પ્રિયંકાના લગ્નમાં પહોંચ્યો આન બાણ શાન બનીને આખો અંબાણી પરિવાર, દીકરાની ગર્લફ્રેન્ડ અને થનારી વહુ આવી લાગતી હતી….જુઓ 9 ફોટા !!!

0

પ્રિયંકા ચોપરાના લગ્ન નક્કી થઈ ગયા છે. અને આજે (1 ડિસેમ્બર) ક્રિશ્ચિયન રીતિ-રીવાજથી લગ્ન થઈ રહ્યા છે. प्रिપ્રિયંકાના લગ્નમાં લગભગ 250 મહેમાનો આવી ચૂક્યા છે. અને હજુ પણ મહેમાનો આવવાની શક્યતા છે. એવામાં પ્રિયંકાના લગ્નમાં સૌથી વધુ દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવાર પર જ સૌ કોઇની નજર મંડાઇ રહી છે. .તમને જણાવી દઈએ કે આ લગ્નમાં મુકેશ અંબાનીનું આખું કુટુંબ પહોંચ્યું છે, જે પોતાના લૂકથી જ આ લગ્નની શોભા વધારી રહ્યું છે. આવો જોઈએ એક એક વ્યક્તિનો લૂક.પ્રિયંકાના લગ્નમાં અંબાણી પરિવારમાંથી મુકેશ અંબાણાઈની સાથે સાથે તેમની પત્ની નીતા અંબાણી, દીકરી ઈશા અને દીકરા અનંત પણ હતો જે શાનદાર વેડિંગ લૂકમાં નજર આવ્યા હતા. નીતા અંબાણીએ પીચ કલરનો તો દીકરી ઈશા એ મલ્ટીકલરનો લહેંગો પહેર્યો હતો. આ બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.તો આ બાજુ મુકેશઅંબાણી બ્લેક કલરના બંધ ગાળાના કોટમાં જોવા મળ્યા. પરંતુ બધાનું ધ્યાન તો હતું તેમના દીકરા અનંત અને તેની ગર્લ ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પર.

તમને જણાવી દઈએ કે રાધીકા એ નીલા કલરની કોટી અને મલ્ટીકલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી તો આ બાજુ અનંત પણ કઈ કમ નહોતો લાગી રહ્યો. આવા માં મુકેશના દીકરા પુત્ર આકાશ અંબાણી એ પણ તેની મંગેતર શ્લોકા મહેતા સાથે એન્ટ્રી લઈને આ લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા.આકાશે આ લગ્નમાં ગ્રે રંગના થ્રી પીસ શૂટમાં જોવા મળે છે, તો ત્યાં જ એની ભવિષ્યમાં બનવા જનાર પત્ની શ્લોકાએ ઓરેન્જ રંગના વનપિસ ડ્રેસ માં ગજબ લાગતી હતી. શ્લોકાના સનગ્લાસ પણ તેમના પહેરવેશ પર બહુ મેચ કરતાં હતા.
પ્રિયંકાના લગ્નમાં મુકેશ અંબાણીનો પરિવાર જ નહી. પરંતુ તેમનો થનાર જમાઈ આનંદ પરિમાળે પણ હાજરી આપીને પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તમને એ પણ જણાવી દઈએ કે આનંદ એકદમ જેંટલમેન લૂકમાં જ આવ્યા હતા. તેમણે આસમાની રંગનું પેન્ટ અને નીલા રંગનું કોટ અને એના નીચે એવરગ્રીન રંગનું સફેદ શર્ટ પહેર્યું હતું. આમ જોઈએ તો આખો અંબાણી પરિવાર પ્રિયંકાના લગ્નમાં હાજરી આપી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here