રામાયણ ના સમયના આ 20 પુરાવા જે આજે પણ છે હાજર, જાણો આ ચમત્કારિક જગ્યાઓ વિશે….

0

રામ અને રામાયણ આદિ કાળ થી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. રામાયણની માનીયે તો અધર્મી રાવણ ને મારીને પ્રભુ શ્રી રામે ધર્મની સ્થાપના કરી હતી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવતા રહે છે કે શું સાચે માં ભગવાન રામે ધરતી પર જન્મ લીધો હતો? શું સાચે માં રાવણના 10 માથા અને 20 હાથ હતા? શું હનુમાનજી પોતાનો રૂપ ઇચ્છાનુસાર બદલાવી શકતા હતા? આવા ઘણા સવાલો જે લોકોના મનમાં આજે પણ છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા એવા જ અમુક તથ્યો વીશે રૂબરૂ કરાવશું, જેના પછી તમે પણ કહેશો કે આ બધી જ વાતો એકદમ સાચી છે.

1. સાંપના માથા જેવી ગુફા:રાવણ જયારે માતા સીતાનું અપહરણ કરીને શ્રીલંકા પહોંચ્યા તો સૌથી પહેલા તેને આ જ જગ્યા પર રાખી હતી. આ ગુફાનું માંથું કોબરા સાંપની જેમ ફેલાયેલું છે. ગુફાની આસપાસની કોતરણી આ વાતનું પ્રમાણ છે.

2. હનુમાન ગઢી:જ્યાં હનુમાનજી ભગવાન રામની વાટ જોયા કરતા હતા તેને હનુમાન ગઢી કહેવામાં આવે છે. રામાયણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. અયોધ્યાની પાસે આ જગ્યા પર એક હનુમાન મંદિર છે જે હનુમાન ગઢી ના નામથી પ્રસિદ્ધ છે.

3. હનુમાનજીના પદ ચિન્હ:રામાયણમાં પણ વર્ણન છે કે જયારે હનુમાનજી સીતા ને શોધવા માટે સમુદ્ર પાર કર્યો ત્યારે તેમેણે વિશાળ રૂપ ધારણ કર્યું હતું. માટે જયારે તે શ્રીલંકા પહોંચ્યા ત્યારે તેના પગના નિશાન ત્યાં બની ગયા હતા જે આજે પણ અહીં ઉપસ્થિત છે.

4. રામ સેતુ:રામાયણ અને પ્રભુ શ્રી રામના હોવાનું પ્રમાણ રામ સેતુ પણ છે. સમુદ્રની ઉપર શ્રીલંકા સુધિ બનેલા આ સેતુ વિશે રામાયણમાં લખેલું છે. તેની શોધ પુરી થઇ ચુકી છે, આ સેતુ પથ્થરોથી બનાવામાં આવ્યો હતો જે પાણી ઉપર તરતો હતો, જે આજે પણ સમુદ્રના પેટાળમાં જોવા મળે છે.

5. તરતા પથ્થરો:સમુદ્ર પર પુલ બનાવા માટે એવા પથ્થરોની જરૂર હતી જે પાણી ઉપર તરી શકે. એવામાં નલ અને નીલને મળેલા શ્રાપ ને લીધે આ દરેક પથ્થર જેને નલ અને નીલે સ્પર્શ કર્યો તો તે બધા પાણી તરવા લાગ્યા. આજ પથ્થરો પર રામ લખીને તેનો પુલ બનાવામાં આવ્યો. સુનામી પછી એમાંના અમુક પથ્થરો અલગ થઈને જમીન પર આવી ગયા હતા. શોધકર્તાઓએ ફરીથી આ પથ્થરો ને પાણીમાં ફેંક્યા તેઓ તેઓ તરતા રહ્યા હતા.

6. દ્રોણાગીરી પર્વત:લક્ષ્મણ-મેઘનાથ યુદ્ધ દરમિયાન જયારે લક્ષ્મણ ને મેઘનાથે મૂર્છિત કરી દીધા ત્યારે હનુમાન જી સંજીવની લેવા દ્રોણાગિરી પર્વત ગયા હતા. સંજીવની ની ઓળખ ન હોવાને લીધે તે પૂરો પર્વત જ ઉઠાવી લાવ્યા હતા.

7. શ્રીલંકા માં હિમાલય ની જડી-બુટી:શ્રીલંકા માં તે સ્થાન પર જ્યાં લક્ષ્મણ મૂર્છિત થયા હતા અને તેને સંજીવની આપવામાં આવી હતી ત્યાં હિમાલયની દુર્લભ જડી-બુટીઓ ના અંશ મળ્યા છે. હિમાલયની જડી બુટીઓ ને શ્રીલંકા માં મળી આવવું ભગવાન રામના હોવાનું પ્રમાણ છે.

8. અશોક વાટિકા:સીતા હરણ પછી રાવણ જયારે તેને લઈને લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાએ તેના મહેલમાં રહેવા માટેની ના કહી હતી. પછી રાવણે તેને અશોક વાટિકા માં રાખી, તે ત્યાં એક જાડની ની છે બેસતી હતી. આ જગ્યા ‘એલ્યા’ ના નામથી પ્રસિદ્ધ છે.

