ના હોય, ગુજરાતમાં અહીંયા 5 વર્ષ થી હજુ પણ 5 rs. માં વડાપાંવ આપે છે, મહિને કમાય છે આટલા – વાંચો સ્ટોરી

0

આત્યારે આટલી મોંઘવારીમાં દિવસે ને દિવસે સતત હોટેલોથી લઈને કે પાણીપુરીની લારીએ પોતાની ખાધ વસ્તુનો ભાવ વધારો કર્યો જોવામાં આવે છે. દર 5 કે 6 મહિને હોટેલના મેનૂ પણ બદલાઈ જતાં હોય છે. એમાં પણ એક એક વસ્તુના ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. જો કોઈ ફરિયાદ કરે તો કહેશે કે, આ મોંઘવારીના કારણે અમારે ભાવવધારો કરવો પડતો હોય છે.

તો બીજી બાજુ રાજકોટમાં જ આવેલ પટેલ વડપાવ જે ભક્તિનગર પાસે આવેલ છે. ત્યાં સતત પાંચ વર્ષથી એક ભાવ છે વડપવાનો…ફક્ત પાંચ રૂપિયા….એ પરિવારે આજ સુધી કોઈ જ ભાવ વધારો કર્યો નથી. તો ચાલો આજે આપણે મુલાકાત લઈએ પટેલ વડપાવની….
ભક્તિનગર પાસે ઊભા રહેતા પટેલ વડપાવમાં તમે આંટો મારશો તો ત્યાં દસ રૂપિયાના 2 જ વડાપાવ મળે છે અને એ પણ જોટામાં જ સિંગલ વડાપાવ તો આપવામાં જ નથી આવતા…ને સાથે એક તળેલું મરચું ને સમારેલી ડુંગળી તો ખરી જ …એ ઉપરાંત વડુ તળાવમાં પણ કપાસિયા તેલનો જ ઉપયોગ કરવાનો ને કોઈપણ વસ્તુ વાસી નહી વાપરવાની..બધી જ વસ્તુ તરત જ બનાવવાની અને વાપરી નાખવાની…આખા રાજકોટમાં ફરો પણ તમને પટેલ વડાપાવ જેવા ટેસ્ટી વડાપાવ ને ત્યાની ચોખ્ખાઈ ક્યાંય જોવા ન મળે.

આ વડાપાવ એક 4,25 રૂપિયામાં બને છેને એ ભાઈને આટલી મહેનત કરે છે ત્યારે માત્ર એક વડાપાવે મળે છે માત્ર 75 પૈસા જ. પરંતુ એમની ઈમાનદારીથી એમનો આ રોજના ચાર કલાકના જ ધંધામાં રોજના 1600 વડાપાવ આરામથી વહેંચાઈ જાય છે. જેનો એમને સંતોષ છે.
આ પટેલ વડાપાવના માલિકે કોઈ જ માણસો રાખ્યા નથી કામ કરવા માટે.બધુ જ જાતે જ બનાવે છે. એમના પરિવારની મદદથી..એમના પત્ની બટેકા વડા બનાવે અને તેઓ અને તેમનો દીકરો બધાને વડાપાવ બનાવી પેક કરી લોકોને આપવાનું કામ કરે છે.
આમ જોઈએ તો આજના સમાજમાં આવા પ્રમાણિકતાથી અને મહેનત કરી ધંધો ખૂબ ઓછા લોકો કરતાં હોય છે. અને આ ભાઈને તો એમની મહેનતાણું પરિણામ પણ તરત જ જોવા મળે છે. અત્યારે ઘણા એવા લોકો છે જે શરૂઆતમાં પોતાનો ધંધો ચલાવવા ઈમાનદારીપીરવક કરતાં હોય છે ને જેવો પોતાનો ધંધો સારો જામી જાય એટ્લે વધારે પૈસા કમાવવામાટે બેઈમાની પર ઉતારી આવે છે. પરંતુ પટેલ વડપાવાનું ઊંધું છે.
એમનો ધંધો તો જામી જ ગયો છે ને એમની ઈમાનદારી પણ રાજકોટના રહેવાસીઓ પાંચ પાંચ વર્ષથી જોઈ રહ્યા છે. તેમનો આખો પરિવાર મદદ કરે. ભાઈ પોતે પારસલ વગેરે કરે, તેમના પત્ની બટેટા વડા બનાવે અને 16-17 વર્ષનો પુત્ર પાઉંમાં ચટણી વગેરે લગાવી વડા પાઉં તૈયાર કરે.
આજકાલ મોટાભાગના રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ સાથે સંકળાયેલ વેપારીઓ જોયા જાણ્યા વગર ભાવ વધારો કરી નાખતા હોય છે કમાવાની લાલચમાં..પરંતુ આ પટેલ વડાપાવ વાળા ને એવી કોઈ જ લાલચ નથી એ સંતોષ અનુભવે છે કે મારા 1600 વડાપાવ તો રોજ વહેંચાય છે….કદાચ એમની પ્રમાણિકતાને લઈને જો એમના વડાપાવ ડબલ વહેંચાય તો પણ એમની પ્રમાણિકતામાં કોઈ જ ફેરફાર જોવા મળશે નહી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here