જાણો કેમ હિન્દૂ પરિવાર માં રાંદલ માં ના લોટા તેડવામાં આવે છે, શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

0

ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલનાં લોટા તેડવાની પ્રથા છે. અને દરેક ગુજરાતી હોંશે હોંશે માતા રાંદલનાં લોટા ટેડે છે. રાંદલનાં લોટા રવીવારે કે મંગલવારે જ તેડવામાં આવે છે ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના મોટાનું સ્થાપન બાજોઠ પર કરવામાં આવે છે અને તેને શોળે શણગાર સજાવવામાં આવે છે..પૂજા અર્ચના કરવામાં આવે છે. બપોર થતાં તેર ગોયણીઓને જમવા બોલાવવામાં આવે છે ને માં રાંદલનાં ગરબા ને ગીતો ગાઈને ધોડો ખૂંદીને બધી જ ગોયણીને ખીર ને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે. અને સાંજે પણ સંધ્યા સ્માએ માતાના ગરબા ગાવામાં આવે છે ને બીજે દિવસે સવારે કૂવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવામાં આવે છે.

માતા રાંદલનો ઇતિહાસ :
માતા રાંદલનાં ઘણા નામો છે. રન્નાદે,રાનલ દે, સંજ્ઞા દે, અનેક અનેક નામોથી માતા રાંદલને પૂજવામાં આવે છે. માતા રાંદલ ભગવાન સૂર્યના પત્ની છે અને રાજા યમ અને નદી યમિનનાના માતા પણ છે. જ્યારે શનીદેવ અને તાપી નદી માતા રાંદલનાં છાયાના સંતાનો છે. સૂર્ય દેવે માતા અદીતીની ઇચ્છાને માન આપીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા.

એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગ્ન કરવા માટે મનાવે છે. સૂર્ય ભગવાન માની જાય છે. ત્યારે માતા આદિતી દેવી કાંચના પાસે જાય છે ને પોતાની દીકરી રન્નાદેનો હાથ તેના દીકરા સૂર્ગ માટે માંગે છે. માતા અંચનાને તો ના કહી કે તમારો દીકરો તો આખો દિવસ ઘરની બહાર રહે છે..મારી દીકરી તો ભૂખે મરી જાય…ત્યારે એ જ સમયે આંચના દેવી માતા અદિતિના ઘરે તાવડી માંગવા માટે આવે છે અને ત્યારે માતા અદીતી કહે છે કે હું તાવડી તો આપું પણ જો ટૂંટી જશે તો હું ઠીકરી ની જગ્યાએ દીકરી માંગીશ. અને એ જ સમયે રસ્તામાં બે આખલા લડાઈ કરતાં હતા ને એ આંચના દેવીના હાથમાં રહેલ તાવડીને સાથે અથડાય છે ને તાવડીને તોડી નાખે છે ને ત્યારબાદ પોતાની શર્ટ મુજબ રન્નાદે ના લગ્ન ભગવાન સૂર્યદેવ સાથે થયા હતા.
લગ્ન પછી રાંદલ માતા સૂર્યભગવાનના તેજ સામે ટકી શકતા નથી. તે સૂર્ય ભગવાન તરફ નજર પણ માંડી શકતા ન હતા. એટ્લે તેમણે તેમનું બીજું રૂપ છાયા ને પ્રગટ કરી તે પીઆર જતાં રહે છે. ને પછી તેમના પિતા સમજાવે છે એ સમયે તેમના પિતા એવું કહે છે કે દીકરી તો સાસરે જ શોભે. આવા તિરસ્કાર ભરેલ શબ્દોથી માતા રાંદલને દુખ લાગે છે ને તેઓ પૃથ્વી પર ધોડીનું સ્વરૂપ લઈને આવે છે ને એક પગે ઊભા રહીને તપ કરે છે.

બીજી બાજુ છાયાને ભગવાન સૂર્ય રન્નાદે સમજે છે ને એ સમયે તેમણે પુત્ર શનિ દેવ અને તાપી નો જન્મ થયો. એક સમયે યમ અને શનિ ને ખૂબ લડાઈ થાય છે ને એ સમયે યમને છાયા શ્રાપ આપે છે….
આ સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવવિચારે છે કે છાયા એ યમની માતા છે અને માતા કોઈ દિવસ દીકરાને શ્રાપ આપે નહી. નક્કી વાતમાં કઈક રહસ્ય છે. એ સમયે એ સાચું શું છે એ જાણવા છાયાને પૂછે છે ને સાચું બતાવવા કહે છે. ત્યારે છાયા સાચું કહે છે કે હું રાંદલની છાયા છુ ને રાંદલ તો પૃથ્વી પર ધોડી સ્વરૂપે તપ કરી રહી છે. ને આ જાણી ભગવાન સૂર્ય પણ ધોડાનું સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર આવે છે ને રાંદલ નું તપ ભંગ કરે છે.
ત્યારે આશ્વ ઘોડો ને અશ્વિની ઘોડીનાં નસ્‍કોરા માંથી અશ્વિનીકુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણદેવ દેવી રાંદલના કહેવાથી તેમનું તેજ ઓછું કરે છે ને આ પૃથ્વીને તેમના આકરા તાપથી બચાવવાનું વચન આપે છે.
આ બાજુ દેવી રાંદલનાં તપથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જેકોઈ દેવી રાંદલનાં બે લોટા તેડશે. તેમના ઘરમાં, સુખ, શાંતિ ને પ્રગતિ થશે. એક લોટો દેવી રાંદલનો અને એક લોટો દેવી છાયાનો. આમ રાંદલ છાયાના લોટા તેડવાની પરંપરા બની.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here