રેલ ના જુના ડબ્બા નું શું કરવામાં આવે છે વિચાર્યું છે ક્યારેય? કોઈને નહિ કહ્યુ હોય રેલવે નુ આ રહસ્ય….

0

રેલ એક આપણી લાઈફલાઈન સમાન છે. જો કે આ વાતમાં સંદેહ કરવા જેવું કઈ જ નથી, કે રેલ વગર આપણું જીવન અધૂરૂ છે. તમે પણ તમારા જીવનમાં રેલમાં સફર જરૂર કરી હશે. પણ જે લોકો પોતાના હંમેશા રેલમાં સફર કરતા હશે તે લોકો ચોક્કસ જાણતા હશે કે ઘણીવાર તેઓની સીટ એકે જુના કોચ માં મળી જાતિ હોય છે. જો કે આવા કોચ માં કોઈપણ સફર કરવાનું પસંદ નથી કરતા. ભારતીય રેલ, એક કોચથી લગભગ 30 વર્ષ સુધીની સર્વિસ લે છે. તો ઘણીવાર કોચ ની લાઈફ ને મજબૂરી ને લીધે વધારી દેવામા આવતી હોય છે. પણ શું તમેં ક્યારેય વિચાર્યું છે કે રેલ ના તે જુના ડબ્બા નું શું થાય છે, જે પોતાની સર્વિસ પુરી કરી ચુક્યા હોય છે. ચાલો તો આજે અમે તમને રેલવે ના તે ડબ્બા ઓ વિશે જણાવીએ. જો કે રેલના આવા ડબ્બા ને કોઈ પ્રકારના કામોમાં ઉપીયોગ માં લઇ શકાય છે, પણ મુખ્ય રિતે તેને બે રીતે ઉપીયોગમાં લેવામાં આવે છે. સૌથી પહેલા તો એ કે જુના ડબ્બા ને મોડીફાઇ કરીને એવું બનાવી દેવામાં આવે કે તે ફરીથી સવારી કરવા માટે કાબિલ બની જાય. બીજું એ કે રેલવે ના આ જુના ડબ્બાઓને કર્મચારીઓનું ઘર બનાવી દેવામાં આવે છે.જે કમર્ચારીઓ પોતાના ઘરેથી દૂર કામ કરે છે, તેઓ માટે આ ડબ્બા ને જ તેઓનું ઘર બનાવી દેવામાં આવે છે. આવા ઘરોને Camp Coaches કહેવામાં આવે છે.Camp Coaches માં રહેનારા દરેક કર્મચારીઓ રેલવે ના એન્જીનીયરીંગ વિભાગ ના અંતર્ગત કામ કરનારા હોય છે. ઘણીવાર કામના ચાલતા તેઓને ઘણી લાંબી સફર કરવાની રહે છે. માટે કર્મચારીઓની જરૂરિયાતોને જોતા આ કોચો માં દરેક સુવિધાઓ જેવી કે ફ્રિજ, કલર ટીવી, બેડ વગેરે સામાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જો કે રેલવે ના મોટા અધિકારીઓ માટે Camp Coaches માં એસી પણ લગાવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here