ફરવા જાવ એવી ફિલ્મી દુનિયામાં, જ્યાં જોવા મળશે મસ્તી, મેજીક અને રોમાંચ …

0

વિકેન્ડપર જો તમે પરિવાર સાથે ફરવા જવા માટેની યોજના બનાવી રહ્યા છો ? તો પછી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ ‘રામોજી ફિલ્મ સિટી’ હશે.

રામોજી ફિલ્મ સિટીમાં, વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી માટે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે નામાંકિત પણ કરવામાં આવી છે, તમને પ્રવાસના દરેક અનુભવ સુખદ મળશે.હૈદરાબાદથી લગભગ 25 કિલોમીટર દૂર 2000 એકર જમીનમાં બનાવવામાં આવેલી છે આ ફિલ્મસિટી. આમ જોઈએ તો ફીલ્મોના શૂટિંગ માટે બેસ્ટ સ્થળ છે, પરંતુ પ્રવાસીઓ માટે પચાસથી વધુ નાના મોટા મનમોહક બગીચાઓ પણ આવેલા છે.

જાપાનીઝ ગાર્ડન, ડિઝર્ટ ગાર્ડન અને કૉમ્બો બગીચા આ બધા સુંદર બગીચાઓમાંના એક છે. ખાસ વાત એ છે કે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલ દરેક નાની મોટી વસ્તુ અહીંયા બતાવવામાં આવશે.આ સિવાય, મ્યુઝિક જાદુગરના શો, સ્ટંટ શો, સ્પેસ ટ્રાવેલ અને એડવેન્ચર અહીની વિશેષ સુવિધાઓ અને ખસીયત છે.દક્ષિણ ભારતના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને પદમવિભૂષિત રામોજી રાવે આ 1996માં આ ફિલ્મ સિટીની રચના કરી હતી. ફિલ્મના નિર્માણની સાથે સંકળાયેલ દરેક નાની મોટી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, તેમણે આવા એક ફિલ્મ સીટીની કલ્પના કરી હતી.

જેમાં એવું કહેવામાં આવે છે કે ફિલ્મ નિર્માતાઓ અહીં ફક્ત સ્ક્રીપ્ટ લઈને જ આવે છે. અને બનેલી ફિલ્મ સાથે પરત આવે છે. દર વર્ષે લગભગ 200 ફિલ્મો જેટલી ફિલ્મો અહીંયા શૂટ કરવામાં આવે છે. અત્યાર સુધી, લગભગ 2000 ફિલ્મો અહીં શૂટ કરવામાં આવી છે.

ફિલ્મોમાં પડતાં વરસાદને કેવી રીતે બતાવવામાં આવે છે, વીજળી કેવી રીતે થાય છે અને અવાજ કરે છે અને એક્શન દ્રશ્યો કેવી રીતે બનાવવામાં આવે છે તે બધુ જ અહીંયા આરામથી થઈ શકે છે. .

બોમ્બ વિસ્ફોટ કેવી રીતેકરવો, રોમેન્ટિક સીન કેવી રીતે શૂટ કરવા,? ઉદાસ ગીતો ફિલ્માંકનમાં ક્યાં લેવા? હોલીવુડના લોકેશન કેવી રીતે બનાવવા આ બધા વિશે માત્ર જાણવું જ નહીં, પરંતુ રામોજી ફિલ્મ સિટીમાં જોવું એ પણ એક સુખદ અનુભવ છે.

રામોજી ફિલ્મ સિટીમાં શરૂઆત સવારે યુરેકાના મકાનોમાં ગ્રાન્ડ ઓપનિંગ સાથે થાય છે. વિવિધ રાજ્યોના લોક કલાકારો કલા પ્રદર્શિત કરે છે. આખા દેશમાં લગભગ 750 જેટલા કલાકારો પ્રવાસીઓને કેટલાક સ્વરૂપોમાં મનોરંજન કરાવવા માટે તૈયાર હોય છે.

રામોજી ફિલ્મ સીટીની ખાસિયત એ છે કે આ જગ્યા એટલી વિશાળ છે કે આ જગ્યા પર જ એક નહી પૂરા પાનસો ફિલ્મ શૂટિંગ માટે અલગ અલગ પ્રકારના સેટ તૈયાર કરવામાં આવ્યા છે. અને આ જ સેટ પર એક કે બે નહી પામ બસોથી વધારે ફિલ્મોના અહીંયા શૂટિંગ કરવામાં આવ્યા છે, જે ભારતની મોટાભાગની ફિલ્મો સુપર હીટ ગઈ છે. તેમજ અહીંયા બોલોવૂડના કે વિદેશના સીન પ્લે થઈ શકે એટળે ફોરેનના લોકેશન સેટ તૈયાર કરવામાં આવ્યા છે. એક ફિલ માટે બધા જ પ્રકારના આઉટ ડોર તમને અહીંયા એકસાથે જોવા મળશે. આ ફિલ્મ જી ફિલ્મ સીટીમાં જો તમારે  સાથે બાળકો હશે તો બાળકોને ખૂબ જ મજા પડી જશે, બાળકો માટેના સ્પેશિયલ કિડ્સ ગાર્ડન, કાર્ટૂન મૂવી થ્રી ડી થિયેટર વગેરે …જોવા મળશે.araant

.આ ઉપરાંત અહીંયા યુવાનોને મજા આવે એટ્લે યુરેકા શોપિંગ મોલ, કોમ્પ્લિમેન્ટરી રાઇડસો, બ્રેક ડાન્સ,જેવી અનેક રાઈડસનો તમે ભરપૂર આનંદ ઉઠાવી શકશો ને માણી શકશો .

આ એવું ફિલ્મ સીટી છે જ્યાં તેનું પોતાનું જ રેલ્વે સ્ટેશન, એરપોર્ટ છે. તેમજ અહીંયા મોટા મોટા ભવ્ય મંદિરો અને ચર્ચ બનાવવામાં આવ્યા હે. એ ઉપરાંત અહીંયા મહેલ જેવા ભવ્ય મકાનોની સોસાયટી પણ બનાવવામાં આવી છે. અને આ જ સીટીમાં નાનકડું એક ગામડું પણ બનાવવામાં આવ્યું છે. જેના કારણે ફિલ્મના શૂટિંગમાં બધી જ પ્રકારના સેટ તરત જ શૂટ કરી શકાય. તમે બાહુબલી મૂવી તો જોયું જ હશે ? એ મૂવી આખું આ રામોજી ફિલ્મ સીટીમાં જ શૂટ કરવામાં આવ્યું હતું. .રામોજી ફિલ્મ સિટીમાં સમયાંતરે કાર્નિવલ મહોત્સવ ઉજવવામાં આવે છે. દશેરા-દિવાળી, ડિસેમ્બર ન્યૂ યર, અને ઉનાળાના વેકેશનમાં તેનું આયોજન થોડા અઠવાડિયાઓં સુધી ચાલે છે.

એવી નથી કે ભારતમાં જ રામોજી ફિલ્મ સીટી ફેમસ છે. પરંતુ અહીંયા દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ આવીને આનંદ ઉઠાવે છે. .

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here