પૃથ્વી ના 6 સૌથી રહસ્યમય દેશ, જ્યા 3 થી 5 મહિના સુધી નથી થાતી રાત, 24 કલાક રહે છે તડકો…

0

દુનિયાભર માં સૂર્ય નીકળ્યા પછી દિવસની શરૂઆત થાય છે અને સૂર્ય ના ડૂબ્યા પછી રાત ની શરૂઆત થાય છે, પણ શું તમે જાણોછો કે દુનિયા માં અમુક એવા દેશો પણ છે, જ્યા સુરજ ડૂબતો જ નથી એટલે કે 24 કલાક સુધી દિવસ જેવું અંજવાળું રહે છે. 1. નોર્વે:
જે પહાડો થી ઘેરાયેલો દેશ છે. આ દેશ માં મૈં થી જુલાઈ સુધી લગભગ 76 દિવસ સુધી સૂરજ આથમતો જ નથી. તેને લૈંડ ઓફ ધ મીડ નાઈટ સન પણ કહેવામાં આવે છે. જો તમે લાંબા સમય સુધી અજવાળા કે દિવસ નો આનંદ ઉઠાવા માંગો છો તો આ દેશ માં જરૂર ફરવા માટે જાવ.

2. સ્વીડન:આ એક એવો દેશ છે જ્યા અળધી રાતે પણ સૂરજના અજવાળા નો આનંદ લઇ શકો છો. અહીં મૈં ની શરૂઆતથી ઓગસ્ટ ના અંત સુધી અળધી રાતે સૂરજ ડૂબે છે.

3. આઈસલૈંડ:જે યુરોપ નું સૌથી મોટું આઈસલૈંડ માનું એક છે. અહીં તમે રાતે સૂરજ ની રોશની ની મજા લઇ શકો છો. અહીં 10 મૈં થી જુલાઈ ના અંત સુધી સૂરજ ડૂબતો જ નથી. અહીં ઝરણાઓ, જ્વાળામુખી, ગ્લેશિયર્સ અને પ્રકૃતિ ના સુંદર નજારાઓ તમારું મન મોહી લેશે.

4. કેનેડા:આ દુનિયાનો સૌથી મોટો દેશ છે. લાંબા સમય સુધી અહીં બરફ રહે છે. ખાસ વાત એ છે કે નોર્થ વેસ્ટર્ન વિસ્તાર માં 50 દિવસો સુઘી આકાશમાં સૂરજ લગાતાર ચમકતો રહે છે. ગરમી ની મોસમ માં 50-50 દિવસો સુધી સૂરજ ડૂબતો નથી. એટલે કે તમને અહીં રાતે પણ અંધારું જોવા નથી મળતું.

5. ફિનલૈંડ:ફીનલૈંડ એક એવો દેશ છે, જ્યા ગરમી ના દરમિયાન 73-74 દિવસો સુધી સૂર્ય નથી ડૂબતો. તમે અહીં સ્કીંગ, સાઈકલિંગ, ક્લાઈમ્બીન્ગ અને હાઇકીંગ ની મજા લઇ શકો છો.

6. અલાસ્કા:નોર્થ અમેરિકી મહાદ્વીપ ના નોર્દન અને વેસ્ટર્ન બોર્ડર પર સ્થિત અલાસ્કા એક અમેરિકી રાજ્ય છે. તેના પૂર્વ માં કેનેડા, ઉત્તર માં આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમ માં પ્રશાંત મહાસાગર અને પશ્ચિમ માં રુસ સ્થિત છે. અહીં પણ 24 કલાક દિવસ રહે છે અને મૈં થી જુલાઈ ની વચ્ચે સૂરજ નથી આથમતો. અલાસ્કા પોતાના સુંદર ગ્લેશિયર માટે જાણવામાં આવે છે. હવે તમે જ કલ્પના કરી લો કે મૈં થી લઈને જુલાઈ સુધી બરફ ને રાતે ચમકતું જોવું કેટલું રોમાંચક લાગતું હશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here