9. લેપાક્ષી મંદિર:સીતા હરણ દરમિયાન રાવણ તેને આકાશ માર્ગથી લંકા લઇ જઈ રહ્યો હતો. રાવણને રોકવા માટે જટાયુએ તેની સાથે યુદ્ધ કર્યું પણ રાવણે તેનો વધ કરી નાખ્યો. આકાશ માર્ગથી જટાયુ જે સ્થાન પર પડ્યા હતા તે લેપાક્ષી મંદિર ના નામથી જાણવામાં આવે છે.

10. વિશાળકાય હાથી:રામાયણમાં સુંદર કાંડ અધ્યાય માં લખ્યું છે કે લંકા ની રખવાળી માટે વિશાળકાય હાથી રાખવામાં આવતા હતા. જેને હનુમાન જી એ પોતાના એક પ્રહાર થી મૂર્છિત કરી દીધા હતા. પુરાતત્વ વિભાગને શ્રીલંકા માં એવા જ હાથીઓ ના અવશેષ મળ્યા છે જેનો આકાર આજના હાથીઓ કરતા અનેક ગણો મોટો છે.

11. કોંડા કટુટ ગાલા:હનુમાન જી ના લંકા સળગાવ્યા પછી રાવણ ભયભીત બની ગયો હતો. અને તેમણે સીતાને અશોક વાટિકા માંથી હટાવીને કોંડા કટુટ ગાલા માં રાખી હતી. અહીં ઘણી ગુફાઓ મળી આવી છે જે રાવણના મહેલ સુધી જાય છે.

12. રાવણનો મહેલ:રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણ સોનાના મહેલમાં રહેતો હતો જેને હનુમાન જી એ સળગાવી નાખ્યો હતો.

13. કાલાનિયા:રામ દ્વારા રાવણના વધ કર્યા પછી વિભીષણને લંકા ના રાજા બનાવામાં આવ્યા. વિભીષણે પોતાનો મહેલ કાલાનિયા માં બનાવ્યો હતો. જે કૈલાની નદીના કિનારે સ્થિત હતો. આ નદીના કિનારે શોધકર્તાઓને તેના અવશેષો મળી આવ્યા છે.

14. લંકા ના અવશેષ:હનુમાનજી એ પુરી લંકા ને પોતાની પૂંછડી થી સળગાવી નાખી હતી. જેના પ્રમાણ તે જગ્યા પરથી પ્રાપ્ત થયેલા છે. જેના પછીથી તે જગ્યાની માટી પણ કાળી બની ગઈ હતી.

15. દિવુંરમપોલા:રાવણથી સીતાને બચાવ્યા પછી ભગવાન રામે તેને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે કહ્યું હતું. પવિત્રતા પ્રમાણિત કરવા માટે સીતા જી એ અગ્નિ પરીક્ષા આપી હતી. આજે પણ આ વૃક્ષ ઉપસ્થિત છે જેની નીચે માતા સીતા એ અગ્નિ પરીક્ષા આપી હતી.

16. રામલિંગમ:રાવણની હત્યા પછી ભગવાન રામ પર બ્રમ્હ હત્યાનું પાપ ચઢ્યું હતું. બ્રમ્હ હત્યા હટાવા માટે તેમને ભગવાન શિવની આરાધના કરી હતી. ભગવાન શિવે તેને ચાર શિવલિંગ બનાવ માટે કહ્યું. એક શિવલિંગ સીતાજીએ બનાવ્યું જે રેતીનું હતું. બે શિવલિંગ હનુમાનજી કૈલાશ થી લઈને આવ્યા હતા. એક શિવલિંગ ભગવાન રામે પોતાના હાથે બનાવી હતી જે આજે પણ આ મંદિર માં ઉપસ્થિત છે.

17. જાનકી મંદિર:નેપાળના જનકપુર શહેરમાં જાનકી મંદિર છે. રામાયણમાં સીતા ના પિતાનું નામ જનક રાજા હતું. તેના જ નામ પર આ શહેરનું નામ પણ જનકપુર રાખવામાં આવ્યું હતું. સીતા માતા જે જાનકી ના નામથી પણ જાણવામાં આવે છે. તેના જ નામ પર આ મંદિર નું નામ જાનકી મંદિર છે.

18. પંચવટી:નાસિકની પાસે આજે પણ પંચવટી તપોવન છે, અયોધ્યાથી વનસાવ માટે નીકળેલા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ આજ વનમાં રોકાયા હતા. અહીં પર જ લક્ષ્મણે રાવણની બહેન સુરપંખા ના કાન નાક કાપી લીધા હતા.

19. કોણેશ્વર મંદિર:રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. ભગવાન શિવના આ મંદિરની સ્થાપના રાવણે કરાવી હતી. આ દુનિયાનું એક માત્ર એવું મંદિર છે જ્યા ભગવાનથી વધુ રાવણની આકૃતિ બનેલી છે. આ મંદિરમાં બનેલી એક આકૃતિમાં તેને દસ માથા વાળા દર્શાવામાં આવેલા છે.

20. ગરમ પાણીના કુંડ:કોણેશ્વર મંદિરના નિર્માણ દરમિયાન ગરમ પાણીના કુંડ પણ બનાવામાં આવ્યા હતા. મંદિરમાં આજે પણ આ કુંડ ઉપસ્થિત છે.

આ બધું રાવણ અને રામાયણની અમર ગાથા ને સત્ય પ્રમાણિત કરે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here