800 યાત્રીઓ કરી બુકીંગ, રામાયણ એક્સ્પ્રેસ 16 દિવસ સુધી 10 થી વધુ જગ્યાએ ફેરવશે..ખાવા પીવાથી લઈને ફરવાની સુવિધા આપશે, વાંચો વધુ માહિતી

0

પ્રભુ શ્રી રામે જ્યાં-જ્યા લીલાઓ રચી છે, જ્યાં જ્યાં તે રહ્યા છે, હવે તે દરેક સ્થળો ના દર્શન તમે એક જ યાત્રા માં કરી શકશો. રેલવે એ શ્રી રામાયણ એક્સપ્રેસ ની શરૂઆત કરી દીધી છે. આ એક ટુરિસ્ટ ટ્રેન છે જે પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા સ્થળો ની યાત્રા કરાવશે. ખાસ વાત એ છે કે અહીં રોકવાંના, ખાવા-પીવા, ફરવા ની પુરી વ્યવસ્થા રેલવે ના તરફથી જ હશે, યાત્રીઓ એ માત્ર એક વાર જ પૈકેજ ના રૂપિયા ચૂકવવાના રહેશે.કેવો હશે ટ્રેન નો રૂટ:

દિલ્લી ના સફદરગંજ રેલવે સ્ટેશન થી ચાલશે. તેના પછી અયોધ્યા જાશે. પછી નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને દક્ષિણ ભારત માં રામેશ્વર જાશે. પુરી ટુર 16 દિવસો ની હશે. ટ્રેન માં દરેક વ્યવવ્થા મેનેજર ને જોવાની રહેશે પુરી મુસાફરી દરમિયાન તેઓ યાત્રીઓ ની સાથે રહેશે.

રામાયણ એક્સપ્રેસ માં એક વાર 800 યાત્રીઓ સફર કરી શકે છે. પ્રતિ વ્યક્તિ એ 15,120 રૂપિયા ચુકવવાના રહેશે. આ ટુર ની સાથે શ્રીલંકા ફરવા ની ટુર પણ શામિલ રહેશે. તેના માટે અલગ થી પૈસા આપવાના રહેશે. જે લોકો આ પૈકેજ ને પસંદ કરશે તેઓને ચેન્નાઈ થી કોલંબા ફ્લાઇટ દ્વારા લઇ જવામાં આવશે.

5 રાત અને 6 દિવસ ના શ્રીલંકા ના પ્રવાસ માટે એક યાત્રી એ લગભગ 36,970 રૂપિયા ચૂકવવાના રહેશે. જેમાં શ્રીલંકા માં શ્રીરામ સાથે જોડાયેલા દરેક સ્થળો એ લઇ જવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here