સોનાલી બેન્દ્રે પછી હવે આ અભિનેતાને થયું કેન્સર…. જાણો સેનાએ લીધે થયું કેન્સર, મિત્રો એ કર્યો મોટો ખુલાસો

0

હાલમાં જ અભિનેતા ઋત્વિક રોશને ખુલાસો કર્યો છે કે તેના પિતા રાકેશ રોશન ને ગળા નું કેન્સર થયું છે. આ ખબર આવતાની સાથે જ સમગ્ર બૉલીવુડ ના કિરદારોએ તેના સ્વાસ્થ્ય માટે ટ્વીટ કર્યું હતું. રાકેશ રોશન ની સર્જરી થઇ ચુકી છે. ઋત્વિકે જણાવ્યું કે રાકેશ રોશન ની સર્જરી સફળ રહી છે.રાકેશ રોશન ની બીમારી ને લઇને રાકેશ ના એક મિત્ર અમોદ મેહરા એ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે,”ઋત્વિક રોશને જયારે ટ્વીટ કર્યું ત્યારે મને ખબર પડી કે રાકેશ રોશન ને કેન્સર થયું છે. લગભગ એક મહિના પહેલા અમે એક પાર્ટીમાં એક બીજાને મળ્યા હતા ”.
આ દરમિયાન તે એક દમ ઠીક લાગી રહ્યા હતા. હવે જયારે આ ખબર સામે આવી છે તેનાથી મને ખુબ જ ધક્કો લાગ્યો છે જેટલો બાકીના લોકોને લાગ્યો છે. અમોદે જણાવ્યું કે રાકેશ રોશન ને સ્મોકિંગ(ઘુમ્રપાન) કરવાની આદત હતી. તેની પત્ની પિંકી તેને હંમેશા થી સિગરેટ છોડવા માટેનું કહેતી હતી.
જેને લીધે રાકેશ છુપાઈને સિગરેટ પિતા હતા. રાકેશ રોશન ના સ્વાસ્થ્ય પર વાત કરતા અમોદે કહ્યું કે,”હું આ સમયે તેના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન ને પ્રાર્થના કરું છું”.અમોદ મેહરા ના સિવાય રાકેશ રોશન ના બાકીના મિત્રો એ આ વિષય પર વાત કરતા કહ્યું કે,”એક દિવસમાં રાકેશ 1.5 પેકેટ સિગરેટ પિતા હતા. તે પોતાના ઘરના કોઈ એક રૂમમાં એકાંત માં બેસીને સિગરેટ પિતા રહેતા હતા”.
જણાવી દઈએ કે ઋત્વિક એ સોશિયલ મીડિયા પર લખ્યું કે,”મેં આજે સવારે મારા પિતા ને એક તસ્વીર લેવા માટે કહ્યું. આજે પોતાની સર્જરી ના દિવસે પણ તેમણે જિમ છોડ્યું ન હતું. તે એક મજબૂત વ્યક્તિ છે, અમુક અઠવાડિયા પહેલા જ જાણ થઇ કે તેને શરૂઆત ના સ્ટેજ નું squamous cell carcinoma થઈ ગયું છે’.
‘જે તેના ગળા ને પ્રભાવિત કરી રહ્યું હતું. તે આ બીમારી થી લડવા માટે પુરી રીતે તૈયાર હતા, મારો પરિવાર ખુબ જ ભાગ્યશાળી છે કે અમને તેના જેવા લીડર મળ્યા”. જણાવી દઈએ કે રાકેશ રોશન ના સ્વાસ્થ્ય ની દુવા કરતા પીએમ મોદી એ પણ ટ્વીટ કર્યું હતું. પીએમ મોદી એ રાકેશ રોશન ને ‘ફાઈટર’ જણાવ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here