નિક જોનાસ ની થઈ પ્રિયંકા ચોપડા સાથે ઈસાઈ રીતિ રિવાજ થી થયા લગ્ન – મહેંદી સેરેમની ની ફોટા થયા વાયરલ

0

કાળા ચશ્માં પહેરેલ આવી નજરપ્રિયંકા ની મહેંદી ની રસમ ની તસવીરોઆ અંદાજ માં પુરી કરી વિધિ

પ્રિયંકા ચોપડા એ અમેરિકી સિંગર નિક જોનાસ સાથે કર્યા લગ્ન. વિધિ જોધપુર ના ઉમેદ ભવન પેલેસ હોટલ માં જોર શોર થી ચાલી હતી. બંને એ ઈસાઈ રીતિ રિવાજ થી લગ્ન કર્યા.

બૉલીવુડ થી લઈ અને હોલીવુડ સુધી ની દરેક હસ્તીઓ હાજર હતી. ફિલ્મી સિતારાઓ સિવાય ભારત ના સૌથી મોટા ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી એમના પરિવાર સાથે લગ્ન માં હિસ્સો લેવા આવ્યા હતા.

એમની મહેંદી ની વિધિ ની તસવીરો સામે આવી છે અને તેમાં પ્રિયંકા કમાલ ની લાગી રહી છે. પ્રિયંકા ચોપડા એ પીળા અને ગુલાબી રંગ ના ચણીયા ચોલી માં નજર આવી અને એના લગ્ન ની વિધિઓ નો ભરપૂર આનંદ માણ્યો. પ્રિયંકા અબુ જાની સંદીપ ખોસલા ની દેશી ડ્રેસ માં કમાલ ની લાગી રહી છે. પ્રિયંકા એક ફોટા માં નિક સાથે ભરપૂર મસ્તી માં મૂડ માં નજર આવે છે. જેમાં બંને એ કાળા ચશ્માં પહેરી રાખ્યા છે અને ભરપૂર મસ્તી કરી રહ્યા છે.

પ્રિયંકા એક ફોટા માં પરિણીતી સાથે , નિક ના માતા પિતા સાથે અને બાકી સગા સબંધીઓ સાથે નજર આવી રહી છે. અને બધા ખૂબ મસ્તી ના મૂડ માં છે.

પ્રિયંકા ની મહેંદી ની વિધિ માં એક ફોટા માં નિક જોનાસ ને સગા સબંધીઓ એ ખભા પર ઉઠાવ્યો છે અને બધા એન્જોય કરે છે.

પ્રિયંકા એક ફોટા માં ચણીયા ચોલી માં ડાન્સ કરી રહી છે અને તેની મહેંદી ની વિધિ ને અનહદ એન્જોય કરી રહી છે. પ્રિયંકા આ ફોટોસ માં કમાલ ની લાગી રહી છે.

મજા ની વાત એ છે કે મહેંદી ની વિધિ ના ફોટ્સ સામે આવ્યા છે જેમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા બંને જ કાળા ચશ્માં પહેરી રાખ્યા છે અને બંને મસ્તી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. અમુક સમય પહેલા તેની સગાઈ થઇ હતી. ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ના અમેરિકી પૉપ સિંગર નિક સાથે લગ્ન ની ખબરો એ ઘણાને ચોંકાવ્યા છે.
હવે પ્રિયંકા એ પહેલી વાર એ વાતનો ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેની અને નિક ની કેમેસ્ટ્રી બની અને બંને એ એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. ન્યુયોર્ક માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ માં પ્રિયંકા એ કહ્યું, ”હું એવા વ્યક્તિ ને જીવનસાથી તરીકે પસંદ કરવા માગતી હતી, જે તમારી ઈજ્જત કરે. તેનો અર્થ એ નથી કે તે મારા માટે કોફી બનાવે. પણ કોઈ એવો વ્યક્તિ જે તમારા દ્વારા જીવનમાં કરવામાં આવેલી મહેનત ને સમજે અને તેની ઈજ્જત કરે”.પ્રિયંકાનું કહેવું હતું કે,”હું એવા વ્યક્તિ ને ઇચ્છતી હતી કે જે એવા વિચારો રાખે કે જો તેનું કામ જરૂરી છે તો તમારું પણ કામ જરૂરી જ છે. જો તે પોતાના માટે કોઈ જરૂરી ચીજ ને પસંદ કરે છે, તો તેના માટે અન્ય વિચારો પણ મહત્વપૂર્ણ રાખે છે. આ બધું મળવું અદ્દભુત છે”.
પ્રિયંકા માટે ઈજ્જત અને વિશ્વાસ રિલેશનશિપ માટે ખુબ જ જરૂરી વાત છે. તે કહે છે કે,”આવું થઇ જાય તો બધું જ આસાન થઇ જાય. તમે દરેક ચીજ માં એક બીજાને ક્રેડિટ આપતા હોય. તમારા સંબંધ માં ભરોસો હોય. મારુ માનવું છે કે તેનાથી ઓછા માં કોઈ સંતુષ્ટ ન હોવું જોઈએ. જો આવું ના મળે તો લગ્ન કરવા જ ન જોઈએ. મને મારા પાર્ટનર માં આ બધી ચીજો મળી, માટે હું નિક સાથે લગ્ન કરી રહી છું”.
પ્રિયંકા-નિક 1 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્રણ દિવસ ના ફંક્શન માં માત્ર નજીકના લોકો જ શામિલ થાશે. નિક ના તરફથી લગ્ન માં 100 મેહમાનો ને જ આમંત્રણ આપવામાં આવેલું છે.
પ્રિયંકા હાલના દિસવોમાં પ્રિ-વેડિંગ ઇવેન્ટ માં વ્યસ્ત છે. હાલમાં જ પ્રિયંકા એ બ્રાઇડલ શાવર પાર્ટી સેલિબ્રેટ કરી હતી. લગ્નના પહેલા તે પોતાની બેચલર લાઈફ ને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ એ ન્યુયોર્ક માં એક પાર્ટી નું આયોજન કર્યું છે, જેમાં પ્રિયંકા ના નજીકના મિત્રો શામિલ થયા છે, આ પાર્ટીના વિડીયો પણ શેયર થયેલ છે.એ પણ જાણવા મળ્યું છે કે નિક એ પ્રિયંકા માટે લૉસ એન્જેલિસ માં ઘર ખરીદ્યું છે, જેની કિંમત 47.50 કરોડ(6.5 મિલિયન ડોલર) જણાવામાં આવી રહી છે. આ ઘર 4129 વર્ગ ફૂટ માં ફેલાયેલું છે. જેમાં 5 રૂમ છે, અને ઘરની અંદર એક સ્વિમિંગ પુલ પણ છે. ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન પણ સુંદર છે.

Author: GujjuRocks Team

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here