પુરુષોત્તમ મહિના ની કથા – આજથી પવિત્ર પુરુષોત્તમ મહિનો શરુ થાય છે શું તમે જાણો છો શા માટે આ મહિનો ઉજવાય છે?

પુરુષોત્તમ મહિના ની કથા

આજથી પવિત્ર પુરુષોત્તમ મહિનો શરુ થાય છે શું તમે જાણો છો શા માટે આ મહિનો ઉજવાય છે? ચલો જાણીએ આજે પુરુષોત્તમ માસ એટલે અધિકમાસ ની કથા. અધિકમાસ દર 3 વર્ષે આવે છે અધિકમાસ નો કોઇ સ્વામિ ન હોવાથી તે મળમાસ તરીકે ઓળખાતો એની ખુબ નિંદા થતી કેમ કે બધા માસ ને સ્વામિ હતા પણ અધિક માસ ૩ વર્ષે આવતો હોવાથી એનુ કોઇ સ્વામી ન હતું

એથી એ ખુબ દુખી થયો અને ભકતવત્સલ શ્રી હરિ પાસે ગયો. એ એને ગૌલોક લઇ ગયા. ત્યાં શ્રી કૃષ્ણ સ્વયં વિરાજમાન હતા. ત્યાં અધિકમાસ એ એનુ દુખડુ રડયુ. શ્રી કૃષ્ણ એ એને વરદાન આપ્યુ કે આજથી હુ તારો સ્વામિ છુ એટલે એને પુરુષોત્તમ માસ નુ નામ મળયુ. જે પણ આ માસ મા જે પણ દાન પુણ્ય કરશે એને અધિક પુણ્ય મળશે

એટલે જ આ મહિના મા ઠેર ઠેર ભાગવત કથા બેસાડવામા આવે છે ભગવાન નુ નામ લેવામા આવે છે આ માસ મા દાન નુ બહુ મહત્વ છે આ માસ મા જેટલુ દાન કરે એનુ બમણું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ

લેખક: બંસરી
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

અધિકમાસમાં 7 કાર્ય કરવા જોઈએ…. આ કામ કરશો તો શરીરને ખૂબ જ સ્વસ્થ રાખશે અને અઢળક ફાયદાઓ થશે

અધિકમાસમાં 7 કાર્ય કરવા જોઈએ..

1. ભગવાન વિષ્ણુની પૂજા
પુરૂષોત્તમ મહિના ને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળ્યા હોવાથી આ સમયમાં કરેલી પૂજા અનેક ગણું પુણ્ય આપે છે.. વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ…

2. દાન-પુણ્ય કરવુ

અધિકમાસમાં દાન-પુણ્યનું ખુબ જ મહત્વ છે તમારા દ્વારા આપવામાં આવેલા એક રૂપિયાનું, પુણ્યનું સો ગણું થઈને તમને મળે છે..
આ સમયે દીવો, વસ્ત્રો અને ભગવદગીતા ગ્રંથનું દાન, ખૂબ જ લાભદાયક છે… કહેવાય છે કે દીપ નું દાન કરવાથી ખૂબ જ પ્રગતિ થાય છે વંશ આગળ વધે છે..

3 . નિષ્કામભાવે અનુષ્ઠાન કરવું
આ સમયે નિષ્કામભાવે અનુષ્ઠાન કરવાથી લાખ ઘણું પુણ્ય મળે છે… વાતાવરણમાં ધાર્મિક ઉર્જા હોવાને લીધે
મન પ્રફુલ્લિત રહે છે.. દેવી પુરાણ અનુસાર જો તમે દાન આપી શકવા સક્ષમ નહોતો સંત ઋષિમુનિઓની સેવા પૂજા કરવી.. આ સમયે પ્રાણઘાતક બાબતોથી બચવા માટે રુદ્ર જાપ કરવો ખૂબ જ જરૂરી છે..

4. આમળા અને તલનો પ્રયોગ

આમળા અને તલના મિશ્રણને શરીર પર લેપ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.. તે શરીરને ખૂબ જ સ્વસ્થ રાખશે..બની શકે તો આંબળાના વૃક્ષની નીચે ભોજન કરવું

5. કથા સંભળાવવી

પુરૂષોત્તમ મહિનામાં કથા સાંભળવી અને કથા સંભળાવવા ખૂબ જ મહિમા છે.. આ સમયે વિષ્ણુ સહસ્ત્રનામ શ્રીસૂક્તનો પાઠ ખૂબ જ લાભદાયી છે..
એકાદશી માહાત્મ્ય ને કથા સાંભળવાથી બધા જ મનોરથ પુરા થાય છે..

6. મંત્ર જાપ
અધિકમાસમાં મંત્ર જાપ કરવાથી લાખ ઘણું પુણ્ય મળે છે… ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો.. તમારી પાસે ગુરુ મંત્ર હોય તો તેનો પણ મંત્રજાપ સતત ચાલુ રાખવા જોઈએ..

7. ઉપાસના વિધિ
આ સમયે ઉપવાસ કરવો.. પૂજા કરવી અને જમીન પર સૂવું.. તેનાથી ભક્તિ માં ધ્યાન રહેશે..

લેખક: નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!