રક્ષાબંધનના દિવસે રાહુકાલ અને ભદ્રા નક્ષત્રનું રાખો ધ્યાન, આ મુર્હુતમાં ન બાંધો તમારા વ્હાલા ભાઈને રાખડી

0

રક્ષાબંધનનનો ભાઈ- બહેનનો પાવન ત્યોહાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૨૬ ઓગસ્ટના દિવસે આખા ભારતમાં આ તહેવાર ઉજવાશે.  આ તહેવાર ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ રક્ષા અને સમર્પણનું પ્રતિક છે. રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને એક રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે ને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ને ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી શુભ મુર્હુતમાં જ બાંધવી જોઈએ. એટ્લે જ શુભ મુર્હુતનું શાસ્ત્રમાં વધારે ધ્યાન આપ્યું છે. શાસ્ત્રો અનુસાર ભદ્રામાં રાખડી બાંધવી અશુભ હોય છે. પરંતુ આ વર્ષે સવારથી લઈને સાંજ સુધી તમે ગમે ત્યારે રાખડી બાંધી શકો છો. આખા દિવસમાં બધા જ મુર્હુતો શુભ જ છે. પરંતુ ભદ્રાને બાદ કરતાં પણ એવો સમય છે જેમાં રાખડી બાંધવી અશુભ જ ગણાય. રક્ષાબંધનના દિવસે અશુભ ચોઘડિયા, રાહુકાલ અને યમ ઘંટાનું પણ ધ્યાન રાખવું પડશે. આમ જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન ૨૫ ઓગસ્ટના બપોરે ૩ વાગયાને પંદર મિનિતા પછી પૂનમ તિથી શરૂ થઈ જાય છે ને ૨૬ ઓગસ્ટ સાંજે પાંચ વાગ્યા સુધી પૂનમ ગણાશે.

આ રક્ષાબંધન પર ધનિષ્ઠા નક્ષત્ર રહેશે ને પંચકનો પણ પ્રારંભ થશે.  પરંતુ આની કોઈ જ અસર રાખડી બાંધવા પર નહી પડે. પંચકમાં શુભ કાર્ય કરી શકાય છે.

રક્ષાબંધનના દિવસે રાખડી બંધવાના શુભ મુર્હુત :

  • ૨૬. ઓગસ્ટ, સવારે ૭ :૪૩ થી બપોરના ૧૨:૨૮મિનિટ સુધી.
  • બપોરે ૨:૦૩ થી ૩:૩૮ વાગ્યા સુધી.
  • યમ ઘંટા – ૩:૩૮ થી ૫ : ૧૩ વાગ્યા સુધી
  • કાળ ચોઘડિયું- ૧૨: ૨૮ થી ૨ : ૦૩ વાગ્યા સુધી

રક્ષાબંધનના દિવસે આવી રીતે તૈયાર કરો પૂજાની થાળી :

રક્ષાબંધનના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાનાદી  ક્રિયા પતાવીને સ્વચ્છ ને નવા કપડાં પહેરી પછી એક પીતળની થાળી લો. એમાં રાખડી, કંકુ, હળદર ને ચોખા અને મીઠાઇ રાખી દો. પૂજાની થાળી તૈયાર કર્યા પછી બહેન ભાઈની પૂજા કરે છે ને ભાઈના કપાળે તિલક લગાવી એની આરતી ઉતારી ભાઈ પર ચોખાના દાણા ઉડાડી મીઠડાં લઈને ભાઈના જમણા હાથે રાખડી બાંધવી. ને મનમાં કુળદેવી પાસે ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરવી. ને ભાઈ એની શક્તિ મુજબ બહેનને ભેટ આપવી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!