વાઇરલ થયા પ્રિયંકા-નિક ના લગ્ન ના કાર્ડ, મહેમાનો ને કઈક આવા અંદાજ માં આપ્યું આમંત્રણ….અંદર એક ખાસ વસ્તુ છે જુવો

0

બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પોતાના લગ્ન ને લઈને ચર્ચામાં છે. દીપિકા-રણવીર ના લગ્ન પછી હવે દરેક ની નજરો પ્રિયંકા અને નિક ના લગ્ન પર ટકેલી છે. પ્રિયંકા-નિક ના લગ્ન ને લઈને તેઓના ફેન્સ ખુબ જ વધુ ઉતાવળા થઇ રહ્યા છે. પ્રિયંકા અને નિકે હાલમાં જ સગાઈ કરી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ હતી. પ્રિયંકા-નિક ના લગ્ન માટે માત્ર ભારત જ નહિ પણ વિદેશો માં પણ તેની ચર્ચા ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિક ના લગ્ન જોધપુર ના ઉમૈંદ ભવન પૈલેસ માં 29 નવેમ્બર થી લઈને 2 ડિસેમ્બર સુધી ચાલવાના છે. પ્રિયંકા નિક ના લગ્ન ની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. હાલમાં જ પ્રિયંકા એ પોતાની બેચલર પાર્ટી કરી હતી, જેમાં તે મસ્તી કરતી નજરમાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના લગ્ન ના કાર્ડ પણ વાઇરલ થઇ રહ્યા છે.પ્રિયંકા-નિક ના લગ્ન ના કાર્ડ થયા વાઇરલ:

લીલા રંગ ના પેસ્ટલ ની સાથે નાના નાના ડબ્બા નજરમાં આવે છે. જણાવી દઈએ કે લગ્ન ના કાર્ડ ની તસ્વીરો તેઓની ફિલ્મ ના સેટ દ સ્કાઈ ઇઝ પિન્ક થી શેયર કરવામાં આવેલી છે. આ સિવાય કાર્ડ પર લખવામાં આવેલું છે કે જયારે પેરિસ થી સીધો જ લાડુ ચાંદની ચોક આવે. પ્રિયંકા હાલ દિલ્લી માં ફિલ્મ ની શૂટિંગ માં વ્યસ્ત છે અને લગ્ન ની તૈયારીઓ તેની માં મધુ કરી રહી છે.  પ્રિયંકા એ પોતાના લગ્ન ના આમંત્રણ નીસાથે રંગબેરંગી મીઠાઈઓ પોતાના સેટ પર રહેલા દરેક સ્ટાફ અને પોતાના કો-સ્ટાર્સ ને ગિફ્ટ કરી રહી છે. પ્રિયંકા ના આ અંદાજ ને સૌથી અલગ માનવામાં આવી રહ્યું છે. લોકો પોતાના લગ્ન માં લાડુ વહેંચતા હોય છે જયારે પ્રિયંકા પેરિસ ના બિસ્કિટ વહેંચી રહી છે જે પોતાનામાં એક નવું ટ્રેન્ડ માનવામાં આવી રહ્યું છે.નિક-પ્રિયંકા ની સગાઈ ઓગસ્ટ માં થઈ હતી. પ્રિયંકા પોતાની સાથે નીકને ભારત લઈને આવી હતી જેના પછી નીક પ્રિયંકા ની માં ને મળ્યા અને પછી બંને ના લગ્ન ફાઇનલ કરવામાં આવ્યા હતા, જેના પછી બંને ની સગાઈ કરવામાં આવી હતી, અને હવે ટૂંક સમયમાં જ લગ્ન ના બંધન માં પણ બંધાવાના છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here