જુઓ અત્યારે કેવા દેખાય છે રામાનંદ સાગરની રામાયણના રામ, સીતા અને રાવણ

0

રામાયણ આધારિત ઘણા ટીવી શો આવ્યા, પરંતુ જે છાપ 90ના દશકમાં રામાનંદ સાગરની રામાયણે ઉભી કરી હતી, તેની વાત જ કઈંક જુદી છે. હકીકતે આ પહેલો એવો શો હતો કે જેમાં લોકોએ પહેલી વાર પુસ્તકો અને ધર્મગ્રંથોની બહાર પરદા પર રામાયણના પાત્રોને જીવંત થતા જોયા હતા… અને આ જ કારણ છે કે તેના દરેક પાત્રો આજે પણ લોકોના મનમાં વસેલા છે, ચાહે એ રામના રૂપમાં અરુણ ગોવિલ હોય કે પછી સીતાના રૂપમાં દીપિકા ચિખલિયા. આજે પણ લોકો આ કલાકારોમાં તેમણે ભજવેલા પાત્રોની છબી જુએ છે. જયારે કે એ ધારાવાહિકને ટીવી પર પ્રસારિત થયે 30 વર્ષ વીતી ચુક્યા છે. આ સમય દરમ્યાન આ કલાકારો એટલા બદલાઈ ચુક્યા છે કે તમે એમને ઓળખી પણ નહિ શકો. એવામાં અમે તમને એક કલાકારો વર્તમાન સમયમાં કેવા દેખાય છે તે જણાવવા જઈ રહ્યા છીએ.


રામાયણનું પ્રસારણ ટીવી પર 25 જાન્યુઆરી 1987થી 31 જુલાઈ 1988 સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોમાં તેના પ્રતિ જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી હતી. અને આજે પણ દર્શકોમાં તેમનો પ્રભાવ ઓછો નથી થયો. પરંતુ હવે તેમના લૂકમાં ઘણો ફરક આવ્યો છે, જુઓ અહીં:

રામના રૂપમા અરુણ ગોવિલ

1987માં આવેલી રામાનંદ સાગરની રામાયણમાં શ્રીરામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. તેમની ઉમર હાલ 60 વર્ષની આસપાસ છે. એ સમયે રામના પાત્રમાં તેના અભિનયનો દર્શકો પર ખૂબ જ પ્રભાવ પડ્યો હતો કે અરુણ પરદા પર જ નહિ પણ અસલ જીવનમાં પણ ભગવાન બની ગયા હતા. અરુણ જણાવે છે કે આજે પણ ઘણી જગ્યા પર લોકો તેમને જોઈને હાથ જોડવા લાગે છે અને તેઓ માને છે કે તેમને રામ બનીને જે સફળતા મળી એ કોઈ અન્ય ટીવી સિરિયલ કે ફિલ્મથી ન મળી શકી.

સીતાના રૂપમાં દીપિકા ચિખલિયા

સુંદર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ સીતા માતાનું પાત્ર ભજવ્યું હતું… દીપિકાએ સીતાના રૂપમાં ઘર-ઘરમાં પોતાની એવી જગ્યા બનાવી કે આજે પણ લોકો તેમને જોઈને એમને પગે લાગવા માંડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રામાયણમાં સીતાનું પાત્ર ભજવતી દીપિકા એ સમયે ફક્ત 15 વર્ષની જ હતી. તેમને આ ધારાવાહિકથી અપેક્ષા કરવા વધુ સફળતા મળી હતી. આ પછી દીપિકાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું પણ તેમના તેને ધારી સફળતા ન મળી. એવામાં તેને ગ્લેમર જગતથી દૂરીઓ વધારી દીધી અને પછી ગાયબ જ થઇ ગઈ. હકીકતે દીપિકાએ એક કોસ્મેટિક કંપનીના મલિક હેમંત ટોપીવાળા સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું અને વર્તમાન સમયમાં દીપિકા આ કંપનીના રિસર્ચ અને માર્કેટિંગ ટીમની હેડ છે.

રાવણના રૂપમાં અરવિંદ ત્રિવેદી

રામ અને સીતા સિવાય જે પાત્રએ લોકોના મન પર છાપ છોડી હતી એ હતું રાવણનું પાત્ર… જેને નાના પડદા પર જીવંત કર્યું હતું અરવિંદ ત્રિવેદીએ. પરંતુ રાવણના પાત્રમાં નજરે આવેલા અરવિંદ ત્રિવેદી વિષે ખૂબ ઓછા લોકો જાણે છે. ટીવીના રાવણ અરવિંદ ત્રિવેદી ગુજરાતના સાબરકાંઠાના સાંસદ પણ રહી ચુક્યા છે. અરવિંદનો જન્મ તો મધ્યપ્રદેશમાં થયો હતો પરંતુ એમની કર્મભૂમિ તો ગુજરાત બની ગયું અને તેમને કારકિર્દીની શરૂઆત રંગમંચથી કરી હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાનું ખૂબ જાણીતું નામ છે અને લંકેશ એટલે અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે.

સૌથો રોચક વાત તો એ છે કે રામાયણના આ સૌથી મોટા ખલનાયકએ લગભગ દરેક ફિલ્મમાં નાયકની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા અરવિંદ હવે ઘણી સામાજિક કાર્ય કરવાવાળી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એટલે કે રામાયણનું સૌથી મોટા ખલનાયકનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી અસલ જીવનમાં મહાનાયક છે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here