રણબીર કપૂરની કુલ સંપત્તિ જાણીને ચોંકી જાશો તમે, ફિલ્મ સંજુ પછી તો તેમાં ત્રણ ગણો વધારો થયો છે….

0

રણબીર કપૂરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ છવાઈ ગઈ છે. રાજુ હીરાનીના બેહતરીન ડાયરેક્શનમાં બની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ કાયમ કરતી જઈ રહી છે. સંજુ એ આગળના દિવસોમાં 261.83 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે જોવાનું છે કે આ ફિલ્મ 300 કરોડ નો આંકડો પાર કરે છે કે નહિ.સંજય દત્ત ની બાયોપિક સંજુ રણબીર કપૂરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તના કિરદારમાં નજરમાં આવેલા રણબીર કપૂરના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરે સંજય દત્ત જેવા દેખાવા માટે ખુબ જ મેહનત કરી છે. ફિલ્મમાં રણબીરના લુક, એક્ટિંગ અને ડાઈલોગ ને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
જ્યા આગળના પાંચ વર્ષથી રણબીર ની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ નથી કરી શકી, જયારે સંજુ ને રણબીર કપૂરના કેરિયરને એક ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે. પોતાના લુક અને ડાઇલોગને લઈને રણબીરે દરેક નાની-નાની વાતો નું ધ્યાન રાખતા ખુદને તૈયાર કર્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મ માટે રણબીરે સંજય દત્ત બનવા માટે પુરા 25 કરોડની ફી લીધી હતી.
જો કે આ પહેલી વાર નથી જેના માટે રણબીરે આવળી મોટી ફી વસૂલી હોય. તે બોલીવુડમાં સૌથી વધુ ફી લેનારા અભિનેતાઓમાં સામીલ છે. આજે અમે તમને રણબીર કપૂરની કમાણી વિશે જણાવીશું.
2017 માં બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારાઓમાં તેનું પણ નામ રહ્યું છે. તે સમયે રણબીરની અનુમાનિત વર્ષની કમાણી 8 મિલિયન અમેરિકી ડોલર(55 કરોડ કરતા પણ વધુ) આંકવામાં આવી હતી.
હાલના સમયમાં રણબીરની નેટ વર્થ 320 કરોડ રૂપિયાની નજીક છે. જેમાં રેન્જ રોવર, મર્સીડીઝ, ઓડી, બેન્ટલે અને હાલ માં જ ખરીદવામાં આવેલી ફેરારી સહીત 9 લકઝરી કાર્સની કિંમત પણ શામિલ છે. આ કાર્સની કુલ કિંમત 11 કરોડ જેટલી છે. સાથે જ દક્ષિણ મુંબઈમાં તેનો એક લકઝરી એપાર્ટમેન્ટ ફ્લેટ પણ છે, જેની કિંમ 16 કરોડ રૂપિયા છે.
હવે જેવી જ બોક્સ ઓફિસ પાર સંજુ ફિલ્મ રિલીઝ થઇ કે કેરિયર માટે ખુબ સુપર હિટ સાબિત થઇ છે, તો અનુમાન છે કે તેનું આ નૅટવર્થ વર્ષના 18 થી 22 પ્રતિશત વધશે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!