આઈ માતાના મંદિરની અખંડ જ્યોતથી નીકળે છે કેસર, દૂર કરે છે શરીરના રોગ ને દુખ દર્દ, જાણો આ ચમત્કારિક માતાના દરબાર વિશે !!

0

ભારત વિવિધતાનો દેશ રહ્યો છે. સમગ્ર દેશ ભક્તિભાવથી ભરેલો છે. અને સાતે સાથે એવી જગ્યાઓ છે જ્યાં આજે વૈજ્ઞાનિકને પણ વિચારવા મજબૂર કરી મૂક્યા છે. વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ નીકળી જાય પરંતુ ભારતના કેટલાક સ્થળોથી તે ઘણું પાછળ રહેશે, એ વાતનું સાક્ષી આ મંદિર અને તેનો ચમત્કાર પૂરે છે. તો ચાલો જાણીએ રાજસ્થાનમાં આવેલ એ ચમત્કારિક મંદિર વિશે.
અહીં માતાનું મંદિર છે, જ્યાં અખંડ જ્યોત ચાલે છે અને એમાથી કેસર બહાર આવે છે. કેસર એવું કે જેને આંખે લગાવવાથી જ શરીરના બધા જ રોગો મટી જાય છે. માન્યતા એવી છે કે 550 વર્ષ પહેલાં, માતાની આ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. અને તે જ્યોત આજે જોધપુરના બિલાડા ના એક મંદિરમાં પ્રજાવલ્લિત છે.
રાજસ્થાનના જોધપુર જિલ્લાના બીલાડા ગામમાં શ્રી આઇ. માતા જીનું પવિત્ર નગર આવેલું છે. બિલાડા, જોધપુરથી 80 કિલોમીટર, જયપુર રોડ પર આવેલું છે. બિલાડા સમગ્ર ભારતમાં શ્રી આઇ માતાજીના પવિત્ર શહેર તરીકે જાણીતું છે.આઈ માતાજીનું વિશ્વનું પ્રખ્યાત મંદિર તીર્થ ધામ માનવામાં આવે છે. માતાના આ મંદિરમાં દિવાની જ્યોતમાંથી નીકળતા કેસરને કાજળની જેમ આંખે લગાવવામાં આવે છે. આ મંદિર પ્રાચીન છે.ભક્તો અનુસાર અહીંયા માતા આઈ હતી.એટ્લે આ મંદિરને આઈ જી માતાના નામથી ઓળખવામાં આવે છે.

ગુજરાતના અંબાપુરમાં માતાનો જન્મ થયો હતો –

માતા દુર્ગાના અવતાર, શ્રી આઇ. માતાનો જન્મ અંબાપુર, ગુજરાતમાં થયો હતો. અંબાપુરમાં ઘણા ચમત્કારો પછી, શ્રી આઇ માતા જી ભ્રમણ કરતી વખતે બિલાડાની મુલાકાત લીધી. મંદિર દેશ અને દુનિયાના કેશર જ્યોતિ મંદિરના નામે ઓળખાય છે. અહીં તેમણે ભક્તોને 11 ગુણધર્મો ના આશીર્વાદ આપ્યા અને હંમેશા એ રસ્તા પર ચાલ્યા. આ 11 ગુણધર્મો હજુ પણ લોકો માટે જાણીતીતા છે. તેમના આશીર્વાદજી એ તમામ ગુણધર્મોને અનુસરે છે. આ ઉપદેશોને સાંભળ્યા પછી એક દિવસ તે હજારો ભક્તો એ અખંડ જ્યોતમાં વિલીન થઈ ગયા. આજે એ જ અખંડ જ્યોતમાંથી કેસર નીકળે છે. , જે મંદિરમાં માતાની હાજરી હોવાનો પુરાવો છે.
માન્યતાઓ અનુસાર, આ શાશ્વત અખંડ જ્યોતના દર્શનથી જ બધા દુખ દર્દ દૂર થઈ જાય છે. 1556માં બનેલ આ મંદિરમાં એક ગાદી છે. જેની પૂજા ભક્તો સદીઓથી કરતાં આવ્યા છે. અહીં માતાની એક માત્ર તસવીર છે જે ગાદી પર બિરાજમાન છે. માતાના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આ સ્થળ પર આવે છે. લોકો માને છે કે જ્યોતમાંથી નીકળતું કેસર આંખે આંજવાથી બધા જ રોગોમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને, નવરાત્રી અને ભાદરવા બીજાને દિવસે અહીંયા ઘણા ભક્તો આવે છે.
સંગેમરમરના બનેલા મંદિરની ભવ્યતા માત્ર જોવાથી જ ખ્યાલ આવે છે. મંદિરમાં પહોંચીને મનમાં ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે અને આખી દુનિયાના સ્વર્ગનો અનુભવ થાય છે. અને સવારે સાંજે જ્યારે આરતી થાય છે ત્યારે મંદિરનો માહોલ જોવા લાયક હોય છે.

માન્યતા અનુસાર, દિવાન વંશના રાજા માધવ અચાનક ક્યાંક અદ્રશ્ય થઇ ગયા. તેમને ગોતવા તેમની માતાગયા. આ ગામમાં રાજા માધવ તેની માતાને મળી આવ્યો હતો. ત્યારથી આ મંદિરમાં પ્રજ્વલલિત છે એ અખંડ જ્યોત, જેને પૂરા 550 વર્ષ થયા છે. લોકો માને છે કે આ જ્યોતમાંથી નીકળી રહેલ પદાર્થ કેસર છે. ભક્તો અહીંયા નિમચ અને મંદોસૌરથી બસમાં બેસીને પહોંચી શકે છે. માતાના દર્શન કરવા આસપાસના શહેરોમાંથી અને રાજ્યોમાંથી ભક્તો આવે છે. હજારો લોકો અહીં આવીને પૂજા કરે છે ને પ્રાર્થના કરે છે. લોકોની માનતા પૂરી થાય કે માતાને મન્નત પણ ચઢાવે છે.

ભાઈચારાનું પ્રતિક છે આ માતાનું મંદિર
મંદિરના દીવાન માધો સિંહ જણાવી રહયા છે કે, અહીંયા 37 કોમના લોકો દર્શન કરવા માટે આવે છે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ આવે છે. અહીંયા પાકિસ્તાનના મુસ્લિમ પરિવારો પણ માતાના દર્શન કરવા આવે છે ને ધન્યતા અનુભવે છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈની જેમ રહે છે. જે આઈ માતાના 11 ગુણધર્મોનું પ્રતિક છે ને ઉતમ ઉદાહરણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here