પ્રિયંકા જ નહિ આ 5 એક્ટ્રેસનું આવ્યું હતું વિદેશી યુવકો પર દિલ, એક બની ગઈ હતી અવિવાહિત ‘માં’……

0

બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા રહ્યા છે જેઓએ અફેયર પછી લગ્ન થઇ ગયા. પણ તેમાંના અમુક એવા પણ છે જેઓનું દિલ વિદેશી યુવકો પર અટકી ગયું અને જલ્દી જ તેઓની સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે હાલમાં જ બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એ પણ વિદેશી યુવકનો હાથ થામ્યો છે અને વર્ષના અંતમાં બંને લગ્ન કરવાની તૈયારીમાં છે. તો એવામાં આજે અમે તમને જણાવીશું કે કઈ-કઈ એક્ટ્રેસે બનાવ્યા વિદેશી યુવકોને જીવનસાથી.1. આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીયે બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત ની. માધુરીની ફિલ્મી સફર ખુબ જ સુપરહિટ રહી છે અને તેની એક મુસ્કાન અને ચહેરાના એક એક્સપ્રેશનથી સિનેમા હોલમાં સીટીઓ અને તાળીઓ ગુંજી ઉઠતી હતી. એક સમય હતો જયારે માધુરી અને એક્ટર સંજય દત્ત લગ્ન કરવા માંગતા હતા. પણ સંજયનું નામ મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં જોડાઈ ગયું અને માધુરીએ તેનાથી દુરી બનાવી લીધી. જેના ચાલતા 1999 માં બિલકુલ પણ વાર ન લગાડતા માધુરીએ ડૉ. શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા જે યુકે ના રહેનારા છે. આજ માધુરી બે બાળકોની માં છે અને માધુરી રિયાલિટી શોઝ માં નજર આવે છે.
2. બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા ની સુંદરતા પર તો દરેક લોકો ઘાયલ છે. પ્રીતિ એ પોતાના ફિલ્મી કેરિયરમાં કલ હો ના હો, વીર-જારા, દિલ ચાહતા હૈ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેના પછી તેમણે અમેરિકન બેસ્ડ બીઝનેસમૈન જિન ગુડઇનફ સાથે વર્ષ 2016 માં લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે બંનેમાં ખુબ લાંબા સમય સુધી અફેયર પણ ચાલ્યું હતું.3. વેબ સિરીઝ અને બૉલીવુડ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણનારી એક્ટ્રેસ રાધિકા આપ્ટે એ પણ પોતાનો જીવનસાથી વિદેશી જ પસંદ કર્યો છે. રાધિકા હાલ માં જ પોતાની ફિલ્મ પૈડમૈન માં અક્ષય કુમારની સાથે નજરમાં આવી હતી. જણાવી દઈએ કે રાધિકાએ વર્ષ 2012 માં યુકે બેસ્ડ મ્યુઝિશિયન સાથે લગ્ન કર્યા છે. 4. નીના ગુપ્તા મોટાભાગે બૉલીવુડ ફિલ્મોમાં માં-બહેન અને પીડિતાના કિરદારમાં નજરમાં આવી છે. નીના ગુપ્તા ને લોકો ગીત ‘બન્નો તેરી અખિયાં સૂરમેં દાની’ થી જાણવામાં આવે છે. જણાવી દઈએ કે નીના ગુપ્તા 80 ના દશકમાં વેસ્ટ ઇંડીજ ક્રિકેટ પ્લેયર વિવિયન રીચર્ડસ સાથે ચર્ચામાં આવી હતી અને 1989 માં તેમણે લગ્ન કર્યા વગર જ એક દીકરીને જન્મ આપ્યો હતો. પણ વિવીયને તેની સાથે લગ્ન ન કર્યા પણ દીકરી મસાબા ને બાપનું નામ ચોક્કસ આપ્યું.
5. શ્રિયા સરન
અજય દેવગણ નું ફિલ્મ ‘દ્રશ્યમ’ યાદ છે? જેમાં અભિનેત્રી શ્રિયા સરને પોતાના રશિયન બોયફ્રેન્ડ આંન્દ્રેઇ કોશેચિવ સાથે લગ્ન કરી લીધા છે. આ સાથે તેમણે સાબિત કરી દીધું છે કે પ્રેમમાં કોઇ સરહદ નડતી નથી. મોટા ભગ્ન લોકોને આ લગ્ન વિશે ખબર ન હતી તેથી શ્રિયાનાં લગ્નથી લોકો ચોંકી પણ ગયા હતા. જે પણ લોકો એ Tera Mera Rishta – Awarapan (2007) ફિલ્મ જોઈ હશે એને પાક્કું યાદ હશે કે એ સમયે ખુબ સારી એક્ટિંગ કરતી હતી પછી અચાનક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ગાયબ થઇ ગઈ…

6. આખરે વાત કરીયે બોલીવુડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ની. જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકાએ પોતાના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા છે. નિક જોનસ ટેક્સસ, US માં જન્મેલા છે અને તે એક સિંગર, લેખક અને એક્ટર પણ છે. રિપોર્ટ અનુસાર પ્રિયંકા આ વર્ષ ઓક્ટોમ્બર માં નિક ની સાથે લગ્ન કરવાની છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here