આ તકનીકના ઉપયોગથી ફ્રીઝ વિના પણ ખરાબ નથી થતું દૂધ, સામાન્ય લોકોને મળશે ફાયદો

0

દૂધ ને લઈ અને આપણા મા કંઈક વધુ પડતી ચિંતા માં રહે છે. દૂધ વાળા ભાઈ ને આવતા ની સાથે જ બધુ છોડી ને દૂધ ગરમ કરવા બેસી જાય છે. દૂધ ની પૂછ પરખ અહીંયા જ પુરી નથી થતી. એને આખો સમય ફ્રીઝ માં બચાવી ને રાખવા માં આવે છે. વારે વારે ગરમ કરવા માં આવે છે. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે દૂધ ને લઈ ને આટલું સતર્ક કેમ રહેવા માં આવે છે ?

હકીકત માં દૂધ માં ઘણા બેક્ટેરિયા હાજર હોય છે ,જેને ચાલતે એને પીવા લાયક બનાવવી રાખવા એનું જતન કરવું જરૂરી છે. જો એવું કરવા માં ન આવે તો દૂધ ખરાબ થઈ જાય છે. હવે ભારત ના દરેક ગામડા માં ફ્રીઝ તો હશે નહીં ,જેને ચાલતે દેશ માં કેટલા ટન દૂધ ખરાબ થઈ જાય છે. અને બીજું દૂધ ને મોટા શહેરો સુધી પહોંચાડવા માં દરરોજ હજારો લાખો રૂપિયા ખર્ચ થાય છે.

હવે તમે વિચારતા હસો કે આ સમસ્યાઓ નો હલ શું છે ? શું માણસ દૂધ પીવા નું છોડી દે ? તો તમને જણાવી દઈએ કે એને સ્ટોર કરવા માટે એક ખાસ ટેક્નિક તમામ ચિંતાઓ નો સમાધાન બની શકે છે.

અંતે કઈ છે એ ટેક્નિક અને કઈ રીતે દેશ માં ની ક્રાંતિ ને વધારો આપી શકાય છે તો ચાલો જાણીએ.

અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર પ્રોસેસ

ultra-pasteurization નામ ની તકનીક દૂધ ને લાંબા સમય સુધી ફ્રીઝ વગર સ્ટોર કરવા માં મદદ કરે છે. આ તકનીક માં દૂધ ને ઘણા હાઇ ટેમ્પરેચર પર ગરમ કરવા માં આવે છે અને પછી એકદમ ઠંડુ કરવા માં આવે છે. એના પછી પ્રોસેસ્ડ મિલ્ક ને હરમેટીકલી સિલ્ડ કન્ટેનર માં બંધ કરી દેવા માં આવે છે. એના થી દૂધ માં રહેલ બધા બેક્ટેરિયા એક જ વખત માં ખતમ થઈ જાય છે.

6-9 મહિના સુધી નહીં થાય ખરાબ

આ તરીકે પ્રોસેસ કરેલ દૂધ ની ખાસિયત હોય છે કે એ લગભગ 6 થી 9 મહિના સુધી ખરાબ નથી થતું. અને એને ફ્રીઝ માં રાખવા ની જરૂરિયાત પણ નથી. હરમેટીકલી સિલ્ડ ડબ્બા માં બંધ દૂધ ને ફ્રીઝ ની બહાર મહિનાઓ સુધી રાખી શકાય છે.

ફ્રાન્સ માં પ્રસિદ્ધ છે આ તકનીક

કહેવાય છે કે આ તકનીક ની શોધ 70 ના દાયકા માં કરવા માં આવી હતી. અને ત્યાર થી જ થોડા દેશો માં એનો ઉપયોગ જારી છે. આજે ફ્રાન્સ માં ઉપયોગ કરવા માં આવતું 95% દૂધ અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર પ્રોસેસિંગ ની મદદ થી સ્ટોર કરવા માં આવે છે.

આ રીતે થઈ શકે છે ભારત માં ઉપયોગી

યુરોપ ની જેમ જ ભારત માં પણ આ તકનીક ઘણી મદદગાર થઈ શકે છે. જેવું કે અમે ઉપર જણાવ્યું કે આ તકનીક થી સ્ટોર કરેલ દૂધ ઘણા મહીનાઓ સુધી નથી બગડતું. તો જે ગામડાઓ માં ફ્રીઝ કે વીજળી નથી ત્યાં ઉપયોગ કરી શકાય છે. સાથે જ મેટ્રો સિટી માં પણ એક સાથે ઘણા દિવસો નો સ્ટોક પહોંચાડી ને ટ્રાન્સપોર્ટ નો ખર્ચ ઓછો કરી શકાય છે.

અત્યારે શું છે ભારત નો હાલ.

હાલ માં ભારત માં સૌથી વધુ યુએચટી દૂધ કર્ણાટક રાજ્ય માં વેંહચાય છે. એના પછી મહારાષ્ટ્ર અને તામિલનાડુ માં. રિસર્ચ ને અનુસાર પાછલા વર્ષ થી આ વર્ષે માંગ વધી છે. અને 2023 સુધી ભારત માં એનું માર્કેટ 156 બિલિયન (15,600 કરોડ) નું થઈ શકે છે.

સાચી રીતે વિજ્ઞાપન ની છે જરૂર

આંકડો ની માનો તો ભારત માં યુએચટી દૂધ નું વેચાણ ધીરે ધીરે વધે છે. પણ અડધા લોકો એની ઉપયોગીતા થી અજાણ છે. વધુ પડતા લોકો માત્ર પેકેટ વાળા દૂધ ના રૂપ ને જ જાણે છે. એવા માં લોકો ને સાચી તકનીક નો ઉઓયોગ અને ફાયદો જણાવવો જરૂરી છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here