બ્રેકીંગ ન્યુઝ: CBI ના વિવાદ પર કોગ્રેસનું વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધી સહિતના નેતાની ધરપકડ – વાંચો સમગ્ર અહેવાલ

0

CBI Officers ને રજા પર મોકલવા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગરમાઇ રહ્યું છે. દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI વિવાદ પર ભારતની સૌથી જૂની પાર્ટી કોગ્રેસે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાના નિર્ણયના વિરોધમાં સીબીઆઇ હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ભાજપા નેતા ડી રાજા અને તૃણમુલ કોગ્રેસના નદીમ-ઉલ-હક પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ લોધી રોડ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વહોરી હતી.

કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને કોગ્રેસના અન્ય નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય કોગ્રેસના અનેક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે. વધુમાં રાહુલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. રાહુલે લોકોની વચ્ચે ચોકીદાર ચોરના નારા લગાવ્યા હતા. રાહુલે કહ્યું કે, કોગ્રેસ પાર્ટી ચોકીદારને ચોરી કરવા દેશે નહીં.

રીશ્વતકાંડ પછી સીબીઆઈ માં મચેલી ધમાચકડી પછી હવે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આઇબીઆઈ પ્રકરણ ને લઈને શુક્રવાર ના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ના નેતૃત્વ માં વિપક્ષી પાર્ટીઓ એ સીબીઆઈ મુખ્યાલય ની બહાર હલ્લા બોલ પ્રદર્શન કર્યું. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરતા રાહુલ ગાંધી સહીત અન્ય નેતાઓ એ પોતાની ધરપકડ પણ કરાવી હતી. ધરપકડ આપવામાં રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી સહીત અન્ય મોટા નેતાઓ પણ શામિલ રહ્યા હતા. તેના પછી રાહુલ ગાંધીએ પોલીસ થાણા થી બહાર નીકળીને પીએમ મોદી પર હલ્લો મચાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ એ કહ્યું કે કંઈપણ થઇ જાય પણ પ્રધાનમંત્રી સત્ય થી ભાગી ના શકે.

રાહુલ ગાંધીના નેતૃત્વ માં કોંગ્રેસ નો હાલ્લાં બોલ માર્ચ દયાલ સિંહ કોલેજ થી શરૂ થઈને સીબીઆઈ મુખ્યાલય સુધી ચાલ્યો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને લોધી રોડ પોલીસ સ્ટેશન માં અન્ય નેતાઓ ની સાથે પોતાની ધરપકડ આપી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ના શુક્રવાર ને કેન્દ્રીય જાંચ બ્યુરો(સીબીઆઈ) ના નિદેશક આલોક વર્મા ની શક્તિઓ ને છીનવી લેવાના વિરિદ્ધ માં વિપક્ષી દળો ના અવિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. રાહુલે જણાવ્યું કે રફાલ સૌદા ની જાંચ થી બચવા માટે આવું કરવામાં આવ્યું છે. દક્ષિણ દિલ્લી ના લોધી રોડ સ્થિત દયાલ સિંહ કોલેજ થી સીબીઆઈ મુખ્યાલય સુધી સંક્ષિપ્ત માર્ચ માં જનતા દળ-યુનાઇટેડ ના પૂર્વ નેતા શરદ યાદવ અને કમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયા ના ડી રાજા સહીત ઘણા વિપક્ષી નેતા શામિલ થયા હતા આ પ્રદર્શન માં લગભગ 3,000 કોંગ્રેસ કાર્યકર્તાઓ એ ભાગ લીધો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓ એ દેશભર માં સીબીઆઈ ના કાર્યાલયો એ બહાર પ્રદર્શન પણ કર્યું હતું, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર એ લખનઉ માં આ પ્રદર્શન માર્ચનું નેતૃવત કર્યું હતું. રાહુલે ગુરુવારે કહ્યું હતું કે વર્મા ને હડબડી માં એટલા માટે હટાવામાં આવ્યા કેમ કે તે વિવાદાસ્પદ રાફેલ સૌદા ની જાંચ કરવાના હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here