👉🏻શ્રી શ્રી રવિશંકર મહારાજના સુંદર વાક્યો રામનવમી નિમિત્તે 👉🏻આપણા શરીરમાં જ  રામાયણ નો અંશ છે…

0

👉🏻શ્રી શ્રી રવિશંકર મહારાજના સુંદર વાક્યો રામનવમી નિમિત્તે
👉🏻આપણા શરીરમાં જ રામાયણ નો અંશ છે…
👉🏻 આપણા શરીરમાં જ રામ પણ છે સીતા પણ છે દશરથ પણ છે ..કૌશલ્યા પણ છે..

‘રા’ એટલે પ્રકાશ, ‘મ’એટલે મારામાં

મારામાં રહેલો પ્રકાશ એટલે જ રામ.. અંદરના પ્રકાશનો જન્મ થયો રામ નવમીના દિવસે..
ભગવાન રામનો જન્મ થયો દશરથ અને કૌશલ્યા થી.. દશરથ એટલે કે ઈન્દ્રીય ના અધિષ્ઠાતા..પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય.
કૌશલ્યા એટલે કે જે કુશળ છે શ્રેષ્ઠ છે.. સુમિત્રા એટલે કે જેનો મિત્ર ભર્યો વ્યવહાર છે.. કૈકેઇ એટલે કે જે બધાને આપે છે.. દશરત અને તેમની રાણીઓ ઋષિના શરણમાં ગયા ઋષિએ તેમને પ્રસાદ આપ્યો અને પ્રસાદથી રામનો જન્મ થયો..
શ્રીરામ એટલે આપણી અંદરનો પ્રકાશ…

લક્ષ્મણ એટલે જાગૃતતા… શત્રુ ગ્રહ નો મતલબ કે જે શત્રુ પર વિજય મેળવનાર.. ભારત નો મતલબ થાય કે જેમાં ચમક છે ,ખૂબ જ આવડત છે..અયોધ્યા નો મતલબ થયો કે જેનો વધ ન થઈ શકે..

આપણું શરીર અયોધ્યા છે…
અને આપણા શરીર ના રાજા આપણી પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય છે..

આપણા શરીરમાં મન એ સીતા છે..

જેવી રીતે સીતા એ રામ થી દુર થયા.. ત્યારે રાવણ સીતાને લઈ જાય છે..
તેવી જ રીતે માણસનું મન જ્યારે પોતાના અંતરાત્માના પ્રકાશથી દૂર થાય છે ત્યારે અહંકાર રૂપી રાવણ તેમને મન ને પોતાની પાસે લઈ જાય છે..

Source – શ્રી શ્રી રવિશંકર મહારાજના સુંદર વાક્યો

લેખન સંકલન : નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here