600 વર્ષ પછી બદલાઈ છે રાહુ અને કેતુની સ્થતિ આ 5 રાશિના જાતકો 2018 ના અંતમાં થશે માલામાલ…

0

૬૦૦ વર્ષ પછી સર્જાયો છે આ સંયોગ જેના કારણે રાહુ અને કેતુ આ બંને ગ્રહની બદલાયેલી સ્થિતિ લાવશે અનેક લોકો માટે આનંદના સમાચાર. આજના આ ફાસ્ટ જમાનામાં દરેક વ્યક્તિ ફટાફટ અને સરળતાથી ધનવાન બનવા માંગે છે અને તેમ કરવા માટે તેઓ મહેનત પણ કરતા હોય છે પણ અમુક સમય અને સંજોગો તેમને સાથે નથી આપતા.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમે તમારો આવનારો સમય કેવો રહેશે તે જાણી શકો છો અમુક ગ્રહોની સ્થિતિ તમને કેવી ફળશે કે નહિ તે પણ તમે જાણી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આવનારો સમય ત્રણ રાશિના જાતકોને અનોખો ફાયદો કરાવશે. આમતો રાહુ અને કેતુને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહોનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી હોતું માટે કુંડળીમાં આ ગ્રહો બીજા ગ્રહના ઘરમાં સ્થાન લઈને તેનો પ્રભાવ બનાવે છે.

આમ તો રાહુ અને કેતુ બંને ગ્રહને બહુ શુભ માનવામાં નથી આવતા. અમુક જ સમય અને સંજોગો એવા હોય છે જયારે કુંડળીમાં આ બંને ગ્રહ શુભ પરિણામ આપે. અમુક લોકોની કુંડળીમાં જયારે આ બંને ગ્રહોનું આગમન થાય છે ત્યારે એ વ્યક્તિની સારી દશાને બગાડી જતા હોય છે. એક ધનવાન માણસને ગરીબ બનાવવાની શક્તિ આ બંને ગ્રહમાં રહેલી છે.

રાહુ અને કેતુને સંબંધિત પુરાણોમાં એક કથા દર્શાવેલી છે જેમાં સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી અમૃત બહાર આવે છે અને તે અમૃત દેવતાઓના ભાગમાં આવે છે. અમૃત પામવાની લાલચમાં રાક્ષસમાંથી એક રાક્ષસ પોતાનું રૂપ બદલીને અમૃતનું પાન કરવા માટે દેવતાઓની સાથે બેસી જાય છે. જે વાત ચંદ્ર દેવ અને સૂર્ય દેવ જાણી જાય છે ત્યારબાદ વિષ્ણુ ભગવાન પોતાના સુદર્શન ચક્રની મદદથી તે રાક્ષસનું માથું ધડથી અલગ કરી દે છે પણ અમૃત પાન કરી લેવાને કારણે તે મૃત્યુ નથી પામતો. આથી તેના માથાના ભાગને રાહુ અને ધડને કેતુના નામથી ઓળખવામાં આવે છે.

દરેક સમયે રાહુ અને કેતુ બંને ગ્રહોની અસર વ્યક્તિને બહુ જ નુકશાન પહોચાડતી હોય છે પણ જો તમને અમે એમ કહીએ કે આ સમયે રાહુ અને કેતુ થયા છે ખુશ આ ચાર રાશિના જાતકોને થશે અદ્ભુત લાભ. આવો જાણીએ રાહુ અને કેતુની આ સ્થિતિ કઈ રાશિ પર કરશે કેવી અસર.

૧. મેષ : સૌભાગ્ય ચમકવા લાગશે, તમારા કાર્યક્ષેત્રે નવી તકો ઉભી થશે અને પરિવારમાં પ્રેમ વધશે.

૨. વૃષભ : અકસ્માત થવાના યોગ છે પતિ અને પત્ની વચ્ચે પણ અણબનાવ બની શકે છે.

૩. મિથુન : ઘરમાં નાની નાની વાતે ઝઘડો, આર્થિક નુકશાન, અને પાર્ટનરશીપ તૂટવાની શક્યતાઓ.

૪. કર્ક : મિત્રશત્રુઓમાં વધારો, તબિયત રહેશે નરમ ગરમ, કાયદાકીય મુશ્કેલી આવી શકે.

૫. સિંહ : પ્રેમીઓ માટે સારો સમય, સંતાન પ્રાપ્તિ માટે સારો સમય, વિદ્યાર્થીઓને મળશે સફળતા.

૬. કન્યા : પરિવારમાં અણબનાવ, વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે, નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂર્ણ થાય.

૭. તુલા : બે ભાઈઓ વચ્ચે ઝઘડા થઇ શકે, નવા સાહસિક કર્યો કરી શકો.

૮. વૃષિક : રોકાણ કરેલા પૈસા ફસાઈ જવાના ચાન્સ, ઘર અને પરિવારમાં સંપત્તિ વધશે પણ અણબનાવ બની શકે.

૯. ધન : તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એ સમજતા વાર લાગશે, સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે.

૧૦. મકર : વધારાના ખર્ચ અને ડોક્ટરની મુલાકાત વધશે.

૧૧. કુંભ : પૈસાનો વરસાદ થશે પરિવાર તરફથી પૂર્ણ સહયોગ, વારસાઈ મિલકત મળવાના યોગ.

૧૨. મીન : પિતાની તબિયત બગડી શકે, ધંધામાં નુકશાન, સંબંધોમાં કડવાશ.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here