રણબીર કપૂર એ 11 વર્ષ પછી એવું રહસ્ય ખોલ્યું, કે તેને જાણી ને ઋષિ કપૂર અને નીતુ કપૂર નાં પગ નીચે થી જમીન ખસી જશે….

0

‘ સંજૂ “ ફિલ્મ માં સનાજય દત્ત ની જીન્દગી થી જોડાયેલા દરેક સાપેક્ષ ને બતાવવામાં આવ્યા છે પરંતુ સૌથી વધારે દર્શકો ને આકર્ષિત કરવામાં સંજૂબાબા નો એવો સમય રહ્યો હતો કે જેમાં તેમને વ્યસન ની આદત પડી ગઈ હતી. ફિલ્મ માં બતાવવા માં આવ્યું છે કે કેવી પરિસ્થિતિઓ માં સંજય દત્ત વ્યસન નાં દલદલ માં ફસાયા અને તેમાંથી બહાર નીકળવા માટે કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડી. મોટા પરદા પર સંજય દત્ત ની જિંદગી જીવ્યા પછી હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન રણબીર કપૂર ને વ્યસન વિષે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલ ના જવાબ માં રણબીર કપૂર એવી વાત કહી ગયા કે જેને જાણી ને તમે આશ્ચર્ય પામી જશો. ડેક્કન ક્રોનિકલ સાથે ઈન્ટરવ્યું દરમિયાન રણબીર કપૂર એ મોટો ખુલાસો કર્યો છે. “ સંજૂ “ ફિલ્મ માં રણબીર કપૂર નાં અભિનય ની લોકો એ ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. તેમને મોટા પરદા પર સંજય દત્ત ની વ્યસન ની લત ને રીલ લાઈફ એટલે કે ફિલ્મી જીવન માં પણ જીવી ચુક્યા છે. ઈન્ટરવ્યું દરમિયાન જયારે રણબીર ને વ્યસન વિષે સવાલ કરવા માં આવ્યો તો તેમનો જવાબ આશ્ચર્ય પમાડે તેવો હતો.

રણબીર કપૂર ને પૂછવામાં આવ્યું કે, “ શું તમે ક્યારેય વ્યસન કરવાની કોશિશ કરી છે? તે બાબતે રણબીરે કહ્યું- કોલેજ માં હું ખરાબ સંગત માં ફસાઈ ગયો હતો. તે દરમ્યાન મેં વ્યસન કરવાની કોશિશ કરી હતી. બહુ જલ્દી જ મને મારી ભૂલ નો પસ્તાવો થયો અને સમજાયું કે જો હું આંમ જ વ્યસન કરતો રઈસ તો જીવન માં ક્યારેય પણ કઈ નહિ કરી શકું. તે દરમ્યાન જ મેં વ્યસન ને લગતી ઘણી જ રીસર્ચ કરી હતી.”

તેની સાથે જ રણબીર કપૂર એ પોતાની બીજી એક આદત વિષે ખુલાસો કરતા કહ્યું – દરેક વ્યક્તિ પોતાના જીવન માં ભૂલો કરતા હોય છે. મને પણ નિકોટીન ની આદત લાગી ગઈ હતી કે જે બીજા વ્યસન કરતા પણ ખરાબ છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર ની “સંજૂ” બોક્સ ઓફીસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે.

“સંજૂ” એ પાંચ જ દિવસ માં ૧૫૦ કરોડ નાં આંકડા ને પાર કરી લીધો છે અને બહુ જ જલ્દી ૨૦૦ કરોડ સુધી પહોચવાની તૈયારી માં છે. હાલમાં જ “સંજૂ” ફિલ્મ ની સફળતા પછી તેની ભવ્ય ઉજવણી કરી હતી. આ ભવ્ય ઉજવણી માં ફિલ્મ ની પૂરી ટીમ અને સ્ટાર કાસ્ટ ઉપસ્થિત હતી પરંતુ વિક્કી કૌશલ આ ઉજવણી માં ગેરહાજર રહ્યા હતા. વિક્કી પોતાની ફિલ્મ નાં શુટિંગ માટે સેરેબીયા ગયા છે. ઉજવણી દરમ્યાન રણબીર કપૂરે વિક્કી ને વિડીયો કોલ પણ કર્યો હતો જેનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!