ગુજરાતની કોયલ કિંજલ દવે પર થયો રાજસ્થાનમાં હુમલો, હુમલાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ

0

ગુજરાતનાં ઘરે ઘરે ઓળખાતી કિંજલ દવે ને ગુજરાતની કોયલ તરીકે નાની ઉંમરમાં જ મશહૂર થયેલી કિંજલ દવે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે તેના ગીતો, ગરબા અને તેની પ્રસિદ્ધિને લઈને. આજકાલ બધી જ જગ્યાએ ગરબા હોય કે પછી સંગીતનો જલસો બધે જ કિંજલ દવેના ગીતની માંગ વધી રહી છે અને ગુજરાતમાં તો ઠીક પરંતુ ગુજરાતની બહાર પણ કિંજલ દવેની બોલબાલા છે. મળતી માહિતી મુજબ કિંજલ દવેને માઉન્ટ આબુમાં આવેલ એક રિસોર્ટમાં ગરબા નાઇટનો પ્રોગ્રામ હતો ને કિંજલ દવે ત્યાં સ્ટેજ પર ગરબા ગાઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા યુવાનો અચાનક સ્ટેજ પર ચડી આવ્યા ને કિંજલ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કિંજલ દવે સ્ટેજ પર ગરબા ગાતી જોવામાં આવે છે ને દરમ્યાન જ કેટલાય લંપટ યુવાનો સ્ટેજ પર આવે છે ને કિંજલ પર જીવલેણ હુમલો કરે છે, આ જોઈને કિંજલ એકદમ ડરી જાય છે.

જી હા, આ ઘટના રાજસ્થાનમાં બની છે. આ ઘટના એવી છે કે માઉન્ટઆબુમાં આવેલ એક રિસોર્ટમાં ભાવિ ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવે ગરબા નાઈટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને આ ગરબા ચાલુ હતા એ દરમ્યાન જ અચાનક કેટલાક યુવાનો સ્ટેજ પર ચડે છે ને કિંજલ પર હુમલો કરે છે. આ તમે વાઇરલ વિડિયોમાં પણ જોઈ શકો છો, થોડી જ વારમાં ગરબાની મોજ એક ગંભીર ઘટનામા ફેરવાઇ જાય છે. ત્યારબાદ કિંજલના બોડીગાર્ડ સાથે હોવાથી કિંજલ દવેને કશું થયું તો નથી. એ માટે કિંજલ દવે ખૂબ નસીબદાર છે. આ ઘટના બનવાથી કિંજલ દવે ખૂબ જ ડરી ગયેલી છે.

આમ જોઈએ તો કિંજલ નો પરિવાર એક સાવ સાધારણ પરિવાર છે. કિંજલ દવે પાટણના બ્રાંહ્નણ કુટુંબના દવે પરિવારમાં જન્મી છે. કિંજલ દવેના પપ્પા પણ સાવ સાધારણ હોવાથી તેમણે કોઈ સાથે દુશ્મની હોય તે તો વિચરવું પણ શક્ય નથી.

કિંજલ દવેના પપ્પા ગીતો લખતા હતા એટ્લે કિંજલને નાનપણથી જ ગાવાનો શોખ હોવાથી તેને તેનો શોખ આગાળ વધાર્યો ને જોત જોતામાં તે તેના ચાર બંગડીવાળા ગીતથી ખૂબ જાણીતી બની ગઈ ને આટલી નાની ઉંમરમાં જ એને મોટી સિદ્ધિ હાંસિલ કરી.

પરંતુ રાજસ્થાનમાં જે ઘટના કિંજલ દવે સાથે બની છે. તે ખૂબ જ દુખદ ઘટના ગણી શકાય છે. Video:

Video 2:

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here