રહસ્યમય છે આ કિલ્લો, દૂરથી દેખાતો કિલ્લો નજીક જતા થાય છે ગાયબ – જાણો ક્યાં આવ્યો?


આ કિલ્લો એક અત્યંત રહસ્યમય કિલ્લો આવેલો છે. 11મી સદીમાં બનેલા આ કિલ્લામાં 5 માળ છે. જેમાના 3 જમીનની ઉપર જયારે 2 માળ જમીનની અંદર છે. ફરવા આવેલી આખી જાન થઈ ગઈ ગાયબ


– કહેવાય છે કે અહીના નજીકના એક ગામમાં થોડા વર્ષો પહેલાં એક જાન આવી હતી. – જાનમાં આવેસા 50થી 50 લોકો આ કિલ્લો જોવા આવ્યાં. ફરતાં ફરતાં આ લોકો અંડરગ્રાઉન્ડ માળ તરફ જતાં રહ્યાં.
– અંદર ગયેલા લોકોમાંથી આજ સુધી કોઈ પાછું નથી આવ્યું. એ પછી પણ આવી ઘટનાઓ બની છે. – આવી ઘટનાઓ પછી મહેલમાં નીચે જવાનો રસ્તો બંધ કરી દેવાયો.

– કિલ્લો બિલકુલ ભૂલભૂલૈયા જેવો છે. જો માહિતી ના હોય તો અંદર જનાર કોઈપણ રસ્તો ભૂલી શકે છે. – ગઢકુંડાર કિલ્લાને લઇને વૃન્દાવનલાલ વર્માએ એક પુસ્તક પણ લખ્યું છે.


– આ પુસ્તરકમાં કિલ્લામાં બીજા રહસ્યો વિશે પણ લખવામાં આવ્યું છે. – ભૂલભૂલૈયા અને અંધારુ હોવાને લીધે આ કિલ્લો દિવસે પણ ભયાનક લાગે છે. કિલ્લામાં એટલો ખજાનો છે કે ભારત દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની જાય
-ઇતિહાસકાર હરગોવિંદ સિંહ કુશવાહ કહે છે કે ગઢકુંડાર બહુ શ્રીમંત રાજ્ય હતું. -ગઢકુંડારના કિલ્લાના અંડરગ્રાઉન્ડ ભાગમાં ઘણા રહસ્યો આજે પણ છે.


– અહીં ચંદેલા, બુંદેલા અને ખંગારોનું શાસન હતું. તેમની પાસે સોની, હીરા અને ઝવેરાતની કોઈ કમી નહોતી. -કેટલીય વિદેશી તાકતોએ આ ખજાનો લુટ્યો પરંતુ આજે પણ અહીં એટલુ ધન છે કે ભારત સૌથી શ્રીમંત દેશ બની શકે.

ઝાંસીથી આશકે 70 કિમી દૂર ગઢકુંડારમાં આવેલો છે આ કિલ્લો..


ઇતિહાસ પર નજર-
– બુંદેલખંડના કિલ્લા પર બીએચયૂથી શોધ કરનારા અજય સિંહનું કહેવું છે કે આ કિલ્લો ચંદેલ કાળમાં ચંદેલોનું સુબાઈ મુખ્યાલય અને સૈનિક મથક હતુ. – યશોવર્મા ચંદેલ (925-40 ઈ.)એ દક્ષિણી- પશ્ચિમી બુંદેલખંડને પોતાના હસ્તક લઈ લીધું હતું.


– આની સુરક્ષા માટે ગઢ કુંડાર કિલ્લાનું નિર્માણ કરાવામાં આવ્યું હતું. – આમાં કિલેદાર પણ રાખવામાં આવ્યાં હતા. 1182માં ચંદેલ-ચૌહાણો વચ્ચે યુદ્ધ થયું. જેમાં ચંદેલ હારી ગયા. – આમાં ગઢ કુંડારના કિલેદાર શિયાજૂ પવારનું મૃત્યુ થયું

– એ પછી અહી નાયબ કિલેદાર ખેત સિંહ ખંગારે ખંગાર રાજ્ય સ્થાપિત કર્યું. – 1182થી 1257 સુધી ખંગાર રાજ્ય રહ્યું. એ પછી બુંદેલા રાજા સોહન પાલે અહીં પોતાને સ્થાપિત કરી લીધા. – 1257થી 1539 ઈ. સુધી એટલે કે 283 વર્ષો સુઝી આ કિલ્લા પર બુંદેલાઓનું શાસન હતુ. – એ પછી આ કિલ્લો વિરાન થતો ગયો. 1605 પછી ઓરછાના રાજા વીર સિંહ દેવ આ કિલ્લાની સંભાળ લીધી.


– વીર સિંહે પ્રાચીન ચંદેલ યુગ, કુઠારી, ભૂતલ ઘર જેવા વિચિત્ર તિલિસ્મી ગઢનો જીર્ણોધ્ધાર કરવાની ગઢ કુંડારને કિલ્લાની પહેલી હરોળમાં સ્થાન અપાવ્યું. – 13મી થી 16મા શતાબ્દી સુધી આ બુંદેલા શાસકોની રાજધાની હતી. – 1531 માં રાજા રુદ્ર પ્રતાપ દેવે પોતાની રાજધાની ગઢ કુંડારથી ખસેડીને ઓરછાને બનાવી લીધી. સુરક્ષાની દૃષ્ટીએ બેજોડ છે આ નમૂનો
– આ કિલ્લાને સુરક્ષાની દૃષ્ટીએ બનાવાયો છે. એ લોકોને ભ્રમિત કરી દે તેવો કિલ્લો છે. – તે ઊંચા પહાડો પર એક હેક્ટેરથી પણ વધારે વર્ગાકાર જમીન પર બનેલો છે. – એ રીતે બનાવાયો છે કે 4-5 કિમી દૂરથી તો દેખાય છે. પરંતુ જેમ- જેમ નજીક જઈએ એમ-એમ તે ગાયબ થવા લાગે છે. -દૂરથી જે રસ્તેથી આ કિલ્લો દેખાય છે, એ રસ્તે જઈએ તો એ રસ્તો કિલ્લાને બદલે ક્યાંક બીજે લઈ જાય છે. -ખરેખર તો કિલ્લામાં જવાનો રસ્તો બીજો છે.

Courtesy: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

રહસ્યમય છે આ કિલ્લો, દૂરથી દેખાતો કિલ્લો નજીક જતા થાય છે ગાયબ – જાણો ક્યાં આવ્યો?

log in

reset password

Back to
log in
error: