36 વર્ષીય પ્રિયંકાએ લંડનમાં 11 વર્ષ નાના વિદેશી બોયફ્રેન્ડ સાથે ચુપચાપ કરી સગાઇ – વાંચો વિગત

0

પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ ની રિલેશનશિપ હવે એક અલગ જ લેવલ પર પહોંચી ગઈ છે. સૂત્રો અનુસાર સગાઈની રિંગ ન્યુયોર્કના ટીફની સ્ટોરથી ખરીદવામાં આવી હતી.

2016 માં આવેલી ફિલ્મ જય ગંગાજળ પછી પ્રિયંકા એ બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી અહેવાલ હતા કે પ્રિયંકા સલમાન ખાન ની મોટા બજેટ વળી ફિલ્મ “ભારત” માં વાપસી કરશે. એમના માટે એને 12 કરોડ ની ફી ની ડિમાન્ડ કરી હતી. પરંતુ આજે સ્પષ્ટ થઇ ગયું છે કે પ્રિયંકા એ ભારત ફિલ્મ છોડી દીધી છે.પ્રિયંકા એ ગુરુવાર 26 જુલાઈ એ ભારત ફિલ્મની યુનિટને પોતાનો ચોંકાવનારો ફેંસલો આપી દીધો, જો કે ફિલ્મ છોડવાનું કારણ પ્રિયંકા અને નિક જોન્સના લગ્ન છે ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ એ શુક્રવાર 27 જુલાઈ એ ટ્વીટ કરીને કન્ફ્રર્મ કર્યું કે પ્રિયંકા એ ભારત ફિલ્મ છોડી દીધી છે.

પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોન્સ સાથે સગાઇ કરવાના સમાચાર માંડ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પ્રિયંકાએ 18 July 36માં બર્થડે પર લંડનમાં સગાઇ કરી હતી પરંતુ આ જાણકારી ફક્ત પરિવારજનો ને જ હતી. પ્રિયંકા ચોપ્રાના ફાઈ કામિની ચોપરાએ આ માહિતી કંફર્મ કરી હતી.

પરિવારજનો એ કહ્યું કે અમે બધા એના નિર્ણયથી ખુશ છીએ, સગાઇ પહેલા પરિવારજનો અમેરિકા નિકના ઘરે ગયા હતા. જલ્દી જ બંનેની લગ્નની તારીખ આવી જશે. આની પહેલા ફિલ્મ મેગેઝીન ફિલ્મફેર જૂન માં એ દાવો કર્યો હતો કે પ્રિયંકા અને નિક એ એક મહિનામાં સગાઇ કરી લેશે

પ્રિયંકા ચોપરા તથા નિક જોન્સ શરૂઆત થી જ આ સંબંધોને લઈને ઘણાં જ ગંભીર હતાં. 2017 Oct માં ‘ક્વોન્ટિકો’નો કો-સ્ટારના ઘરે પ્રિયંકા તથા નિકની મુલાકાત થઈ હતી. એક અઠવાડિયા બાદ જ પ્રિયંકા તથા નિક મેટ ગાલા ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં અને એ ફોટોસ ઘણા વાઇરલ થયા હતા

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here