રાજીવ ગાંધી પોતાના જ લગ્નમાં ભડક્યા પત્રકારો પર, જાણો તેના જીવનનો એક દિલચસ્પ કિસ્સો….

0

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ની 20 ઓગસ્ટના રોજ 75 મી જયંતિ હતી. 20 ઓગસ્ટ 1944 ના રોજ રાજીવ ગાંધી નો જન્મ થયો હતો. આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ જણાવવા જઈ રહ્યા છીએ. જો કે રાજીવ ગાંધીના જન્મની તારીખની સાથે સાથે તેના લગ્નની તારીખ પણ ખુબ જ ખાસ મહત્વ રાખે છે. રાજીવ ગાંધી ના લગ્ન 25 ફેબ્રુઆરી 1968 ના રોજ સોનિયા ગાંધી સાથે થયા હતા. આ તે જ દિવસ છે જયારે સોનિયા રાજીવ ગાંધી સાથે લગ્ન કરીને ગાંધી પરિવારની વહુ બની હતી.લગ્ન પહેલા ભારત આવીને રહેતી હતી સોનિયા:

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ના લવલાઈફ સાથે જોડાયેલા કિસ્સાઓ ખુબ જ દિલચસ્પ છે. બંનેની મુકાલાત કૈમ્બ્રિજ યુનિવર્સીટી માં થઇ હતી. ધીમે-ધીમે આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. વાત 1965 ની છે,જયારે ઇન્દિરા ગાંધી નેહરુ એગ્જીબિશન માટે લંડન ગઈ હતી, ત્યારે રાજીવને સોનિયા ને મળાવ્યા હતા.ઇન્દિરા ગાંધી જો કે લગ્ન માટે તૈયાર થઇ ગઈ હતી પણ તે ઇચ્છતી હતી કે લગ્ન પહેલા સોનિયા ભારતમાં આવીને તેના પરિવારની સાથે રહે અને પછી છેલ્લો નિર્ણય લે. જયારે સોનિયાના પિતા એ ઇચ્છતા ન હતા કે તેની દીકરી સાત સમંદર પાર જઈને પોતાનું ઘર વસાવે, પણ વર્ષ 1967 માં 21 વર્ષ પુરા થયા પછી આગળના જ મહિને સોનિયા ભારત આવી ગઈ અને ફેબ્રુઆરી 1968 માં બંનેના લગ્ન થઇ ગયા.

લગ્નમાં પત્રકારો ની ઉપસ્થિતિ જોઈને ગુસ્સે થઇ ગયા હતા રાજીવ ગાંધી:

ભારત આવીને સોનિયા ગાંધી 1, સફદરજંગ રોડ અને બચ્ચન પરિવારના વિલિગંટન ક્રેસેન્ટમાં રહેતી હતી. બચ્ચન ના ઘરે મહેંદી ની રસમ થઇ અને પ્રધાનમંત્રી નિવાસના ગાર્ડનમાં લગ્ન. સમારોહ જો કે સિમ્પલ રીતે યોજાયો હતો, પણ અમુક પત્રકારો ત્યાં હાજર રહ્યા હતા. આ પત્રકારોને જોઈને રાજીવ ગાંધી ગુસ્સે થઇ ગયા હતા.રાજીવે પત્રકારો ની સામે જવાનો પણ ઇન્કાર કરી નાખ્યો. લગ્ન પછી હૈદરાબાદ હાઉસમાં રીસેપ્શન રાખવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here