દીકરા ની ગર્લફ્રેન્ડ ની આ ઈચ્છા ને ‘ના’ કહી ના શક્યા મુકેશ અંબાણી, આખરે માનવી પડી ભાવિ વહુ ની વાત…..

0

ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘરે એક વાર ફરથી ઢોલ-નગારા વાગવાના છે. તેના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતા ના 9 માર્ચ ના રોજ લગ્ન થવાના છે. આ ખાસ લગ્ન માટે અત્યાર થી જ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. લગ્ન ના પહેલા અંબાણી પરિવાર ઘણા રિવાજોને પુરા કરવામાં લાગી ગયા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇલર થઇ રહ્યો છે જેમાં તેના નાના દીકરા અનંત અંબાણી ની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ મુકેશ અંબાણી ને ડાંસ કરવા માટેનો પ્રસ્તાવ રાખતી જોવામાં આવી રહી છે.આગળના વર્ષે આકાશ અંબાણી અને શ્લોકા મેહતા ની સગાઈ થઇ હતી અને તે જ સમયે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ ની લવસ્ટોરી નો ખુલાસો થયો હતો. તે સમયે બંને મોટા ભાગે એક સાથે જોવામાં આવ્યા હતા. જેના પછી એક તસ્વીર દ્વારા બંને ની કેમેસ્ટ્રી જોવા મળી હતી, જેના પછી તે સ્પષ્ટ થઇ ગયું કે બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે.
દીકરી ઈશા અંબાણી ના લગ્ન પછી હાલ અંબાણી પરિવાર પોતાના દીકરાના લગ્ન ને લઈને વ્યસ્ત છે. આગળના દિવસોમાં મુકેશ અંબાણી પોતાણી પત્ની અને દીકરા અનંત ની સાથે મંદિર ગયા હતા. તેના પછી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા વીડિયોમાં રાધીકા મર્ચેન્ટ મુકેશ અંબાણી ને પોતાની સાથે ડાન્સ કરવા માટેનું કહે છે. તેની આ વાતને થનારા ભાવિ સસરા મુકેશ અંબાણી ટાળી ના શક્યા અને થનારી ભાવિ વહુ રાધિકા સાથે ડાન્સ કરવા લાગે છે.
તેની પહેલા મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા લગ્ન માટે મહેમાનો ને આમંત્રિત કરવા માટે ચેન્નાઇ પહોંચ્યા હતા અને બંને એ ‘ડીએમકે ચીફ એમકે સ્ટાલિન’ ને લગ્ન માટે આમંત્રિત કર્યા હતા. આ વાત ની જાણકારી ખુદ ડીએમકે ચીફ સ્ટાલિન આ પોતાના ટ્વીટર પર આપી હતી.  આકાશ અને શ્લોકા ના લગ્ન ની વ્યવસ્થા એકદમ ખાસ હશે. 9 માર્ચ બપોર ના 3.30 વાગે જાન મુંબઈ ના ટ્રિડેન્ટ આવશે. જાન ટ્રીટેન્ડ થી નીકળીને બાંદ્રા કુર્લા કોમ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર આવશે. 6.30 વાગે અહીં મહેમાનો માટે નાસ્તા ની ખાસ વ્યસવથા કરવામાં આવશે.સાંજે 7.30 વાગે લગ્ન નો કાર્યક્રમ શરૂ થાશે.10 માર્ચ ના રોજ આકાશ-શ્લોકા ના લગ્ન ની પાર્ટી હશે. તેનું આયોજન અંબાણી અને મેહતા પરિવાર સાથે મળીને કરશે. આ ખાસ આયોજન પણ જિયો વર્લ્ડ સેન્ટર માં જ હશે. આ સમારોહમાં બૉલીવુડ,બિઝનેસ અને રાજનીતિ વર્ગ ની ઘણી હસ્તીઓ હાજર રહેશે.Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here