પૂર્વ કપ્તાન કપિલ દેવ ને 36 વર્ષ પછી મળ્યા પીએફ ના પૈસા, રકમ સાંભળી ને રુવાંટા ઉભા થઇ જશે…

0

આપણા ભારત માં ક્રિકેટ પ્રેમીઓ ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ભલે એ વર્લ્ડ કપ હોય કે પછી આઇપીએલ , દરેક ટ્રોફી ભારતીય ટિમ એના નામે કરવા ઈચ્છે છે. સમય સાથે આ ક્રિકેટ ટિમ ના જુના ખિકડીઓ રિટાયરમેન્ટ લેતા જાય છે અને નવા ધુરંદર ખેલાડીઓ રેકોર્ડ તોડતા જાય છે. ઓન આજે અમે તમને 90 ના દશક ના ભારતીય ક્રિકેટ ટિમ ના કપ્તાન રહી ચૂકેલા કપિલ દેવ વિસે એક એવું રાજ જણાવવા જઈ રહ્યા છીએ, જેને આજ સુધી દુનિયા થી છુપાવતા આવ્યા છે. જો કે એમના પરિવાર ને એમના એ રાજ વિસે ખબર છે ,પણ હવે આ રાજ મીડિયા સામે ખુલી ગયું છે.
કપિલ દેવ એવા જાંબાઝ ક્રિકેટ પ્લેયર રહી ચૂક્યા છે જેને કારણે ભારત એ એનો પેહલો વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર થી લઈ ને આજ સુધી કપિલ નું નામ ભારત ના દરેક બાળક જાણે છે. તો ચાલો જાણીએ કપિલ દેવ ના રાજ વિસે વિસ્તાર માં.
ભારત નો પેહલો વર્લ્ડ કપ દેવડાવવા વાળા કપિલ નું આ રાજ તમારા પગ નીચે ની જમીન હલાવી દેશે. કપિલ એ આ સપના માં પણ નહીં વિચાર્યું હોય કે એ રાજ અચાનક બધા ની સામે આવી અને બધા ને ખુશી દઈ જશે. તમારી જાણકારી માટે જણાવીએ દઈએ કે કપિલ ક્રિકેટ ટિમ માં ભાગ લીધા પેહલા એક કંપની માટે કામ કરતા હતા. જો કે તે કપિલ સ્પીનિંગ એન્ડ વિવિંગ મિલ્સ માં લોજિંગ ઓફિસર ની પોસ્ટ પર કામ કરતો હતો.
ત્યાં એમને 1979 થી લઈ અને 1982 સુધી કામ કર્યું અને ક્રિકેટ માં આવ્યા બાદ એમને એ કામ ને અલવિદા કહી દીધું.

36 વર્ષ પછી મળી એ ખુશખબરી:દરેક કંપની એની અંદર કામ કરવા વાળા લોકો ની સેલેરી માંથી થોડી રકમ કાપી પ્રોવિડન્ટ ફન્ડ ના નામ પર રાખે છે જે એમને નોકરી છોડ્યા પછી દેવા માં આવે છે. કપિલ ની આ કંપની એ પણ 36 વર્ષ પછી એ ફંડ કપિલ ને ચૂકવ્યું. કહેવાય છે કે આ ફંડ લગભગ 2.75 લાખ છે જે ચાર દશક પછી કપિલ ને મળ્યા. જો કે કંપની ના બિલ 1994 માં જ બંધ થઈ ગયા હતા પણ આ કંપની હજુ ચાલુ છે.

જુના રેકોર્ડ ચેક કરવા પર મળ્યુ ફંડ:કંપની ના ઓનર એ જણાવ્યું કે જ્યારે એમને કંપની માં કામ વાળા લોકો ના રિકોર્ડ ચેક કર્યા તો ખબર પડી કે કપિલ દેવ નું પ્રોવિડન્ટ ફંડ એમને ચૂકવવા માં આવ્યું નથી. જેના પછી એમને કપિલ દેવ નો સંપર્ક કર્યો અને એમને રકમ લઈ જવા નો આગ્રહ કર્યો.જો કે એમને આ જ જાન્યુઆરી મહિના માં બધી રાશિ આપી દીધી હતી પણ આ વિશે કપિલ એ મીડિયા ને ખબર ન પડવા દીધી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કપિલ દેવ એ કેટલા વર્ષ પહેલાં સન્યાસ લઈ લીધો હતો. કપિલ એ 1983 માં ભારત એ પેહલો વર્લ્ડ કપ અપાવ્યો હતો. એમને એમના ક્રિકેટ કરિયર માં કુલ 225 વનડે મેચ રમ્યા જેમાં એમને 3783 રન બનાવ્યા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here