રામરહીમના મુખ્યાલયમાંથી કંઇક આવી વસ્તુઓ મળી જેની તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય.

800 એકરમાં પથરાયેલા સંકુલમાં બાબાનું ખાનગી ચલણ પણ ચાલતું, નંબર વગરની લેક્સસ કાર અને સંખ્યાબંધ મોબાઇલ પણ મળ્યાં

બળાત્કારના મામલે સજા પામેલા ગુરમીત રામરહીમના સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદા મુખ્યાલયની તપાસ દરમ્યાન ગઈ કાલે ઘણી વસ્તુઓ મળી હતી. એમાં ટીવી-પ્રસારણ માટેની OB વૅન, નંબર વગરની લેક્સસ કાર તથા બ્રૅન્ડેડ અને બ્રૅન્ડ વગરની દવાઓ સામેલ છે.

સાથે જ મોટી માત્રામાં રોકડ રકમ, કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક્સ અને ઢગલાબંધ મોબાઇલ મળ્યાં છે. એને જપ્ત કરવામાં આવ્યાં છે. તપાસ દરમ્યાન બે રૂમ ભરીને રોકડ રકમ મળી હતી. બન્ને રૂમ સીલ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના બનેલા સિક્કાઓ પણ મળ્યા હતા. આ સિક્કા દસ રૂપિયાથી માંડીને અલગ-અલગ મૂલ્યોના હતા. તપાસ પૂરી થયા બાદ જ તપાસ કરનારાઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકશે કે આ સિક્કાઓનો ઉપયોગ કઈ રીતે થતો હતો.

ડેરા સચ્ચા સૌદાના ૮૦૦ એકર વિસ્તારમાં પથરાયેલા વિશાળ મુખ્યાલયમાં ગઈ કાલે તલાશ-અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સુરક્ષા દળો અને વિવિધ સરકારી વિભાગ ભાગ લઈ રહ્યાં છે. સમગ્ર સર્ચ-ઑપરેશનની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. એની દેખરેખ ભૂતપૂર્વ ડ્રિસ્ટિક્ટ મૅજિસ્ટ્રેટ કરી રહ્યા છે.

અત્યાર સુધી ડેરાની પાંચ રૂમોને સીલ કરવામાં આવી છે. રામરહીમ જ્યાં રહેતા હતા એ ગુફા (ઘર)માંથી પાંચ જણને બહાર કાઢવામાં આવ્યા હતા. એમાં બે સગીરા પણ હતી. એમાંની બે રૂમમાં કૅશ ભરી હતી. ડેરાના મુખ્યાલયમાં શંકાસ્પદ સ્થળોએ ખોદકામ પણ કરાઈ રહ્યું છે. ખોદકામ વિશે સૂત્રોએ કહ્યું હતું કે અમે જમીનની નીચે ટનલ શોધી રહ્યા છીએ અને સંભવત: કોઈની હત્યા કરીને દાટવામાં આવ્યા હોય તો તેમના અવશેષો શોધી રહ્યા છીએ

સાવચેતીના ભાગરૂપે સિરસામાં ૧૦ સપ્ટેમ્બરે રાતે બાર વાગ્યા સુધી ઇન્ટરનેટ-સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વળી સર્ચ-અભિયાનમાં ફૉરેન્સિકની ટીમ અને બૅન્ક-અધિકારી પણ સામેલ છે. તપાસ માટે મુખ્યાલયને દસ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પૅરામિલિટરી, પોલીસના જવાનો, આર્મીની ચાર ટુકડીઓ, ચાર જિલ્લા પોલીસ અને એક ડૉગ-સ્ક્વૉડ સહિત અન્યોને સામેલ કરવામાં આવ્યા છે.

ડેરાના મુખ્યાલય તરફ જનારા રસ્તાઓ પર કરફ્યુ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને પરવાનગી વગર ડેરાના પરિસરમાં જવાની મંજૂરી નથી. થોડા દિવસ પહેલાં ડેરાના પ્રમુખ ગુરમીત રામરહીમ સિંહને પંચકૂલાની એક ર્કોટે બળાત્કારના મામલે વીસ વર્ષની સજા કરી હતી.

News

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!