રક્ષાબંધન 2018 રાખી પૂર્ણિમા મહાસંયોગ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે રાખડી ના બાંધવી, વાંચો શુભ મુહૂર્ત ક્લિક કરીને

0

રાહુકાળ માં ભાઈ ને રાખડી ના બાંધવી…

રાખીનો તહેવાર ભાઈબંધ ના સંબંધને મજબૂત બનાવે છે તેથી આ પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર 26 ઓગસ્ટ 2018 ના દિવસે આવે છે.

રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને કલાઈ ઉપર રક્ષા સૂત્ર બાંધે છે અને તેની રક્ષાનું વચન આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માને તો આ રક્ષાબંધન વખતે ખૂબ મોટો શુભ સંયોગ બની રહ્યો છે જે ભાઈ બહેન ના સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા નો સાયો નહીં પડે કારણ કે ભદ્રા 26 ઓગસ્ટ સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જશે.

રક્ષા બંધન શુભ સંયોગ 2018:- જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાખડી ના તહેવાર પર આ વખતે ભદ્રા નો શાયો ન હોવાથી શુભ સંકેત માનવામાં આવે છે.

તેમજ આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર હોવાથી એમાં કોઇ જ પ્રકારનો ગ્રહણ નહીં લાગે. તેથી કહેવામાં આવે છે કે આ દિવસે બહેન માટે આ પર્વ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. શાસ્ત્રોનું માનીએ તો 26 ઓગસ્ટના દિવસે રાજયોગમાં રાખડી બાંધવા પર ભાઈ અને બહેનના સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

રાહુકાળમાં ભૂલથી પણ ભાઈને રાખડી ન બાંધવી:-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનીતો જેમ ભદ્રા કાળમાં આપણે રાખડી નથી બાદ એવી જ રીતે રાહુકાળમાં પણ રાખડી ન બાંધવી જોઈએ. જેવી રીતે ભદ્રા કાળ ને આપણે સુભ નથી માનતા તેવી સ્થિતિ રાહુકાળ ને પણ આપણે સુભ નથી માનતા. 26 ઓગસ્ટ રવિવાર 4 :30 થી 6 વાગે સુધી રાહુકાળ રહેશે. આ સમય દરમિયાન રાખડી ન બાંધવી.

રક્ષાબંધન પર પંચક નો અસર:-

આ વખતે રક્ષાબંધન પર પંચક રહેશે. શાસ્ત્રનુ માનીએ તો ભદ્રા અને પંચકમાં કોઇપણ શુભ કાર્ય કરવામાં આવતો નથી પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન માં પંચકની કોઈ બાધા રહેતી નથી… પંચક નો દોષ રક્ષાબંધનના દિવસે માન્ય રાખવામાં આવતો નથી એવું કહેવામાં આવે છે કે પ્રત્યેક મહિનામાં પાંચ દિવસ પંચક ના હોય છે.

પરંતુ રક્ષાબંધનના દિવસે કોઈ જ પ્રકારનો દોષ નથી.

શુભ મુહૂર્ત રાખડી બાંધવા માટે:-

સવારે 9 : 05 થી 12:05 સુધી

બપોરે 1:30 થી 3 સુધી

સાંજે 6 થી 9 સુધી

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here