PUBG પર પ્રતિબંધ: યુવા અને બાળકો પર વિપરીત અસર કરતી ગેઇમ પબજી પર લાગ્યો પ્રતિબંધ

0

જ્યારથી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સે ઇન્ટરનેટ સસ્તા ભાવે આપવાનું શરુ કર્યું છે ત્યારથી જ નાના-મોટા સૌ કોઈને ઓનલાઇન ગેમની લત લાગી ગઈ છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે, તો વિદ્યાર્થીઓના પરિણામો પર પણ થાય છે. ત્યારે આ ગેમ્સ પર પ્રતિબંધ માટે સરકાર સામે અનેકવાર રજૂઆત કર્યા બાદ, આખરે આ ગેમ્સ પર પ્રતિબંધ લાગી ગયા છે.

ગણતરીના દિવસો પહેલા જ સુરત પોલીસ કમિશનરે PUBG ગેમ માટે એક જાહેરનામું બહાર પડ્યું છે, જે પ્રમાણે સુરત શહેરની હદમાં કોઈ પણ વ્યક્તિ PUBG ગેમ નહીં રમી શકે. પોલીસ કમિશનર ઓફિસ તરફથી બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાનો અમલ 15 માર્ચ સુધી કરવાનો રહેશે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ, શહેરમાં જાહેર હિત અર્થે યુવા અને બાળકો પર વિપરીત અસર કરતી પબજી કે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લ્યુ વ્હેલ ગેમો પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ જાહેર કર્યો છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે બાળકોની માનસિકતા પર ગેમ અસર કરતી હોવાથી પબજી તેમજ બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

પબજી તેમજ બ્લૂ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા કોઈ વ્યક્તિને આવી કોઈ ગતિવિધિમાં સામેલ હોય તેની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અથવા મૌખિક જાણ કરવા માટે આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જાહેર જનતાના તથા બાળકોના હિત માટે ઈન્ટરનેટ પ્રોવાઈડ કરતી તમામ મોબાઈલ કંપનીઓ તથા ગુગલ ઈન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, માઈક્રોસોફટ જેવી તમામ કંપનીઓએ પબજી, બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમ તથા તેના નામે મળતી આવતી અન્ય રમતોની કોઈ પણ લિંક પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવાતી હોય તો તે હટાવી દેવાની રહેશે. ગુનાની તપાસ કામગીરીમાં સામેલ એજન્સી તેમજ શૈક્ષણિક સંશોધનો માટે આ ગેમનો ઉપયોગ કરનાર લોકો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here