રણવીર-દીપિકા નું તો પત્યું હવે જાણો પ્રિયંકા ના લગ્ન નો વેન્યુ ખર્ચ, એક રાત નો ખર્ચો ઉડાડી દેશે હોંશ…

0

રણવીર-દીપિકા ના લગ્ન નો સમારોહ હજી તો પૂરો થયો નથી કે હવે બૉલીવુડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા ના લગ્ન નો ડંકો વાગવાનો શરૂ થઇ ગયો છે. પ્રિયંકા વિદેશ માં નહિ પણ પોતાના જ દેશમાં લગ્ન કરવા જઈ રહી છે. તેના માટે તેમણે રાજસ્થાન ના જોધપુર ને પસંદ કર્યું છે.
જણાવી દઈએ કે પ્રિયંકા પોતાના પ્રેમી નિક જૉનસ ની સાથે જોધપુર ના તાજ ઉમૈદ ભવન પૈલેસ માં સાત ફેરા લેવાની છે. પણ ચોંકાવનારી વાત એ છે કે અહીં એક રાત રોકાવાનો ખર્ચ 43 લાખ રૂપિયા છે. તેના માટે પ્રિયંકા એ લગ્ન ને લગ્ઝરી બનાવવા માટે દરેક તૈયારીઓ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, લગ્ન 30 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી ચાલશે.
પૈલેસ માં લગ્ન ની કેટલી તૈયારીઓ થઇ ચુકી છે તેના માટે પ્રિયંકા ની માં મધુ ચોપરા વેન્ડીંગ વેન્યુ પહોંચી હતી. જણાવી દઈએ કે પ્રિયંકા પોતાની આવનારી ફિલ્મ સ્કાઈ ઇઝ પિન્ક ની શૂટિંગ માં વ્યસ્ત છે. શૂટિંગ દિલ્લી માં થઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર લીડ રોલમાં છે, પણ હાલ પ્રિયંકા ના ફેન્સ તેના લગ્ન ની વાટ જોઈ રહ્યા છે.જણાવી દઈએ કે ગુરુવાર ના રોજ મધુ ચોપરા જોધપુર પહોંચી હતી અને એક પછી એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝર, હોટેલ માલિક અને ડિઝાઈનર સાથે ડીલ કરી. તેના પછી તે શુક્રવાર બપોરે મુંબઈ માંટે રવાના થઇ. મધુ એ મુંબઈ જાતા પહેલા ઉમૈદ ભવન અને મેહરાનગઢ કિલ્લા ની તૈયારીઓં ને પણ જોઈ લીધી હતી. આ દમિયાન મધુ એકદમ સામાન્ય કપડા માં જોવા મળી હતી. મધુ એ જણાવ્યું કે,”જોધપુર મારી ફેવરિટ જગ્યોઆમાંની એક છે માટે અમે પુરી દુનિયા છોડીને અહીં આવ્યા છીએ”.
વેન્યુ પર રહેલા રિપોર્ટરે જયારે પ્રિયંકા ના લગ્ન વિશે સવાલ કર્યો તે તેમણે કહ્યું કે,”ખુદ તમે લગ્ન ને જોઈ લેજો, અત્યારથી અમે શું કહીએ, જયારે લગ્ન થઇ જાય ત્યારે વાત કરજો”. જણાવી દઈએ કે હાલમાં જ બેચલર અને દિવાળી પાર્ટી ના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયા હતા. આ પાર્ટીમાં તેની બહેન પરિનીતી ચોપરા પણ શામિલ થઇ હતી.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here