામાં આવ્યું. પ્રથમ ટેસ્ટ મેચમાં રણજિતસિહને કોઈ જ તક ના મળી. પરંતુ માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રણજિતસિંહને રમવાની તક મળી. પ્રથમ દાવમાં, રણજીત સિંહે 62 રન બનાવ્યા, જ્યારે બીજી ઇનિંગમાં તેણે ધમાકેદાર બલ્લેબાજી કરીને 23 ચોગા ફટકારીને 154 રનની અણનમ ઇનિંગ રમી.

આ સાથે, રણજીત સિંહ વિશ્વની પહેલા ક્રિકેટર બન્યા, જેણે પોતાની પહેલી જ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં અડધી સદી અને બીજા દાવમાં સદી ફટકારી હતી. એટલું જ નહીં, તે પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી હતો અને તે આજ સુધી અણનમ રહ્યો છે.

રણજીતસિંહે પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન ઇંગ્લેન્ડ માટે 15 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે 44.96 ની સરેરાશ સાથે 989 રન કર્યા હતા. મુખ્ય બાબત એ છે કે તેઓ ઓસ્ટ્રેલિયા સામે આ તમામ મેચ રમ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર તેણે પોતાની ક્રિકેટ કારકીર્દિની પ્રથમ અને અંતિમ મેચ રમી હતી. તેણે છેલ્લી મેચમાં બંને ઇનિંગ્સમાં ફક્ત 6 રન કર્યા હતા.

રણજિત સિંહનાં નામ પરથી જ છે રણજી ટ્રોફી :

1904 માં રણજિત સિંહ ભારત પાછા ફર્યા. આ સમય દરમિયાન, તેમણે ભારતમાં ક્રિકેટનો પ્રચાર કર્યો. રણજીત સિંહે ક્રિકેટને એટલો બધો પ્રેમ કર્યો હતો કે તે 48 વર્ષની ઉંમરે પણ ભારત માટે પહેલી શ્રેણીની ક્રિકેટ મેચ રમવા માંગતા હતા. 1907 માં રણજિતસિંહ નવાનગરના મહારાજા બન્યા. વર્ષ 1934 માં ભારતે રણજીત સિંહના નામ પરથી રણજી ટ્રોફીની મેચ રમવાની શરૂઆત કરી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here