મંત્રીને રોકીને શહીદ તિલકની મા એ કરી આવી માંગ, ગર્વથી ફુલાઈ જશે દરેક ભારતીયની છાતી

0

પુલવામા આતંકી હુમલામાં શહીદ તિલક રાજના ઘરે પહોંચ્યા ખાદ્ય આપૂર્તિ મંત્રી કિશન કપૂર પાસેથી શહીદની મા અને પિતરાઈ બહેનએ બદલો લેવાની માંગ કરી. શહીદની મા વિમલા દેવી અને પિતરાઈ બહેન અનુએ મંત્રીને પાંચ મિનિટ સુધી આંગણામાં રોકી રાખી અને કહ્યું કે આતંકવાદીઓ અને પાકિસ્તાનથી બદલો લો, કારણ કે ફક્ત અમારા પરિવારનો એકલો તિલક જ સૈન્યમાં ન હતો.

શહીદ તિલક રાજના પાર્થિવ દેહને જોઈને મા વિમલા દેવી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. શબપેટીને વળગીને મા વિમલા દેવી કહેવા લાગી કે મારો દીકરો બધાનો સિનિયર હતો. હવે કોના ગીતો સાંભળીશ અને કોને કબડ્ડી રમતા જોઇશ. સુધ-બુધ ખોઈ બેસેલી મા વિમલા બીજાને ચૂપ રહેવાનું કહેતી રહી, અને બોલતી રહી – મારા દીકરાને કશું જ નથી થયું, આજે મારા દીકરાની રિટાયરમેન્ટ છે. રોવાની જરૂરત નથી.ચાર બીજા દીકરાઓ પણ સરહદ પર દેશની રક્ષા કરી રહયા છે. જો પાકિસ્તાન અને આતંકવાદીઓહી બદલો નહિ લેવામાં આવે તો તેમના જીવને પણ જોખમ છે. પુલવામા આતંકી હુમલામાં શહીદ તિલક રાજનો પરિવાર અમુક જ વર્ષોએ ફૌજી પરિવાર બની ગયો.તિલક રાજ સહીત કાકા-બાપાના થઈને કુલ પાંચ ભાઈઓ સૈન્ય અને અર્ધ-સૈનિક બળમાં ફરજ બજાવી રહયા છે. પિતરાઈ ભાઈઓમાં સૌથી મોટો શહીદ તિલક વર્ષ 2011માં સીઆરપીએફમાં જોડાયા બાદ તેમના અન્ય ભાઈઓ પણ સૈન્ય અને અર્ધ-સૈન્ય દાળોમાં જોડાયા. તેમના ભાઈ તેજસિંહ ભારતીય સેનાની ડોંગરા રેઇમેન્ટમાં છે જયારે રાકેશ કુમાર, રવિન્દ્ર કુમાર અને કેવળ આઇટીબીપીમાં ફરજ બજાવે છે.આ સિવાય શહીદ તિલકનો સાળો પણ સીઆઇએફમાં છે. યુવકોએ કહ્યું કે શહીદ તિલક જયારે પણ રજાઓમાં ઘરે આવતા ત્યારે ગામના યુવાનોને ફોન કરીને કઇંક નવું કરવાનું કહેતા હતા. શહીદ તિલક રાજના મૃત્યુ બાદ હવે ઘર ચલાવવાનું કોઈ સાધન નથી રહ્યું.પુલવામાના શહીદના પરિવારોને એચએએસ અધિકારી એક-એક દિવસનું વેતન આપશે. આ નિર્ણય એચએએસ અધિકારી એસોસિએશને લીધો છે. આ એસોસિએશનના અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. પ્રદેશમાં 200થી વધુ એચએએસ અધિકારીઓ કાર્યરત છે. આ બધા તરફથી એક-એક દિવસનું વેતન આ શહીદના પરિવારોને સહાયતા અર્થે આપવામાં આવશે.

શહીદના પિતાએ કહ્યું કે મેં મહેનત-મજૂરી કરીને ગરીબીની હાલતમાં પરિવારનું ભરણ-પોષણ કર્યું છે. દીકરાના સેનામાં જોડાયા બાદ સુખ જોવા મળ્યું હતું. હવે દીકરાના મોતે તેમની કમર તોડી દીધી છે. પરંતુ દીકરાની શહાદતે તેમનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. શહીદની પિતરાઈ બહેન અનુએ કહ્યું કે તેમનો એક ભાઈ શહીદ થયો છે. હજુ ચાર ભાઈઓ સરહદ પર છે. એ ભાઈઓની રક્ષા માટે અનુએ આતંકવાદીઓથી બદલો લેવાની માંગ કરી છે. અનુએ કહ્યું કે ભગવાન નહીં, સરકાર આ વાતનો બદલો લે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અમનત્રી જે પી નડ્ડાએ પુલવામા આતંકી હુમલાની નિંદા કરી કહ્યું કે કેન્દ્ર સરકાર આતંકીઓ વિરુદ્ધ જલ્દી જ મોટી કાર્યવાહી કરશે. પાકિસ્તાન આતંકવાદને પોષિત કરી રહ્યું છે. આનો પાકિસ્તાનને પણ સરકાર કૂટનીતિક જવાબ આપશે.કાંગડા-ચંબાના સંસદ શાંતા કુમારે કહ્યું કે પુલવામા આતંકી હુમલો પાકિસ્તાનની કાયરતા ભરી ઘટના છે. પીએમ મોદી સામે આતંકવાદીઓ વિરુદ્ધ સખત પગલાં લેવા માંગ કરવામાં આવશે. પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે.

સીઆરપીએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુલવામા આતંકી હુમલામાં શહીદ તિલક રાજ જમ્મુથી કાશ્મીર જઈ રહેલા સીઆરપીએફના કાફલાની એસ્કોર્ટ ગાડીમાં હતા. સીઆરપીએફની બસને ટક્કર માર્યા બાદ આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો, આતંકીની એક ગોળી તિલકના માથા પર પણ વાગી હતી. વિસ્ફોટ બાદ ઉઠેલા ધુમાડામાં તેનું શરીર પણ બળી ગયું હતું.તિલક રાજની શહાદતની માહિતી પછી આખો ગમગીન પરિવાર રડતો રહ્યો. શહીદની પત્ની સાવિત્રી દેવી, મા વિમલા દેવી, અને પિતા લાયક રામ આખો દિવસ મૂર્છિત અવસ્થામાં રહયા. પત્ની સાવિત્રી દેવી ઓરડામાં મૂર્છિત અવસ્થામાં પલંગ પર પડી હતી. સંબંધીઓ તેને સાચવી રહયા હતા.

શહીદ તિલક રાજના 22-દિવસના પુત્ર વિવાનને સંબંધીઓએ પલંગની નજીક ઘોડિયામાં સુવાડ્યો હતો. ઘરમાં એક તરફ શહાદતના શોકમાં ડૂબેલા હતા ત્યારે બીજી તરફ 22 દિવસનો માસુમ દૂધ માટે રડી રહ્યો હતો.પતિની શહાદતના દુઃખમાં ડૂબેલી માતા માસૂમના રડવાથી અજાણ હતી. સંબંધીઓ માતા અને બાળકને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

શહીદનો મોટો દીકરો વરુણ (3 વર્ષ) માસૂમ આંખોથી આ બધું જ જોઈ રહ્યો હતો. હજુ તો પપ્પા બોલતા શીખેલા વરુણને ખબર પણ પડી રહી ન હતી કે તેના પરથી પિતાનો હાથ હટી ગયો છે. વરુણ ક્યારેક તેના કાકા તો ક્યારેક દાદા ખોળામાં લઈને સાચવી રહયા હતા.તિલક રાજે મોતથી 6 કલાક પહેલા સવારે સાવ નવ વાગે પોતાની પત્ની સાવિત્રી દેવીને ફોન કર્યો હતો અને કહ્યું હતું જે જમ્મુથી શ્રીનગર માટે તેમનો કાફલો નીકળી ગયો છે. તિલકે પત્નીને કહ્યુ હતું કે બાળકોનું અને માતાપિતાનું ધ્યાન રાખજે, હું શ્રીનગર જઈ રહ્યો છું. ફોન પર લગભગ 5 મિનિટ થયેલી વાતચીતમાં તિલકે પોતાના નાના દીકરા વિવાન અને મોટા દીકરા વરુણના હાલચાલ પૂછયા હતા.ત્યારે શહીદ તિલક રાજનો પાર્થિવ દેહ તેના ઘરે અંતિમ વિધિ માટે લાવવા માટે આવ્યો હતો ત્યારે તેની પત્ની સાવિત્રી  દેવીએ દુલ્હન બનીને સોળે શણગાર સજીને તેના શહીદ પતિને અંતિમ વિદાઈ આપી હતી. જે કે તેની આંખોમાંથી સતત આંસુની નદીઓ વહી રહી હતી, જે જોઈને ત્યાં હાજર દરેકની આંખ ભીની થઇ ગઈ હતી.આપણા હિન્દૂ ધર્મમાં એક વિધિ હોય છે કે પતિ-પત્ની જ્યારે લગ્ન કરે છે ત્યારે પત્ની કહે છે કે હું હંમેશા અખંડ સૌભાગ્યવતી રહીશ, એનો અર્થ એ હોય છે કે એ તેના પતિ પહેલા આ દુનિયામાંથી વિદાય લેશે, પરંતુ જયારે આમ નથી થતું અને પતિ પહેલા મૃત્યુ પામે છે, ત્યારે ત્યારે પત્ની તેમના લગ્ન સમયે પહેરેલા કપડા પહેરીને પતિને વિદાય આપે છે.આ જ પરંપરાનું પાલન કરતા, શહીદ તિલક રાજની પત્ની સાવિત્રી દેવીએ દુલહનના કપડા પહેરીને પોતાના શહીદ પતિને અંતિમ વિદાઈ આપી હતી. ત્યારે આ શોકના માહોલમાં શહીદનો મોટો પુત્ર અઢી વર્ષનો વરુણ તેના નાના ભાઈ 22 દિવસના વિવાનને ચૂપ કરાવતો જોવા મળ્યો હતો.વરુણ ઘરમાં શહીદના અંતિમ દર્શન માટે ખુલ્લી મુકેલી શબપેટીને જોવાની જીદ કરતો હતો. ત્યારે પરિવારના સભ્યો પરિવારના સભ્યો વરૂણને માતા તથા નાના ભાઈ પાસે લાવ્યા હતાં. અને વરુણ તેના ભાઈ વિવાનને ચૂપ કરાવતો હતો.

શહીદના અંતિમ દર્શન માટે આખું ગામ ભેગું થઇ ગયું હતું, જેથી ઘરના આંગણાથી રસ્તા સુધી ભીડ જામી હતી. જેના કારણે શહીદને અંતિમ વિધિ માટે ઘરના પાછળના દરવાજેથી ખેતરના રસ્તે લઇ જવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here