પતિની શહાદત પર બોલી ગર્ભવતી પત્ની – સેનાની ફરજ તો બજાવી, આ વચન પણ પૂરું કરવું હતું અજય…

0

આતંકીઓના હાથે શહીદ થયેલા જવાન અજય કુમાર જેટલા બહાદુર હતા, એટલો જ બહાદૂર તેમનો પરિવાર છે. એકના એક દીકરાના શહીદ થવાના સમાચાર આવ્યા બાદ લાચાર મા અને પિતા બસ એટલું જ બોલ્યા, અમારો લાલ તો ચાલ્યો ગયો… કોઈ બીજાનો ન જાય..પત્નીએ પણ રડતા-રડતા બસ એટલું જ કહ્યું કે મને આપણું વચન પૂરું ન કરી શક્યા. પરંતુ સેનાને આપેલી વચન ચોક્કસ પૂરું કરી દીધું. સેનામાં હવાલદાર રહેલા અજયના પિતા ચૌધરી વિરપાલ સિંહે પણ કેટલાય ઓપરેશન જોયા છે. પરંતુ દીકરાએ જે બહાદુરી દર્શાવી એના પર દેશને હંમેશા ગર્વ રહેશે.સેનામાં જોડાતા સમયે જે શપથ લેવામાં આવે છે, દેશની સુરક્ષા માટે જે વચન આપવામાં આવે છે. તેને સૈનિક અજય કુમારે શહાદત આપીને સારી રીતે નિભાવ્યું. પરંતુ અજયે હજુ પણ કેટલાય વચનો પૂરા કરવાના હતા. જે તેમને પોતાની બહેન, માતા અને પાંચ મહિનાની ગર્ભવતી પત્નીને આપ્યા હતા.તેઓએ પોતાની પત્નીને વચન આપ્યું હતું, દીકરાના જન્મ પર તો નહિ આવી શક્યો, પરંતુ આ વખતે જરૂર આવીશ. પત્ની અને પરિવાર રડી-રડીને બસ આ જ કહી રહયા હતા કે દેશ માટેનું વચન તો પૂરું કરી દીધું અજય… અમારું શું.22 મે 1992ના રોજ જન્મેલા અજય કુમાર, પિતાના સૈન્યમાં હોવાના કારણે શરૂઆતથી જ સેનામાં જવાનું સપનું જોતા હતા. 7 એપ્રિલ 2012ના રોજ સેનામાં જોડાવાથી તેમનું આ સપનું પૂરું થઇ ગયું. આ વર્ષની ઉંમરમાં 9 માર્ચ 2015એ અજયના લગ્ન મુરાદનગર સલેમાબાદની પ્રિયંકા ઉર્ફ ડિમ્પલ સાથે થયા. પછીના વર્ષે તેની પત્નીએ દીકરા આરવને જન્મ આપ્યો. અજય એ સમયે આંદમાનમાં ફરજ પર હતા.તેઓએ પત્નીને આવવાનું વચન આપ્યું હતું પરંતુ રજા ન મળવાના કારણે તેને નિભાવી ન શક્યા. આરવના જન્મના બે મહિના પછી ઘરે આવ્યા ત્યારે બધાએ જ ફરિયાદ કરી, ત્યારે તેને કહ્યું હતું કે હું સેનામાં છું, આટલું તો સહન કરવું જ પડશે.પ્રિયંકા હજુ તો પાંચ મહિનાની ગર્ભવતી છે. જાન્યુઆરીમાં જ્યારે અજય રજાઓ પર આવ્યા ત્યારે વચન આપ્યું હતું કે આ વખતે કોઈ પણ ફરિયાદનો મોકો નહિ મળે. પરંતુ સોમવારે સવારે ઘરે આવેલી ખબરે બધા જ વચનો તોડી દીધા.પત્ની પ્રિયંકાની હાલત જોઈને મા અને બહેન રડી-રડીને ફક્ત એ જ વાત કહેતી રહી કે અજય… આ વખતે તો તારે આ વચન નિભાવવું જોઈતું હતું. આ માસૂમે તો તને થોડા દિવસ જોઈ લીધો પણ એનું શું જે હજુ આ દુનિયામાં પણ નથી આવ્યો.દીકરાને સેનાનો અધિકારી બનાવવા માંગતા હતા
રડતી પ્રિયંકાને જયારે પૂછવામાં આવ્યું કે તેઓ દીકરાને શું બનાવશે ત્યારે તેને કહ્યું કે હવે તો અજયના સપનાને પૂરું કરવાનો જ ઉદ્દેશ છે. તેઓ ઘણીવાર કહેતા હતા કે દીકરાને પોતાની જેમ સૈનિક નહિ બનાવે, પણ બોર્ડિંગ સ્કુલમા ભણાવીને સેનમાં અધિકારી બનાવશે. પ્રિયંકાએ કહ્યું, અત્યારે તો એક બાળક છે જેને બોર્ડિંગ સ્કૂલમાં ભણાવીને સેનામાં અધિકારી બનાવીશ.મને આપેલું વચન પણ તોડી ગયા ભાઈ
છ મહિના પહેલા મોટા ભાઈ વિજયની મોત થઇ તો આખા પરિવારમાં અજય જ રહી ગયો હતો. બહેન અર્ચના એ પછીથી ખૂબ જ ડરેલી રહેતી હતી. જયારે પણ અજય સર્ચ ઓપરેશન પર જવાની વાત કરતો ત્યારે અર્ચના કહેતી કે હવે તારા સિવાય અમારું કોઈ જ નથી, પોતાનું ધ્યાન રાખજે. સોમવારે રડતી અર્ચના વારંવાર આ જ કહેતી રહી કે ખોટા વચનો આપતો રહ્યો, હવે કોણ પૂરા કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here