રણવીર કપૂર ની એક સલાહથી અંદરથી તૂટી ગયા હતા અર્જુન કપૂર, આજ સુધી છે તે વાતનો અફસોસ….

0

અર્જુન કપૂર પોતાની સાવકી બહેન જ્હાન્વી કપૂર ની સાથે કરન ના શો કોફી વિથ કરન માં આવ્યા હતા.જેમાં અર્જુન કપૂરે પોતાના જીવન સાથે જોડાયેલ ઘણા ખુલાસાઓ કર્યા હતા. આ દરમિયાન અર્જુન કપૂરે એક્ટર રણબીર કપૂર ને લઈને એક એવી વાત જણાવી હતી જેને જાણીને હેરાન રહી જાશો.અર્જુન કપૂર ના શો ના દરમિયાન કરન જોહરે તેમને ઘણા સવાલો પૂછયા હતા. શો ના દરમિયાન જયારે અર્જુન ને પૂછ્યું કે તું રિલેશનશિપ ને લઈને વરુન ધવન કે પછી રણબીર કપૂર માંથી કોની સલાહ લેવાનું પસંદ કરશો?” જવાબ માં જણાવ્યું કે,”તમે સાચેમાં પાગલ થઇ ગયા લાગો છો, મને લાગે છે કે એક્ટર્સ એક બીજાને સલાહ આપવામાં ખુબ ખરાબ છે”.
અર્જુન કપૂરે કહ્યુ કે,”એક વાર મેં રણબીર કપુર પાસેથી આ બાબતની સલાહ લીધી હતી. તેના પછીના દિવસે મેં રિલેશન તોડી નાખ્યું. એક દિવસ અમે બંને બાલ્કની માં એકસાથે હતા ત્યારે રણબીરે અંધારા ના તરફ જોયું અને કહ્યું-”તું ખુશ નથી, જાવા દે”. સાત દિવસ પછી મને એ અનુભવ થયો કે મારે બ્રેકઅપ કરવું જોઈતું ન હતું”. અર્જુને જણાવ્યું કે,”બ્રેકઅપ થયા પછી હું ખુબ જ ચિંતિત હતો. માટે કોઈપણ રણબીર પાસેથી રિલેશન ને લઈને સલાહ ના લે તે જ બેસ્ટ છે. તમને જણાવી દઈએ કે હાલમાં અર્જુન કપૂર અને મલાઈકા ના અફેયર ની ચર્ચા ખુબ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વર્ષ 2019 માં લગ્ન કરી શકે તેમ છે. રિપોર્ટ અનુસાર બંને એ એક આલીશાન ઘર પણ ખરીદી લીધું છે જે મુંબઈ ના લોખંડવાલા કોમ્પ્લેક્સ ની પાસે છે. મલાઈકા અને અર્જુન લગ્ન પછી આ જ ઘરમાં રહેવાના છે. હાલના દિવસોમાં બંનેને મોટાભાગે એકસાથે સ્પોટ કરવામાં આવે છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here