રહસ્યોથી ભરેલી છે મહિલા નાગા સાધુઓની દુનિયા, આવા બનવા પાછળની કહાની છે હેરાન કરનારી….

0

કુંભનો મેળો ખુબ જ ચર્ચિત છે. આપણામાના ઘણા એવા લોકો કુંભનાં મેળામાં જઈ ચુક્યા છે અને જે નથી ગયા તેઓ ટેલીવિજન પર તેના વિશે જરૂર જોયું હશે કે પછી કિતાબોમાં નિશ્ચિત રૂપથી વાંચ્યું હશે. કુંભનાં મેળામાં દુર-દુરથી ઘણા સાધુ સંતો આવતા હોય છે. તેમાં નાગા સાધુઓની ભીડ પણ જોવા મળી જાતી હોય છે. પુરુષ નાગા સાધુઓને જોવા એક સામાન્ય વાત બની ગઈ છે,પણ શું તમે ક્યારેય મહિલા નાગા સાધુઓને જોઈ છે? મહિલાઓનું નાગા સાધુ બનવું ખુબ જ કઠીન હોય છે, આજે અમે તમને જણાવીશું કે મહિલા નાગા સાધુ બનવા માટે કઈ પ્રક્રિયા ઓમાંથી પસાર થવું પડે છે.    જેવું કે પહેલા પણ જણાવ્યું છે કે મહિલાઓનું નાગા સાધુ બનવું આસાન કામ નથી. તેના માટે 6 થી 12 વર્ષ સુધી બ્રમ્હચર્ય નું પાલન કરવું પડે છે. જો તમારી તપસ્યાથી તમારા ગુરુ સંતુષ્ટ થઇ જાય છે ત્યારે જ તેઓ તમને દિક્ષા પ્રદાન કરે છે.
તેઓને હંમેશા પીળા વસ્ત્ર લપેટીને રાખવું પડે છે. સાથે જ સ્નાન કરવાના સમયે પણ તેઓને આ કપડું શરીર પર જ રાખવું પડે છે.જ્યારે કોઈ મહિલા નાગા સાધુ બને છે તો તેને અખાડામાં ઉપસ્થિત દરેક પુરુષ સાધુ માતા કહીને સમ્માનિત કરે છે. તેઓનું ખુબ જ સન્માન કરવામાં આવે છે.નાગા સાધુ બનવા માટે બધી જ મોહમાયાનો ત્યાગ કરવો પડે છે, અને તે વાત સાબિત કરવી પડે છે કે તેઓને સાંસારિક વસ્તુઓથી કોઈજ મોહ નથી.નાગા સાધુ બનવા પહેલા આ મહિલાઓનું મુંડન કરી દેવામાં આવે છે અને પછી તેઓને કોઈ નદીમાં સ્નાન કરાવામાં આવે છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.