રાજસ્થાનનાં આ ગામની વહુ બનશે ઈશા અંબાણી, આ છે તેના પતિની હવેલી…વાંચો વધુ માહિતી અને Photos જુવો

0

રિલાયંસ ઇન્ડસ્ટ્રીનાં ચેયરમૈન મુકેશ અંબાણીની દીકરી ઇશા નાં લગ્ન આનંદ પીરામિલ સાથે નક્કી કરવામાં આવ્યા છે. આંનદ પીરામિલ, પીરામિલ ગ્રુપનાં સંસ્થાપક સેઠ પીરામિલનાં પ્રપૌત્ર છે અને અજય પીરમિલનાં દીકરા છે. આંનદ પીરામિલ મૂળ રૂપથી રાજસ્થાનનાં ઝુંઝૂનું નાં બગડ કસ્બાનાં રહેનારા છે. ભારતના સૌથી અમીર વ્યક્તિની દીકરી ઇશા હવે આ કસ્બાની વહુ બનશે. એ પણ નક્કી છે કે તે લગ્ન બાદ અહી જરૂર જશે. કેમ કે, પીરામિલ પરિવારનું આ પૈતૃક ગામ છે. બગડ ભલે એક નાનો એવો કસ્બો હોય, પણ અહીની હવેલીઓ દુનિયાભરમાં ફેમસ છે.

ચાર દશક પહેલાની દોસ્તી:

અંબાણી અને પીરામિલ પરિવારની દોસ્તી ચાર દશક પહેલાની છે જે હવે રિશ્તેદારી માં બદલવા જઈ રહી છે. 67,000 કરોડથી વધુ પીરામિલ બીઝનેસ એમ્પાયરની શરૂઆત 1920 માં થઇ હતી. જ્યારે પહેલા વિશ્વયુદ્ધ નાં બાદ અજય પીરામિલનાં દાદા સેઠ પીરમિલ ચતુંરભૂત મ્ખારીયા 50 હજાર રૂપિયા લઈને રાજસ્થાન બગડ કસ્બા થી બોમ્બે પહોંચ્યા હતા.બગડમાં છે પીરામિલ હવેલી:

બગડ કસ્બામાં આજે પણ પીરામિલ ગ્રુપની પુશ્તૈની હવેલી છે. અહીની હવેલીઓ ખુબ જ ફેમસ છે. પણ, પીરામિલ હવેલીની વાત કઈક અલગ છે. અંદરની વાસ્તુ-કલા ખુબ ભવ્ય છે. માનવામાં આવે છે કે આ હવેલીને હવે હોટેલનાં રૂપમાં ઉપીયોગ કરવામાં આવે છે. જેમાં ટુરિસ્ટ આવીને રોકાય છે. અહી પુશ્તૈની હવેલી આજે પણ પીરામિલ ગ્રુપની પાસે જ છે.

બગડમાં છે સેઠ, સાહુકારીઓની હવેલીઓ:રાજસ્થાનમાં મોટા-મોટા સેઠ સાહુકારો અને ધનિક વ્યક્તિઓને પોતાનાં નિવાસ માટે વિશાળ હવેલીઓનું નિર્માણ કરાવ્યું. આ હવેલીઓ ઘણા માળની હોતી હતી. હવેલીઓ ખુબજ ભવ્ય, વાસ્તુ-કલાની દ્રષ્ટિથી ભિન્નતા માટે છે અને કલાત્મક છે. ઝુંઝુનુંનાં કસ્બામાં ઉભેલી વિશાળ હવેલીઓ આજે પણ પોતાની વાસ્તુ-કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. રાજસ્થાનની હવેલીઓ પોતાના છજ્જો, બારામદો અને જરુખાઓ પર બારીક અને ઉમદા નક્કાશી અને તેના પર ઊભરાયેલા ચિત્રો માટે ખુબ પ્રસિદ્ધ છે.

ઈતિહાસમાં સમેટાયેલો રાજપુતાના ઈતિહાસ:

ઇતિહાસના જાણકારોનાં આધારે, 15 મી શતાબ્દીથી 18 મી શતાબ્દીનાં મધ્ય એટલે એક 1750 સુધી આ ઇલાકામાં શેખાવત રાજપૂતોનું આધીપત્ય હતું. ત્યારે તેનું સામ્રાજ્ય સીકરવાટી અને ઝુંઝુનુંવાટી સુધી હતું. શેખાવત રાજપૂતોનાં આધિપત્ય વાળા ઇલાકાઓ શેખાવાટી કહેવાયું, પણ ભાષા-બોલી, રહેણી-કરણી, ખાન-પાન, વેષ-ભૂષા અને સામાંજીક સાંસ્કૃતિક તૌર-તરીકાઓમાં એકરૂપતા હોવાના નાતે ઝુંઝુનું અને ચુરુ જીલ્લા પણ શેખાવટીનો હિસ્સો માનવામાં આવવા લાગ્યો. ઈતિહાસકારક સૂરજન સિંહ શેખાવતનાં હિસાબે ‘નવલગઢ નાં સન્ક્ષિપ્ત ઈતિહાસ’ ની ભૂમિકામાં લખ્યું છે કે રાજપૂત રાવ શેખે 1433 થી 1488 સુધી અહી શાસન કર્યું.

કઈ હવેલીઓ છે પ્રસિદ્ધ:

ઝુંઝુનુંમાં ટીબડેબાલા ની હવેલી તથા ઈસરદાસ મોદીની હવેલી પોતાના શિલ્પ વૈભવ નાં કાણે અલગ જ છવી લીધેલી છે. ઝુંઝુનુંમાં સાગરમલ લાડીયા, રામદેવ ચૌખાણી  તથા રામનાથ ગોયનકાની હવેલી, ઝુંઝુનુંમાં સેઠ લાલચંદ ગોયનકા, મુકુન્દ ગઢ માં સેઠ રાધાકૃષ્ણ અને કેસર દેવ કાનોડીયાની હવેલીઓ, ચીડાવામાં બાગડીયાની હવેલી, ડાલમિયાની હવેલી, મહનસરનાં સોના-ચાંદીની હવેલી, શ્રીમાધોપુરમાં પંસારીની હવેલી, લક્ષ્મણગઢ કેડિયા રાઠીની હવેલી ખુબ જ પ્રસિદ્ધ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!